World history
ડલહાઉસી, લૉર્ડ જેમ્સ અડ્ર્યૂ બ્રૂન રામ્સે
ડલહાઉસી, લૉર્ડ જેમ્સ અડ્ર્યૂ બ્રૂન રામ્સે (જ. 22 એપ્રિલ 1812, ડલહાઉસી કૅસલ, સ્કૉટલૅન્ડ; અ. 19 ડિસેમ્બર 1860, ડલહાઉસી કૅસલ, સ્કૉટલૅન્ડ) : ભારતના ગવર્નર-જનરલ અને બ્રિટિશ મુત્સદ્દી. તેમણે હૅરો સ્કૂલ અને ઑક્સફર્ડની ક્રાઇસ્ટચર્ચ કૉલેજમાં અભ્યાસ કર્યો હતો. 1837માં તે આમસભામાં ચૂંટાયા; પરંતુ 1838માં પિતાના મૃત્યુ પછી ડલહાઉસીનું ઉમરાવપદ વારસામાં મળતાં તે…
વધુ વાંચો >ડલાસ
ડલાસ : યુ.એસ.ના ટૅક્સાસ રાજ્યમાં આવેલું મહત્ત્વનું ઔદ્યોગિક અને વ્યાપારી નગર તથા સાંસ્કૃતિક કેન્દ્ર. ભૌગોલિક સ્થાન : 32o 46’ ઉ. અ. અને 96o 47’ પ. રે.. ટૅક્સાસ રાજ્યની ઈશાનમાં આવેલું આ નગર ડલાસ પરગણાનું મુખ્ય વહીવટી મથક છે. મેક્સિકોના અખાતથી આશરે 400 કિમી. અંતરે આવેલું આ શહેર સમુદ્રસપાટીથી 132–216 મી.…
વધુ વાંચો >ડાઉસન, જૉન
ડાઉસન, જૉન (જ. 1820, અક્સબ્રિજ, ઇંગ્લૅન્ડ; અ. 23 ઑગસ્ટ 1881) : પ્રાચ્યવિદ્યાવિશારદ અને ઇતિહાસકાર. તેમના કાકા એડવિન નૉરિસ પાસેથી પૂર્વના દેશોની ભાષાઓ શીખ્યા. તેમણે થોડાં વરસ કાકાને રૉયલ એશિયાટિક સોસાયટીમાં મદદ કરી. ત્યારબાદ ડાઉસન હેઇલિબરીમાં ટ્યૂટર તરીકે રહ્યા અને છેલ્લે 1855માં યુનિવર્સિટી કૉલેજ, લંડન તથા સ્ટાફ કૉલેજ, સૅન્ડહર્સ્ટમાં હિંદુસ્તાની ભાષાના…
વધુ વાંચો >ડાકર
ડાકર : પશ્ચિમ આફ્રિકામાં કેપવર્ડ દ્વીપકલ્પના દક્ષિણ છેડે આટલાંટિક કિનારે આવેલું સેનેગલનું પાટનગર અને મહત્વનું બંદર. ભૌગોલિક સ્થાન : 15° ઉ. અ., 17°–30´ પ. રે.. ગાંબિયા અને સેનેગલ નદીઓના મુખપ્રદેશ વચ્ચે તે આવેલું છે. વોલોફ લોકોની ભાષાના શબ્દ તથા લેબ્રુ લોકોના આ જ નામના ગામ ‘ડાકહર’ ઉપરથી આ નામ પડ્યું…
વધુ વાંચો >ડાયોડોટસ 1લો
ડાયોડોટસ 1લો : ઈ. સ. પૂ.ની ત્રીજી સદીના ઉત્તરાર્ધમાં થઈ ગયેલો બૅક્ટ્રિયા(બાહલિક)નો યવન (યુનાની) રાજવી. મહાન સિકંદરના સામ્રાજ્યના ભાગલા પડતાં એમાંના એશિયાઈ મુલકો પર યવન વિજેતા સેલુકની સત્તા જામી. એના પૌત્ર અંતિયોક 2જાના સમય (ઈ. સ. પૂ. 261–246) દરમિયાન એમાંના પહલવ (પર્થિય) અને બાહલિક (બૅક્ટ્રિયા) પ્રાંતોએ સેલુક વંશની સત્તાથી સ્વતંત્ર…
વધુ વાંચો >ડાયોડોટસ 2જો
ડાયોડોટસ 2જો : બૅક્ટ્રિયા(બાહલિક)ના યવન (યુનાની) રાજા ડાયોડોટસ 1લાનો પુત્ર અને ઉત્તરાધિકારી. એ ઈ. સ. પૂ. ત્રીજી સદીના મધ્ય ભાગમાં થયો. એનો પ્રદેશ અફઘાનિસ્તાનના ઉત્તર ભાગમાં આવેલો હતો. ડાયોડોટસ 2જાએ સેલુક સામ્રાજ્યમાંથી ઉત્તર ઈરાનમાંના પહલવ પ્રદેશમાં સ્વતંત્ર રાજ્ય સ્થાપનાર અરસાકીસ સાથે સંધિ કરી પોતાની રાજસત્તાને ર્દઢ કરી. ડાયોડોટસ 2જાનો ઉત્તરાધિકાર…
વધુ વાંચો >ડાલ્સ, જી. એફ.
ડાલ્સ, જી. એફ. (જ. 1927; અ. 18 એપ્રિલ 1992) : વિખ્યાત અમેરિકન પુરાતત્વવેત્તા. તેમનું સમગ્ર જીવન પુરાવસ્તુનાં વિવિધ ક્ષેત્રોનાં અન્વેષણો અને પ્રકાશનોમાં વીત્યું છે. 1953માં યુનિવર્સિટી ઑવ્ પેન્સિલવેનિયામાં તે જોડાયા અને મેસોપોટેમિયાની પૂતળીઓ વિશે પીએચ.ડી.નો મહાનિબંધ લખ્યો. 1957થી 1959 સુધી તેઓ બગદાદ સ્કૂલમાં હતા ત્યાં અબ્બાસ બંદરના વિસ્તારમાં અને પાકિસ્તાનના…
વધુ વાંચો >ડિઝરાયલી, બેન્જામિન
ડિઝરાયલી, બેન્જામિન (જ. 21 ડિસેમ્બર 1804, લંડન; અ. 19 એપ્રિલ 1881, લંડન) : ઇંગ્લૅન્ડનો પ્રતિભાશાળી રાજપુરુષ અને સાહિત્યકાર. જન્મ ઇટાલિયન યહૂદી કુટુંબમાં થયો હતો. દાદા સ્થળાંતર કરીને ઇટાલીથી ઇંગ્લૅન્ડ ગયેલા. બેન્જામિને ક્લાર્ક તરીકે જીવનનો આરંભ કરી, શૅરના સટ્ટામાં મોટી ખોટ ખાધી તથા ‘રિપ્રેઝેન્ટેટિવ’ વર્તમાનપત્ર શરૂ કર્યું. તેમાં પણ નિષ્ફળતા મળી.…
વધુ વાંચો >ડિસ્કવરી ઑવ્ ઇન્ડિયા, ધ
ડિસ્કવરી ઑવ્ ઇન્ડિયા, ધ (1945) : જવાહરલાલ નહેરુએ પોતાની સાંસ્કૃતિક ખોજના સંદર્ભમાં લખેલો પ્રસિદ્ધ અંગ્રેજી ગ્રંથ. 1944ના એપ્રિલથી સપ્ટેમ્બર સુધીના પાંચ મહિના દરમિયાન તેમણે અહમદનગરના કિલ્લાની જેલમાં આ પુસ્તક લખ્યું હતું. અગાઉ તેમણે પુત્રી ઇન્દિરાને લખેલ પત્રો રૂપે ‘ગ્લિમ્પ્સિઝ ઑવ્ વર્લ્ડ હિસ્ટરી’ તથા ‘આત્મકથા’ આપ્યાં હતાં. આ ગ્રંથમાં શરૂઆતનાં બે…
વધુ વાંચો >ડીઓગો, લોપ્સ દ સિક્વેરા
ડીઓગો, લોપ્સ દ સિક્વેરા : ગોવાનો પોર્ટુગીઝ વાઇસરૉય – ગવર્નર (1518–1521). તેને લિસ્બનથી ખાસ આદેશ આપવામાં આવ્યો હતો કે તેણે દીવ પર કબજો જમાવી ત્યાં કિલ્લો બાંધવો, કારણ કે દીવ એડન-હોરમઝને ગોવા સુધી સાંકળનાર મહત્વનું સમૃદ્ધ વ્યાપારી કેન્દ્ર હતું. મલિક અયાઝના ગવર્નરપદ હેઠળ 1500થી દીવની સમૃદ્ધિમાં વધારો થયો હતો. મલિક…
વધુ વાંચો >