અચુત કુકીની મસ્જિદ (બીબી) : અમદાવાદમાં દૂધેશ્વર નજીક આવેલી એક ઉત્તમ મસ્જિદ. ઈ. સ. 1472માં મહમૂદ બેગડાના સમયમાં મલિક બહાઉદ્દીન સુલતાનીએ પોતાની બેગમ બીબી અચુતની યાદમાં બાંધી હતી. તેમાં હિંદુ અને ઇસ્લામી પ્રતીકોનું ઉત્તમ રીતે સંયોજન થયું છે.

અચુત કુકીની મસ્જિદ
આ મસ્જિદને સાત મિનારા હતા. આ મસ્જિદના બંને મુખ્ય મિનારા હાલતા હતા અને એકમાંથી ગતિ બીજામાં જતી.
સુભાષ બ્રહ્મભટ્ટ