સુભાષ બ્રહ્મભટ્ટ

અચુત કુકીની મસ્જિદ (બીબી)

અચુત કુકીની મસ્જિદ (બીબી) : અમદાવાદમાં દૂધેશ્વર નજીક આવેલી એક ઉત્તમ મસ્જિદ. ઈ. સ. 1472માં મહમૂદ બેગડાના સમયમાં મલિક બહાઉદ્દીન સુલતાનીએ પોતાની બેગમ બીબી અચુતની યાદમાં બાંધી હતી. તેમાં હિંદુ અને ઇસ્લામી પ્રતીકોનું ઉત્તમ રીતે સંયોજન થયું છે. આ મસ્જિદને સાત મિનારા હતા. આ મસ્જિદના બંને મુખ્ય મિનારા હાલતા હતા…

વધુ વાંચો >

આઝમ-મુઆઝમનો રોજો

આઝમ–મુઆઝમનો રોજો : અમદાવાદમાં વાસણા પાસે સરખેજ જવાના માર્ગ પર આવેલો રોજો. આઝમખાં અને મુઆઝમખાં નામના બે ખુરાસાની ભાઈઓ હતા. તેઓ મહમૂદ બેગડાના સમયના અચ્છા તીરંદાજ હતા. આ બે ભાઈઓ સરખેજના રોજાના મિસ્ત્રીઓ હતા. એવી કિંવદંતી છે કે એ બાંધકામ દરમિયાન તેમણે ખોટી રીતે લાભ મેળવી પોતાનો રોજો બાંધ્યો હતો.…

વધુ વાંચો >