આઇસોથાયોસાયનેટ્સ

February, 2001

આઇસોથાયોસાયનેટ્સ (isothiocynates) : -N = C = S સમૂહ ધરાવતાં સંયોજનો. રાઈ(mustard)ના ભૂકાને ભીનો કરીને રાખતાં તેમાંના સિનિગ્રીન ગ્લાયકોસાઇડનું માયરોસીન ઉત્સેચક વડે જલવિઘટન થતાં એલાઇલ આઇસોથાયોસાયનેટ મળે છે. તેથી આ વર્ગને રાઈના તેલ(mustard oil)નો વર્ગ પણ કહે છે. આ સંયોજનો તીવ્ર વાસવાળાં, પાણીમાં અદ્રાવ્ય અને ત્વચા ઉપર ફોલ્લો પાડી દે તેવાં દાહક હોય છે. તેને નીચે દર્શાવેલી પ્રક્રિયા વડે મેળવી શકાય છે.

એમોનિયા કે એમાઇન સાથે પ્રક્રિયા થતાં થાયોયૂરિયા મળે છે.

R-N = C = S + R’NH2 → RNHCSNHR’

કેટલાંક કાર્બનિક આઇસોથાયોસાયનેટ્સ ફૂગ તથા જીવાણુ સ્તંભક (fungistatic, bacteriostatic) હોય છે.

પ્રવીણસાગર સત્યપંથી