અંગદ ગુરુ (જ. 31 માર્ચ 1504, શ્રીમુક્તસર સાહિબ, પંજાબ; અ. 29 માર્ચ 1552, અમૃતસર, પંજાબ) : ગુરુ નાનકના શિષ્ય. મૂળ નામ લહણા. શીખ ધર્મના બીજા ગુરુ. ખડૂર ગામ વતન. એમણે ગુરુમુખી લિપિ પ્રચલિત કરી; ગુરુ નાનકનું ચરિત્ર લખાવ્યું; ‘ગુરુ કા લંગર’ની (વિના મૂલ્યે જમાડવાની) પ્રથા વ્યવસ્થિત કરી. શિષ્યોમાં મરદાની રમતોનો પ્રચાર કર્યો. તેમણે ગુરુગાદી પુત્રને નહિ આપતાં, પોતાના વયોવૃદ્ધ શિષ્ય અમરદાસને આપી હતી.
ઉ. જ. સાંડેસરા