Zoology
મોટી નાચણપંખો
મોટી નાચણપંખો (Flycatcher, white browed fantail) : ગુજરાતનું ભેજ અને ઝાડીમાં નિવાસ કરનારું પક્ષી. આખો દિવસ એ પૂંછડીનો પંખો કરીને ડાબેજમણે – ઝૂલતું નાચતું જોવા મળે છે. એનું નવું નામ છે ‘મોટી નાચણ’. Passeriformes શ્રેણીના Musicapidae કુળનું માખીમાર પંખી. શાસ્ત્રીય નામ Rhipidura albogularis. એનું કદ 17 સેમી.(7 ઇંચ)નું હોય છે.…
વધુ વાંચો >મોટી લાવરી
મોટી લાવરી (Grey Quail) : ભારતનું સ્થાયી પંખી. એનું બીજું નામ છે સામાન્ય લાવરી – Common quail; કારણ કે લગભગ આખા યુરોપ, આફ્રિકા અને એશિયાના મોટાભાગમાં તે જોવા મળે છે. Galliformes શ્રેણીના Phasianidae કુળનું પંખી. શાસ્ત્રીય નામ Coturnix Coturnix. કદ : 17.5 સેમી. લંબાઈ; વર્ગ : કૉલમ્બિફૉર્મિસ; કુળ : ફૅસિયાનિડી.…
વધુ વાંચો >મોટું તેજપર
મોટું તેજપર (Collared Pratincole) : પશ્ચિમ એશિયાનું વતની. Charadriiformes શ્રેણીના glareolidae કુળનું પંખી. શાસ્ત્રીય નામ : Glareola pratincola. લાંબા ખાંચાવાળી પૂંછડીને લીધે ઊડે ત્યારે મોટા કદનાં તારોડિયાં જેવાં લાગે. તેઓ જેવાં સોહામણાં એવી ઊડવાની તેમની છટા પણ સોહામણી. તે બહુ આકર્ષક અને ચપળ પંખી છે. જ્યારે ગળું અને વક્ષ ભાગમાં…
વધુ વાંચો >મોટું રાખોડી લેલું, બડબડિયું
મોટું રાખોડી લેલું, બડબડિયું (Large Grey Babbler) : ભારતનું એક જાણીતું સમૂહચારી પંખી. લેલાંની જાતમાં તે સૌથી મોટું છે અને ‘તેં તેં તેં’ કરીને ખૂબ કોલાહલ મચાવી મૂકે છે. Passeriformes શ્રેણીના Musicapidae કુળનું પક્ષી. શાસ્ત્રીય નામTurdoides malcomisykes. Malcolmi. આ જાતમાં નર અને માદા એકસરખાં હોય છે. તેનું કદ : 27…
વધુ વાંચો >મોટો કાજિયો
મોટો કાજિયો (Large Cormorant) : ભારતનું નિવાસી અને સ્થાનિક યાયાવર પંખી. Pelecaniformes શ્રેણીના અને Phalacrocoracidae કુળનું પંખી. તેનું શાસ્ત્રીય નામ : Phalacrocorax carbo. તેનું કદ આશરે 80 સેમી.થી 92 સેમી. સુધીનું હોય છે. તે રંગમાં કાળા બતક જેવું છે. તેની પ્રજનનઋતુ ઑગસ્ટથી ફેબ્રુઆરીની ગણાય છે. ત્યારે તેનો રંગ સંપૂર્ણ કાળો…
વધુ વાંચો >મોટો ગડેરો
મોટો ગડેરો (Black-tailed Godwit) : ડેન્માર્ક–નેધર્લૅન્ડ્ઝનું વતની. યુરોપ, મધ્ય-એશિયા અને સાઇબીરિયાના પૂર્વકિનારા સુધી જોવા મળતું યાયાવર પંખી. Charadriiformes શ્રેણીના Scolopacidae કુળનું પંખી. શાસ્ત્રીય નામ Limosa limosa. કદમાં મરધી જેવડું; 41 થી 50 સેમી.ની લંબાઈ, તેના પગ અને ચાંચ લાંબાં. ચાંચ સીધી, મૂળથી અડધે સુધી ગુલાબી, પછી કાળાશપડતી. પગ લીલાશપડતા રાખોડી.…
વધુ વાંચો >મોટો ચકવો
મોટો ચકવો (Great Stone curlew) : દક્ષિણ યુરોપ, દક્ષિણ એશિયા અને ઉત્તર આફ્રિકાનું વતની. Charadriiformes શ્રેણીના Burhinidae કુળનું પક્ષી. શાસ્ત્રીય નામ : Burhinus Oedicnemus. તે દરિયાકાંઠાના ભેજવાળા તમામ વિસ્તારો, સૌરાષ્ટ્ર, કચ્છ, નળ સરોવર અને ખીજડિયા વગેરે અન્ય ભેજવાળા પ્રદેશોમાં શિયાળામાં સામાન્ય રીતે જોવા મળે છે. કદ 22´´ એટલે કે 55…
વધુ વાંચો >મોટો ઢોમડો
મોટો ઢોમડો (Great Blackheaded Gull) : મધ્ય રશિયા અને સાઇબીરિયાથી શિયાળામાં ભારત આવતા બધા ઢોમડાઓ પૈકી સૌથી મોટું અને દમામદાર પંખી. charadriiformes શ્રેણીના Laridae કુળનું પક્ષી. શાસ્ત્રીય નામ છે : Larus inchthyaetus. તેનું કદ 66થી 72 સેમી. જેટલું હોય છે. શિયાળામાં તેનું માથું કાળાને બદલે ભૂખરું બને છે. તેમાં કાળી…
વધુ વાંચો >મોટો દૂધિયો લટોરો
મોટો દૂધિયો લટોરો (Great Indian Grey Shrike) : આખા ભારતમાં જોવા મળતું બહુ દેખાવડું અને મઝાનું પંખી. Passeriformes શ્રેણીના લૅનિડા કુળનું પક્ષી. શાસ્ત્રીય નામ : Lanius excubitor lantora syko. એના હિંદી નામ ‘લહટોસ’ પરથી ગુજરાતીમાં લટોરો બન્યું છે. કદ કાબર જેવડું 25 સેમી. લાંબું, વજન 65 ગ્રામ. પોતાના શરીર જેટલી…
વધુ વાંચો >મોટો હંજ
મોટો હંજ (The Greater flamingo): દુનિયાભરમાં જોવા મળતું અને ભારતનું સ્થાયી નિવાસી પક્ષી. હિં. ‘બગ હંસ’; સં. ‘બક હંસ’; ગુ. બગલા; તેનું દેશી નામ હંજ અથવા સુરખાબ. ciconiformes શ્રેણીના Phoenicopleridae કુળનું પંખી. શાસ્ત્રીય નામ Phoenicopterus ruber pallas. તેની ડોક સુંદર હંસ જેવી, વળાંકવાળી, લાંબી અને પગ બગલા પેઠે ઘણા લાંબા…
વધુ વાંચો >