Zoology

ભૂ જૈવ ચક્રો

ભૂ જૈવ ચક્રો : જુઓ નિવસનતંત્ર

વધુ વાંચો >

ભેંસ

ભેંસ (Indian buffalo) ચરબીનું વધારે પ્રમાણ (6 %થી 10 %) ધરાવતા દૂધ જેવા પોષક આહારનું ઉત્પાદન કરતું એક પાલતુ જાનવર. પ્રાણી-વર્ગીકરણના ધોરણ અનુસાર તેનો વર્ગ સસ્તન ઉપવર્ગ યૂથેરિયા શ્રેણી ખરીવાન (angulata), ઉપશ્રેણી સમખરી (artiodactyla) અને કુળ બ્યુબૅલિડી લેખાય છે. શાસ્ત્રીય નામ છે Bubalus bubalis (Indian buffalo). દુનિયાની ભેંસની કુલ વસ્તી…

વધુ વાંચો >

મગજ (માનવેતર પ્રાણીઓ)

મગજ (માનવેતર પ્રાણીઓ) : શરીરના અગ્રભાગમાં આવેલાં સંવેદનાંગોના સંકુલ સાથે સંકળાયેલ ચેતાતંત્રનું એક અગત્યનું અંગ. તે ગ્રાહી (receptor) અંગોની મદદથી બાહ્યસ્થ પર્યાવરણિક પરિબળો વિશે પરિચિત રહી મેળવેલ સંકેતોનું વિશ્લેષણ કરે છે અને તેને અનુરૂપ શરીરના વિવિધ અવયવોને યોગ્ય કાર્યવહી કરવા સૂચનો મોકલે છે. સામાન્યપણે તે અંત:સ્થ પર્યાવરણગત પરિબળોની માહિતી મેળવવાની…

વધુ વાંચો >

મગર

મગર : પાણીમાં અથવા પાણીની પાસે રહેતું સરીસૃપ વર્ગનું પ્રાણી. મગરનો સમાવેશ ક્રોકોડીલિયા શ્રેણીના ક્રોકોડિલિડે કુળમાં કરવામાં આવ્યો છે. ભારતમાં સામાન્યપણે મળતા મગરનું શાસ્ત્રીય નામ Crocodylus pallustris છે. તે ડાયનોસૉરના સમયનું પ્રાણી હોવા છતાં આ લાંબી ઉત્ક્રાંતિ દરમિયાન તેનાં લક્ષણોમાં થોડાક જ ફેરફાર જોવા મળે છે. તે સામાન્યત: ઉષ્ણ પ્રદેશો…

વધુ વાંચો >

મત્સ્ય ગરુડ

મત્સ્ય ગરુડ (Pallas’s Fishing Eagle) : ભારતનું વતની, પરંતુ ફક્ત શિયાળાનું મહેમાન પંખી. તેનું લૅટિન નામ Haliaeetus leucoryphus છે. તે Falconoformes વર્ગનું, Accipityidae કુળનું છે. ગોત્ર Aquila. તેનું કદ ગીધથી નાનું, 76થી 84 સેમી. જેટલું હોય છે. તે અત્યંત વેધક નજરવાળું પંખી છે. છેડે કાળા પટ્ટાવાળી સફેદ પૂંછડીથી તે ઓળખાય…

વધુ વાંચો >

મત્સ્યભોજ

મત્સ્યભોજ (Osprey) : હિમાલયનું વતની અને શિયાળાનું યાયાવર પંખી. તેનું શાસ્ત્રીય નામ Pandion haliaetus. વર્ગ : Falconiformes; કુળ: Pandionidae. કદ સમળીથી નાનું, 56 સેમી. ઉપરનું શરીર ઘેરું બદામી. પેટાળ સફેદ. છાતી પર આડા બદામી પટાને લીધે ગળે હાર પહેર્યો હોય તેવું લાગે. માથે સફેદ નાની કલગી. ઊડે ત્યારે સફેદ પેટાળમાં…

વધુ વાંચો >

મત્સ્ય-સંવર્ધન

મત્સ્ય-સંવર્ધન : નદી, તળાવ જેવાં જળાશયોમાંથી મત્સ્યબીજ એકઠાં કરીને, તેમજ અન્ય આંતરપ્રદેશીય જળાશયોમાં મત્સ્ય-બીજનું ઉત્પાદન કરી, બીજના ઉછેરથી પુખ્ત માછલી પ્રાપ્ત કરવાની યોજના. મત્સ્યઉદ્યોગની ર્દષ્ટિએ અગત્યની ગણવામાં આવતી મીઠાં જળાશયોની મોટા ભાગની માછલીઓ સંવનનકાળ દરમિયાન લાખો કે કરોડોની સંખ્યામાં ઈંડાં મૂકતી હોય છે. ઈંડાંનાં ફલનથી વિવિધ જળાશયોમાં જન્મેલાં બચ્ચાંને પકડીને…

વધુ વાંચો >

મત્સ્યાલય

મત્સ્યાલય (aquarium) : શોખને ખાતર અથવા તો પ્રદર્શનાર્થે ખોલવામાં આવતાં જલજીવોનાં સંગ્રહસ્થાનો. આ મત્સ્યાલયો સાવ નાની બરણી (bowl) અને કાચની ટાંકી(glass tanks)ઓથી માંડીને મોટાં જળાશયો કે જળાશયોના સમૂહો ધરાવતાં હોય છે. આમ તો સેંકડો વર્ષોથી માનવી ખોરાક માટે માછલીઓને ખાસ બનાવેલ જળાશયમાં રાખતો આવ્યો છે. અઢારમી સદીની શરૂઆતમાં શોખને ખાતર…

વધુ વાંચો >

મત્સ્યોદ્યોગ (Fisheries)

મત્સ્યોદ્યોગ (Fisheries) આર્થિક ર્દષ્ટિએ અગત્યના જલજ સજીવોનાં ઉત્પાદન, વેચાણ સાથે સંકળાયેલ ઔદ્યોગિક સાહસ (enterprise). માછલી, જિંગા, કરચલા, છીપ જેવા જલજીવો માનવીનો અગત્યનો ખોરાક બને છે. મોતીછીપ જેવાં પ્રાણીઓ ખોરાક તરીકે તો ઉપયોગી થાય જ છે, ઉપરાંત આર્થિક ર્દષ્ટિએ અગત્યનું એવું મોતીનું ઉત્પાદન પણ કરી આપે છે. વળી છીપલાંનું પણ ઉત્પાદન…

વધુ વાંચો >

મધિયો

મધિયો (Honey Buzzard) : મધ પર નભતું ગુજરાતનું અતિ સામાન્ય પંખી. તેનું શાસ્ત્રીય નામ Pernis Apivorus છે. તેનો સમાવેશ Falconformes વર્ગ અને Accipitvidae કુળમાં થાય છે. તેનું કદ સમડી કરતાં થોડું મોટું એટલે લગભગ 67 સેમી. જેટલું હોય છે. નર અને માદાનો રંગ સરખો હોય છે. તેનો રંગ કથ્થાઈ ભૂખરો…

વધુ વાંચો >