રામજીભાઈ સાવલિયા

કૌશામ્બી

કૌશામ્બી : પ્રાચીન વત્સ દેશની રાજધાની. ભારતપ્રસિદ્ધ આ ઐતિહાસિક નગરી પ્રયાગથી નૈર્ઋત્ય દિશામાં લગભગ 60 કિમી. દૂર યમુના નદીના ઉત્તર કાંઠે વસેલી હતી જ્યાં હાલ કોસમ નામનું ગામ આવેલું છે. પ્રાચીન કાળમાં આ નગર કૌશામ્બીનગર કે કૌશામ્બીપુરી અને રાજ્ય કૌશામ્બી મંડલ કહેવાતું. ચંદ્રવંશી રાજા કુશામ્બુએ આ નગરી વસાવેલી હોવાથી તે…

વધુ વાંચો >

શકદ્વીપ

શકદ્વીપ : શક લોકોના વસવાટનો દ્વીપ સૌરાષ્ટ્ર. પૌરાણિક માન્યતા મુજબ શ્રીકૃષ્ણના પુત્ર સામ્બે શકદ્વીપમાંથી મગ લોકોને તેડાવી ઈરાની ઢબની સૂર્યપૂજા પ્રચલિત કરી. મૂળ સ્થાન (મુલતાન) મગ લોકોનું મુખ્ય કેન્દ્ર હતું. મગ લોકોને બ્રાહ્મણો તરીકે અપનાવી લેવામાં આવ્યા હતા. મૂલત: પૂર્વ ઈરાનના શકદ્વીપના મગ લોકો ભારતમાં આવી વસ્યા અને તેમનો વસવાટનો…

વધુ વાંચો >

શક-પહ્લવ

શક–પહ્લવ : એશિયાની પ્રાચીન જાતિના લોકો. સિકંદરના સામ્રાજ્યના ભાગલા પડતાં એમાંના એશિયાઈ મુલકો પર યવન (યુનાની) વિજેતા સેલુકની સત્તા સ્થપાઈ. સેલુક સામ્રાજ્યના બાહ્લિક (બૅક્ટ્રિયા) પ્રાંત[હાલના અફઘાનિસ્તાનના ઉત્તર ભાગમાં આવેલો બલ્ખ(બૅક્ટ્રા)ની આસપાસનો પ્રદેશ]ની જેમ તેનો પહ્લવ (પાર્થિયા) પ્રાંત (હાલ ઈશાન ઈરાનમાં આવેલો ખોરાસાન અને એની નજીકનો પ્રદેશ) પણ ઈ. પૂ. 250ના…

વધુ વાંચો >

શક-પહ્લવ સિક્કાઓ

શક–પહ્લવ સિક્કાઓ : શક-પહ્લવ રાજાઓએ પડાવેલા સિક્કા. મધ્ય એશિયાના રહેવાસી શક લોકો ઈરાનમાં આવી વસ્યા. સ્થાનિક પહ્લવો સાથે સાંસ્કૃતિક રીતે એટલા બધા ભળી ગયા કે શક-પહ્લવોને અલગ ઓળખવા મુશ્કેલ પડે. ધીમે ધીમે તેઓ બાહ્લિક અને કંદહાર તરફથી ઉત્તર-પશ્ચિમ ભારતમાં ઈ. પૂ. 75ના અરસામાં આવીને વસ્યા. એમાંના જેઓ કંદહાર અને બલૂચિસ્તાનના…

વધુ વાંચો >

શક સ્થાન

શક સ્થાન : શકોએ પૂર્વ ઈરાનમાં વસાવેલું નિવાસસ્થાન. ત્યાંથી તેઓ ભારતમાં પ્રાય: બોલનઘાટને માર્ગે દાખલ થઈ પહેલાં સિંધમાં આવી વસ્યા હતા. આ સ્થળ હિંદ-શકસ્થાન (Indo-Scythia) તરીકે ઓળખાયું. પારસ(ઈરાન)ના શક લોકોના ષાહિઓ(સરદારો)એ ઈ. પૂ. પહેલી સદીમાં સિંધુ દેશ પર પોતાની સત્તા પ્રસારી ત્યાં નવું શકસ્થાન વસાવ્યું. ત્યાંથી તેઓએ સૌરાષ્ટ્ર થઈ ઉજ્જન…

વધુ વાંચો >

શાહ, પ્રિયબાળાબહેન

શાહ, પ્રિયબાળાબહેન (જ. 13 જાન્યુઆરી 1920; અ. 14 જાન્યુઆરી, 2011, અમદાવાદ) : ભારતીય સંસ્કૃતિ અને કલાના તજ્જ્ઞ. 1938માં માતાના મૃત્યુ પછી પાંચ ભાંડુઓનો ઉછેર અને શિક્ષણ મોસાળ અમદાવાદમાં થયાં. ગાંધીજીની અસરથી રંગાયેલા મોસાળમાંથી જ બાળપણમાં સાદગી અને સ્વરાજની ભાવના મળેલી, જે અદ્યાપિ પર્યંત જળવાયેલી જોઈ શકાય છે. પ્રાથમિક શાળાના અભ્યાસ…

વધુ વાંચો >

શિલ્પરત્નાકર

શિલ્પરત્નાકર : ભારતીય શિલ્પસ્થાપત્યનો ગ્રંથ. ધ્રાંગધ્રાના મૂળ વતની શિલ્પશાસ્ત્રી નર્મદાશંકર મૂળજીભાઈ સોમપુરાએ આ ગ્રંથની રચના ઈ. સ. 1939માં કરી હતી. નર્મદાશંકરે જાતે શિલ્પશાસ્ત્રનો અભ્યાસ કરી સ્વહસ્તે કેટલાક પ્રાસાદો અને દેવાલયોની રચના કરી હતી. આવા અનુભવી શિલ્પશાસ્ત્રીના પરિશ્રમથી આ ગ્રંથ પ્રસિદ્ધ થયો છે. એમની કુશળતાને લીધે વડોદરા રાજ્યમાં કલાભવનમાં પ્રાચીન શિલ્પશાસ્ત્રના…

વધુ વાંચો >