શક સ્થાન : શકોએ પૂર્વ ઈરાનમાં વસાવેલું નિવાસસ્થાન. ત્યાંથી તેઓ ભારતમાં પ્રાય: બોલનઘાટને માર્ગે દાખલ થઈ પહેલાં સિંધમાં આવી વસ્યા હતા. આ સ્થળ હિંદ-શકસ્થાન (Indo-Scythia) તરીકે ઓળખાયું. પારસ(ઈરાન)ના શક લોકોના ષાહિઓ(સરદારો)એ ઈ. પૂ. પહેલી સદીમાં સિંધુ દેશ પર પોતાની સત્તા પ્રસારી ત્યાં નવું શકસ્થાન વસાવ્યું. ત્યાંથી તેઓએ સૌરાષ્ટ્ર થઈ ઉજ્જન તરફ કૂચ કરીને ત્યાંના જુલમી ગર્દભિલ રાજાને હરાવી ત્યાં પોતાની સત્તા સ્થાપી; પરંતુ થોડાં જ વર્ષમાં ગર્દભિલના પુત્ર વિક્રમાદિત્યે શકોને કાઢી મૂકી ત્યાં માલવગણની સત્તા સ્થાપી.

રામજીભાઈ સાવલિયા