World history
ટાન્ઝાનિયા
ટાન્ઝાનિયા : પૂર્વ આફ્રિકામાં આવેલું પ્રજાસત્તાક રાજ્ય. ભૌગોલિક સ્થાન 6o 00´ દ. અ. અને 35o 00´ પૂ. રે.ની આજુબાજુનો વિસ્તાર. પૂર્વ આફ્રિકાની મુખ્ય ભૂમિ પર આવેલા ટાંગાનિકા અને હિંદી મહાસાગરના કિનારા નજીક આવેલા ઝાંઝીબાર અને પેમ્બા ટાપુઓના રાજ્યને એકત્ર કરીને 1964ની 26મી એપ્રિલે આ રાજ્યની રચના કરવામાં આવી. સ્થાન :…
વધુ વાંચો >ટાર્ક્વિન (ટાર્ક્વિનિયસ)
ટાર્ક્વિન (ટાર્ક્વિનિયસ) : એટ્રુસ્કન રાજવંશના સાતમા અને પ્રાચીન રોમના છેલ્લા રાજા. તે છઠ્ઠા રાજા સર્વિયસ ટુલિયસના જમાઈ અને અનુગામી હતા. તેમના સસરાનું ખૂન કરીને તેઓ ગાદીએ આવ્યા હતા એમ કહેવાય છે. તેમના દાદા ટાર્ક્વિનિયસ લુસિયસ (ઈ. સ. પૂ. 616થી 578) હતા. પ્રિસ્કસનો પુત્ર ટાર્ક્વિનિયસ સુપરબસ લુસિયસ (શાસનકાળ ઈ. સ. પૂ.…
વધુ વાંચો >ટેન, ઈપોલિટ ઍડૉલ્ફ
ટેન, ઈપોલિટ ઍડૉલ્ફ (જ. 21 એપ્રિલ 1828, વૂઝિયર, આર્દેન, ફ્રાંસ; અ. 5 માર્ચ 1893, પૅરિસ) : ફ્રેંચ ઇતિહાસકાર, વિવેચક અને ફિલસૂફ. પ્રત્યક્ષજ્ઞાનવાદ (positivism) અને ટેન એકમેકના પર્યાય બની ગયા છે. કૉલેજ બોર્બોન અને પૅરિસના ઇકોલ નૉર્મલમાં શિક્ષણ. સોર્બોન યુનિવર્સિટીમાં તેમનો ડૉક્ટરેટ માટેનો મહાનિબંધ લે સેન્સેશન્સ (ધ સેન્સેશન્સ) (1856) તેમાંના ભૌતિકવાદી…
વધુ વાંચો >ટેરી, એડવર્ડ
ટેરી, એડવર્ડ (જ. 1590, કેન્ટ, ઇંગ્લૅન્ડ; અ. 8 ઑક્ટોબર 1660, ગ્રીનફર્ડ) : અંગ્રેજ પ્રવાસી. 1614માં વિદેશનો પ્રવાસ શરૂ કર્યો. લંડનની ઈસ્ટ ઇન્ડિયા કંપનીનાં લશ્કરી વહાણોના કાફલાના વડા તરીકે 1615–1616માં ભારત આવેલો. મુઘલ વંશની પાદશાહતના દરબારમાંના એલચી સર ટૉમસ રોની ભલામણથી તે લશ્કરી પલટણનો વડો નિમાયો. તેણે ભારત-ભ્રમણ કરેલું. માંડવામાં પડાવ…
વધુ વાંચો >ટૅસિટસ
ટૅસિટસ (જ. આશરે ઈ. સ. 56; અ. આશરે 120) : પ્રાચીન રોમનો લિવી પછીનો મહત્વનો ઇતિહાસકાર. તેણે છેક પ્રાચીન યુગથી પોતાના સમય સુધીનો રોમનો ઇતિહાસ લખેલો છે. તેમાં તેણે રોમની રાજકીય સંસ્થાઓ, તેમના મુખ્ય આગેવાનો, તેમની વચ્ચેના સંઘર્ષો વગેરેનો આપેલો અહેવાલ ઘણોખરો વાસ્તવિક છે. આમ છતાં, તેણે પોતાના વિવરણમાં ઉમરાવવર્ગ…
વધુ વાંચો >ટોકુગાવા
ટોકુગાવા : જાપાનનું એક શાસક કુટુંબ. 1192માં જાપાનના શહેનશાહે મિનામોટો યોરીટોમો નામના એક શક્તિશાળી લશ્કરી સેનાપતિને ‘શોગુન’(દેશરક્ષક)નો ઇલકાબ આપી તેને દેશના વહીવટ અને રક્ષણનું કામ સોંપ્યું હતું. એ પછી ‘શોગુન’ની સત્તા અને પ્રભાવ વધવા લાગ્યાં. એનો ઇલકાબ વંશપરંપરાનો બન્યો. યોરીટોમો પછી આશિકાગા અને હિદેયોશી નોંધપાત્ર શોગુનો થયા. 1603માં હિદેયોશીને દૂર…
વધુ વાંચો >ટોજો, હિડેકી
ટોજો, હિડેકી (જ. 30 ડિસેમ્બર 1884, ટોકિયો; અ. 23 ડિસેમ્બર 1948, ટોકિયો) : બીજા વિશ્વયુદ્ધ દરમિયાન જાપાનના વડાપ્રધાન અને લશ્કરના સેનાપતિ. લશ્કરી સ્ટાફ કૉલેજમાંથી 1915માં ઉત્તીર્ણ થયા હતા. તે ચુસ્ત અને કુશળ વહીવટકર્તા તથા યુદ્ધક્ષેત્રના કાબેલ સેનાપતિ હતા. 1937માં મંચૂરિયામાંના ક્વાન્ટુંગ લશ્કરના તે સેનાપતિ હતા. પૂર્વ એશિયામાં જાપાને જરૂર પડે…
વધુ વાંચો >ટૉયન્બી, આર્નોલ્ડ જૉસેફ
ટૉયન્બી, આર્નોલ્ડ જૉસેફ (જ. 14 એપ્રિલ 1889, લંડન; અ. 22 ઑક્ટોબર 1975, યૉર્ક, ઇંગ્લૅન્ડ) : જગવિખ્યાત અંગ્રેજ ઇતિહાસચિંતક અને ‘એ સ્ટડી ઑવ્ હિસ્ટરી’ના લેખક. લંડનમાં મધ્યમવર્ગીય રૂઢિચુસ્ત ઍગ્લિકન ખ્રિસ્તી કુટુંબમાં જન્મેલા ટૉયન્બીએ તેમનો અભ્યાસ વિન્ચેસ્ટર શાળામાં અને ઑક્સફર્ડ યુનિવર્સિટીની બીલિયલ કૉલેજ તેમજ ઍથેન્સની ધ બ્રિટિશ આર્કિયૉલૉજિકલ સ્કૂલમાં કર્યો હતો. 1912–15…
વધુ વાંચો >ટૉલેમી રાજવંશ
ટૉલેમી રાજવંશ : ઇજિપ્તના ગ્રીક (મેસિડોનિયન) રાજવીઓનો ઈ. સ. પૂ. 323થી ઈ. સ. પૂ. 30 વચ્ચેનો રાજવંશ. ઇજિપ્તમાં ટૉલેમી વંશના રાજવીઓને ફેરોના અનુગામી દેવવંશી ગણવામાં આવતા. આ વંશના ટૉલેમી 1થી ક્લિયોપેટ્રા સાતમી અને તેનો પુત્ર ટૉલેમી 15 સુધીના રાજવીઓ થઈ ગયા. આ વંશનો મૂળ પુરુષ ટૉલેમી પહેલો સોટર મેસિડોનિયાનો વતની…
વધુ વાંચો >ટૉલ્સ્ટૉય, લિયો નિકોલાયવિચ
ટૉલ્સ્ટૉય, લિયો નિકોલાયવિચ (જ. 9 સપ્ટેમ્બર 1828; અ. 20 નવેમ્બર 1910) : રશિયન નવલકથાકાર, ચિંતક, નાટકકાર. મૉસ્કોથી 200 કિમી. દૂર દક્ષિણમાં આવેલી યાસ્નાયા પોલ્યાનાની, વારસામાં મળેલી, દેવાથી ડૂબેલી કુટુંબની જાગીરને તારવા ટૉલ્સ્ટૉયના પિતાએ અત્યંત શ્રીમંત નબીરાની અનાકર્ષક અને પોતાનાથી પાંચ વર્ષ મોટી પ્રિન્સેસ મારિયા સાથે લગ્ન કરેલું. ટૉલ્સ્ટૉય પિતાનું ચોથું…
વધુ વાંચો >