હંટ, (હેન્રી સેસિલ) જૉન હંટ, બૅરન (જ. 1910, માર્લબરો, ઇંગ્લૅન્ડ) : નામી આંગ્લ પર્વતારોહક. તેઓ બ્રિટનના લશ્કરી અફસર હતા અને તેમણે ભારત અને યુરોપમાં લશ્કરી અને પર્વતારોહણની સેવા બજાવી હતી. 1953માં તેમણે માઉન્ટ એવરેસ્ટ પરના પ્રથમ સફળ અભિયાનનું નેતૃત્વ સંભાળ્યું હતું. 1958માં કૉકેસિયન પર્વતના આરોહણ-અભિયાન માટેની બ્રિટિશ-સોવિયેત ટુકડીમાં બ્રિટિશ ટુકડીનું નેતૃત્વ તેમણે સંભાળ્યું હતું.

1953માં તેમને ‘સર’નો ખિતાબ અપાયો હતો અને 1966માં તેમને આજીવન પીઅર બનાવાયા હતા.

મહેશ ચોકસી