Zoology

પ્લવકો (planktons)

પ્લવકો (planktons) : દરિયો, તળાવ કે અન્ય કોઈ પણ જળાશયમાં પાણીના પ્રવાહ સાથે, વિવિધ સ્તરે આમતેમ ઠસડાઈને તરતા સૂક્ષ્મ જીવો. કેટલાક સૂક્ષ્મ જીવો પાણીમાં સ્વતંત્ર રીતે તરી શકે છે; પરંતુ પાણીના પ્રવાહ સામે તણાઈ જતાં પોતાની જાતને અટકાવી શકે તેટલું સામર્થ્ય પ્લવકોમાં હોતું નથી. કેટલાંક પ્લવકો સંપૂર્ણ જિંદગી પાણીમાં તરીને…

વધુ વાંચો >

પ્લાસ્મિડ

પ્લાસ્મિડ : કોષના મુખ્ય DNA સૂત્રથી અલગ પરંતુ સંજનીન(genome)ના ભાગ રૂપે સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતો DNAનો ટુકડો. તેમાં આવેલા જનીનિક ઘટકો કુળ સંજનીનો(genome)ના 1થી 3% જેટલા હોય છે. પ્લાસ્મિડોનું થતું પુનરાવૃત્તિ(replication)નિર્માણ મુખ્ય DNA સૂત્રના નિર્માણથી સ્વતંત્ર હોય છે. કોષમાં આવેલા ઉત્સેચકોની મદદથી પ્લાસ્મિડની પુનરાવૃત્તિની પ્રક્રિયા થતી હોય છે. પ્લાસ્મિડો મોટાભાગના સૂક્ષ્મ…

વધુ વાંચો >

પ્લૅંક્ટન

પ્લૅંક્ટન : જુઓ પ્લવકો

વધુ વાંચો >

ફલન (પ્રાણીશાસ્ત્ર)

ફલન (પ્રાણીશાસ્ત્ર) : નર અને માદા જનનકોષોમાં થતી સંયોજનની પ્રક્રિયા. સામાન્યપણે બહુકોષીય સજીવોના બે પ્રજનકો હોય છે : નર અને માદા. આ બંને પ્રજનકો એક જ જાતિ(species)નાં હોય છે, તેમના કોષોમાં આવેલી રંગસૂત્રોની સંખ્યા સરખી હોય છે અને તેમનાં મૂળભૂત લક્ષણો પણ એકસરખાં હોય છે; પરંતુ રંગસૂત્રોના વિશિષ્ટ બિંદુપથ પર…

વધુ વાંચો >

ફૉસ્ફરસ-ચક્ર

ફૉસ્ફરસ-ચક્ર : નિવસનતંત્રના સજીવ અને નિર્જીવ ઘટક વચ્ચે થતા ફૉસ્ફરસના વિનિમયની ચક્રીય પ્રક્રિયા. ફૉસ્ફરસ વનસ્પતિ અને પ્રાણીજીવન માટે આવશ્યક ખનિજતત્ત્વ છે, કારણ કે તે જીવરસનું મહત્વનું બંધારણીય ઘટક છે. ફૉસ્ફરસ-ચક્ર દરમિયાન ફૉસ્ફરસનું જીવમંડળ (biosphere) કે જીવંત સૃષ્ટિમાં કાર્બનિક સ્વરૂપમાં પરિવહન થાય છે, અને પુનશ્ચક્રણ માટે અકાર્બનિક સ્વરૂપે ફરીથી રૂપાંતર થાય…

વધુ વાંચો >

ફ્રિશ, કાર્લ ફૉન

ફ્રિશ, કાર્લ ફૉન (જ. 20 નવેમ્બર 1886, વિયેના; અ. 12 જૂન 1982, મ્યૂનિક) : નિષ્ણાત પ્રાણીશાસ્ત્રી. તેમણે મધમાખીઓ વચ્ચે પરસ્પર સંદેશાની આપ-લે કરવા આદરેલા અભ્યાસને પરિણામે જંતુઓના રસાયનસંબંધી તેમજ ર્દષ્ટિને લગતા સંદેશગ્રાહકો – સંદેશવાહકો(sensors)ના ક્ષેત્રની જાણકારી વિશે પ્રશસ્ય યોગદાન થયું. શરીરરચનાવિજ્ઞાન કે ઔષધવિજ્ઞાનના ક્ષેત્રે તેમને (કૉનરૅડ લૉરેન્ઝ તથા નિકોલસ ટિંબરજનના…

વધુ વાંચો >

બકરાં

બકરાં આર્થિક ર્દષ્ટિએ એક અગત્યનું સસ્તન પ્રાણી. પાલતુ બકરાંનો સમાવેશ પશુધન(live stock)માં કરવામાં આવે છે. માનવી માટે તેનું દૂધ પૌષ્ટિક ખોરાકની ગરજ સારે છે, માંસાહારીઓ માટે તેનું માંસ સ્વાદિષ્ટ ગણાય છે, જ્યારે તેના વાળમાંથી પહેરવા માટેનાં ગરમ કપડાં, ઓઢવા માટેનાં કામળી, ધાબળા અને શાલ તેમજ ગાલીચાઓ જેવી ચીજો બનાવાય છે.…

વધુ વાંચો >

બગલું

બગલું : જળાશયોની આસપાસ, કાદવ, ખેડાતી જમીન કે ગાય, ભેંસ જેવાં ઢોરના પગ વચ્ચે અહીંતહીં ભમતું, અણીદાર ચાંચ અને લાંબા પગ ધરાવતું પક્ષી. આ પક્ષીઓમાંનાં કેટલાંક એકલચર હોય છે, જ્યારે બીજાં, ટોળામાં ફરતાં હોય છે. બગલાંની ગણના સિકૉનીફૉર્મિસ શ્રેણીના આર્ડિડે કુળમાં થાય છે. બગલાંની 17 પ્રજાતિઓ અને આશરે 60 જેટલી…

વધુ વાંચો >

બતક

બતક (duck) : જલાભેદ્ય પીંછાં, તરવા માટે આંગળી વચ્ચે પાતળી ચામડી (web) વડે સંધાયેલ પગ અને પ્રમાણમાં લાંબી ડોકવાળું જળચર પક્ષી. બતકનો સમાવેશ એન્સેરીફૉર્મિસ શ્રેણીના એનાટિડે કુળમાં થાય છે. બતક ઉપરાંત હંસ (goose) અને રાજહંસ (swan) પણ એનાટિડે કુળનાં પક્ષીઓ છે; પરંતુ પ્રમાણમાં બતકની ડોક ટૂંકી, ચાંચ વધારે ચપટી હોવા…

વધુ વાંચો >

બપૈયો

બપૈયો (Common Hawk Cuckoo) : ભારતનું નિવાસી સ્થાનિક યાયાવર પંખી. તેનું કદ હોલા-કબૂતર જેવડું, 21 સેમી. જેટલું હોય છે. તે રંગે આબાદ શકરા જેવો હોય છે. નર અને માદાનો રંગ એકસરખો હોય છે. ચાંચ સીધી, અણી આગળ સહેજ વળેલી હોય છે. માથું અને પાંખ ઉપરથી રાખોડી અને નીચેથી સફેદ હોય…

વધુ વાંચો >