World history
ગ્રૅકાઈ ભાઈઓ
ગ્રૅકાઈ ભાઈઓ : રોમના ટાઇબેરિયસ અને ગેયસ નામના બે ભાઈઓ સેમ્પ્રોનિયસ ગ્રૅકસ અને કૉર્નેલિયાના પુત્રો હતા. તેઓ મહત્વાકાંક્ષી, નીડર, પ્રામાણિક અને પ્રખર વક્તા હતા. શહેરમાં વસ્તીનો ભરાવો, લશ્કરમાં શિથિલતા, લાંચરુશવત તથા ગુલામી નિવારવા માટે ગરીબોમાં જમીન-વહેંચણી કરવાનું અનિવાર્ય છે જેવા મુદ્દાઓ વિશે તેઓ ચર્ચા કરતા હતા. ઈ. સ. પૂ. 133માં…
વધુ વાંચો >ગ્લૅડસ્ટન, વિલિયમ એવર્ટ
ગ્લૅડસ્ટન, વિલિયમ એવર્ટ (જ. 29 ડિસેમ્બર 1809, લિવરપૂલ; અ. 19 મે 1898, ફિલન્ટશાયર, વેલ્સ) : ઓગણીસમી સદીના ઇંગ્લૅન્ડમાં ચાર વખત વડાપ્રધાન બનનાર, ઉદારમતવાદી, સુધારાવાદી રાજનીતિજ્ઞ. ઈટન અને ઑક્સફર્ડમાં શિક્ષણ પ્રાપ્ત કર્યું હતું; તેમની શૈક્ષણિક કારકિર્દી અત્યંત તેજસ્વી હતી. 1832માં તેમણે એ સમયના ટોરી (રૂઢિચુસ્ત) પક્ષના નેતા સર રૉબર્ટ પીલના અનુયાયી…
વધુ વાંચો >ઘાલી, બુતરસ બુતરસ
ઘાલી, બુતરસ બુતરસ (જ. 14 નવેમ્બર 1922, કૅરો, ઇજિપ્ત; અ. 16 ફેબ્રુઆરી 2016, કૅરો, ઇજિપ્ત) : ઇજિપ્તના અગ્રણી રાજનીતિજ્ઞ તથા સંયુક્ત રાષ્ટ્રસંઘના છઠ્ઠા મહામંત્રી. ઇજિપ્તની કુલ વસ્તીમાં માત્ર 10 %નું પ્રમાણ ધરાવતી ખ્રિસ્તી લઘુમતી કોમમાં જન્મ. 1946માં કૅરો યુનિવર્સિટીમાંથી કાયદાશાસ્ત્રની પદવી મેળવ્યા પછી 1949માં પૅરિસ યુનિવર્સિટીમાંથી રાજ્યશાસ્ત્ર તથા આંતરરાષ્ટ્રીય કાયદામાં…
વધુ વાંચો >ચાઇલ્ડ, વી. ગૉર્ડન
ચાઇલ્ડ, વી. ગૉર્ડન (જ. 14 એપ્રિલ 1892, સિડની, ઑસ્ટ્રેલિયા; અ. 19 ઑક્ટોબર 1957, ઑસ્ટ્રેલિયા) : વિશ્વના પ્રાગૈતિહાસિક ક્ષેત્રના વિદ્વાન. સિડની અને ઑક્સફર્ડમાં તેમણે અભ્યાસ કર્યો હતો. 1927માં તે એડિનબરો યુનિવર્સિટીમાં પ્રાગૈતિહાસિક પુરાવસ્તુવિદ્યાના પ્રથમ ઍબરક્રૉમ્બી પ્રોફેસર તરીકે નિમાયા. તેમણે સ્કૉટલૅન્ડ અને ઉત્તર આયર્લૅન્ડમાં ઉત્ખનન કર્યાં છે. તે પૈકી સ્કારા બ્રાસેબ્રેનું તેમનું…
વધુ વાંચો >ચીન
ચીન ભારતની ઉત્તરે આવેલો પ્રાચીન સંસ્કૃતિ અને સુદીર્ઘ ઇતિહાસ ધરાવતો દેશ. ભૌગોલિક સ્થાન, વિસ્તાર અને સીમા : ચીનનો વિસ્તાર ઉત્તર ગોળાર્ધમાં 18° ઉ. અ.થી 53° ઉ. અક્ષાંશ વચ્ચે આવેલો છે. આ રીતે તેનો દક્ષિણ તરફનો ભાગ ઉષ્ણ કટિબંધની આબોહવાવાળો અને મધ્ય તથા ઉત્તર તરફનો ભાગ સમશીતોષ્ણ કટિબંધની આબોહવાવાળો છે. 74°…
વધુ વાંચો >ચીન-જાપાન યુદ્ધ
ચીન-જાપાન યુદ્ધ : ચીન અને જાપાન વચ્ચે થયેલાં બે યુદ્ધો : (1) 1894–95 (2) 1937. (1) ચીન–જાપાન યુદ્ધ (1894–95) : ઈ. સ. 1853માં જાપાનમાં અમેરિકાના નૌકાદળના અમલદાર કોમોડોર પેરીના આગમન સાથે જાપાનનાં બંધ દ્વાર પાશ્ચાત્ય રાષ્ટ્રોના વેપાર માટે ખુલ્લાં મુકાયાં અને સાથે જ જાણે કે તેની પ્રગતિનાં દ્વાર પણ ખૂલ્યાં.…
વધુ વાંચો >ચુ યુઆન ચાંગ
ચુ યુઆન ચાંગ : મધ્યકાલીન ચીનના પ્રખ્યાત મિંગ રાજવંશનો સ્થાપક. મધ્યયુગમાં ચીન થોડા સમય માટે (ઈ. સ. 1280–1368) વિદેશી મૉંગોલોના તાબા નીચે રહ્યું હતું. કુબ્લાઇખાન આ મૉંગોલોનો સૌથી શક્તિશાળી શાસક હતો; પરંતુ તેમની પછીના મૉંગોલ શાસકો નિર્બળ નીવડતાં, ચુ યુઆન ચાંગે તેમની સામેના લોક-બળવાની આગેવાની લઈને તેમને દેશમાંથી હાંકી કાઢ્યા…
વધુ વાંચો >ચેક પ્રજાસત્તાક
ચેક પ્રજાસત્તાક : યુરોપના મધ્યભાગમાં આવેલો દેશ. ભૌગોલિક સ્થાન : તે 48° 23’થી 51° 03’ ઉ. અ. અને 12° 5’થી 19° 58’ પૂ. રે.ની વચ્ચેનો આશરે 78,866 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે જર્મની અને પોલૅન્ડ, પૂર્વ તરફ પોલૅન્ડ અને સ્લોવાકિયા, દક્ષિણે ઑસ્ટ્રિયા તથા પશ્ચિમે જર્મની આવેલાં છે.…
વધુ વાંચો >ચેચન્યા
ચેચન્યા : સામાન્ય રીતે ‘ચેચન્યા’ નામથી ઓળખાતું ચેચેન પ્રજાસત્તાક. ભૌગોલિક સ્થાન : તે 43° 20’ ઉ. અ. અને 45° 42’ પૂ. રે.ની આજુબાજુનો 15,300 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તે ઈચકેરિયા, ચેચેનિયા કે નૉક્સિયન નામોથી પણ ઓળખાય છે. તે ચારે બાજુ રશિયાઈ સમવાયતંત્રના પ્રદેશોથી ઘેરાયેલું છે. તેની ઉત્તર તરફ…
વધુ વાંચો >ચૅલ્ડિયન સમ્રાટો
ચૅલ્ડિયન સમ્રાટો : સેમિટિક જાતિના શાસકો. તેઓ શરૂઆતમાં ઈરાની અખાત પાસે વસતા, પરંતુ તે પછી ત્યાંથી ખસીને યુફ્રેટીસ તથા ટાઇગ્રિસ નદીઓ વચ્ચેના ફળદ્રુપ પ્રદેશ(જે પહેલાં મેસોપોટેમિયા તરીકે અને અત્યારે ઇરાક તરીકે ઓળખાય છે)માં દક્ષિણ બૅબિલોનમાં વસ્યા. અહીં તેમના નેબોપોલેસાર નામના સેનાપતિએ સ્વતંત્ર ચૅલ્ડિયન રાજ્યની સ્થાપના કરી. તેણે મીડિયાના લોકોનો સાથ…
વધુ વાંચો >