Urdu literature
અન્સારી, અસલૂબ એહમદ
અન્સારી, અસલૂબ એહમદ (જ. 1925, દિલ્હી; અ. 2 મે 2016, અલીગઢ) : ઉર્દૂના નામી વિવેચક. તેમનો ‘ઇકબાલ કી તેરહ નઝમે’ નામના વિવેચનગ્રંથને 1980ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો હતો. તેઓ અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાંથી બી.એ. તથા એમ.એ.ની બંને પરીક્ષામાં સૌપ્રથમ ક્રમે રહ્યા હતા. ત્યારબાદ ઑક્સફર્ડ યુનિવર્સિટીની ‘ઑનર સ્કૂલ ઑવ્ ઇંગ્લિશ…
વધુ વાંચો >અન્સારી, મુખ્તાર અહમદ (ડૉ.)
અન્સારી, મુખ્તાર અહમદ (ડૉ.) (જ. 25 ડિસે. 1880, યુસૂફપુર. ઉત્તરપ્રદેશ; અ. 10 મે 1936, ન્યુ દિલ્હી) : ભારતના એક રાષ્ટ્રવાદી મુસ્લિમ નેતા. પિતાનું નામ હાજી અબ્દુલ રહેમાન અને માતાનું નામ ઇલ્હાનબીબી. લગ્ન 1899માં શમ્સુન્નિસા બેગમ સાથે થયેલું. મદ્રાસ મેડિકલ કૉલેજના સ્નાતક થયા બાદ તેઓ નિઝામ સ્ટેટ શિષ્યવૃત્તિ મેળવી વધુ અભ્યાસ…
વધુ વાંચો >અબ્બાસ ખ્વાજા અહમદ
અબ્બાસ, ખ્વાજા અહમદ (જ. 7 જૂન 1914, પાનીપત, હરિયાણા; અ. 1 જૂન 1987, મુંબઈ, મહારાષ્ટ્ર) : પત્રકાર અને ચિત્રપટકથાલેખક. પ્રાથમિક શિક્ષણ પાણીપતમાં, ઉચ્ચ શિક્ષણ અલીગઢ વિશ્વવિદ્યાલયમાં. વિદ્યાર્થીકાળ દરમ્યાન ‘અલીગઢ ઓપિન્યન’ નામનું તે સંસ્થાનું મુખપત્ર શરૂ કરેલું. કારકિર્દીના આરંભમાં કેટલોક સમય ‘હિન્દુસ્તાન ટાઇમ્સ’માં કામ કર્યું. 1935માં તેઓ ‘બૉમ્બે ક્રૉનિકલ’માં જોડાયા. તેમાં…
વધુ વાંચો >અમાનત લખનવી
અમાનત લખનવી (જ. 1 જાન્યુઆરી 1815, લખનૌ, ઉત્તરપ્રદેશ; અ. 1 જાન્યુઆરી 1858, લખનૌ, ઉત્તરપ્રદેશ) : ઉર્દૂ સાહિત્યકાર. મૂળ નામ આગા હસન અમાનત. પિતા મીર આગા રિઝવી. બાળપણથી કાવ્ય રચવાનો શોખ હતો. ‘અમાનત’ તખલ્લુસ રાખેલું. લખનૌના નવાબી વાતાવરણમાં તેમણે મરસિયા કહેવાનું શરૂ કર્યું. ઝુન્નુલાલ ‘મિયાંદિલગીર’ની પાસેથી કવિતાની બાબતમાં માર્ગદર્શન મેળવ્યું. મરસિયા…
વધુ વાંચો >અમીર મીનાઈ
અમીર મીનાઈ (જ. 21 ફેબ્રુઆરી 1829, લખનૌ, ઉ.પ્ર.; અ. 13 ઑક્ટોબર 1900, હૈદરાબાદ) : ઉર્દૂ ગઝલકાર. મૂળ નામ મુનશી અમીર અહમદ. ‘અમીર’ તખલ્લુસ. પિતાનું નામ કરમ મોહંમદ. લખનૌના સુપ્રસિદ્ધ ઓલિયા હજરત મખદૂમશાહ મીનાઈના તેઓ શિષ્ય હતા. તેથી ‘અમીર મીનાઈ’ના નામે જાણીતા છે. ઉર્દૂ ગઝલની શિષ્ટ (classical) પરંપરાના અંતિમ ચરણના તેઓ…
વધુ વાંચો >અરબોની જહાજરાની આઝમગઢ
અરબોની જહાજરાની આઝમગઢ : જુઓ, નદવી, સૈયદ સુલેમાન.
વધુ વાંચો >અસ્કરી, હસન
અસકરી, હસન (મુહંમદ) (જ. 5 નવેમ્બર 1919, અલ્લાહાબાદ (હાલનું પ્રયાગરાજ); અ. 18 જાન્યુઆરી 1978, કરાંચી, પાકિસ્તાન) : સુપ્રસિદ્ધ ઉર્દૂ લેખક, સમીક્ષક અને અનુવાદક. અલીગઢ વિશ્વવિદ્યાલયમાં અંગ્રેજી વિષય સાથે એમ.એ.ની ઉપાધિ મેળવેલી. અવૈધિક રીતે તેમણે ફ્રેંચ ભાષામાં નિપુણતા પ્રાપ્ત કરી હતી. અધ્યયન-અધ્યાપનને વ્યવસાય તરીકે સ્વીકારેલ. દિલ્હીથી પ્રગટ થતી વિખ્યાત માસિક પત્રિકા…
વધુ વાંચો >અહમદાબાદી, અબ્દુલકરીમ ‘કલીમ’
અહમદાબાદી, અબ્દુલકરીમ ‘કલીમ’ (જ. 1882; અ. ?) : અર્વાચીન ઉર્દૂ કવિ. મૂળ નામ અબ્દુલકરીમ હતું. ઉપનામ કલીમ. અમદાવાદની કુરૈશ બિરાદરીમાં જન્મ. તેઓ ખાસ બજાર ત્રણ દરવાજા પાસે ઉર્દૂ-ગુજરાતી સામયિકો તેમજ પુસ્તકોની દુકાન ધરાવતા હતા. ઈ. સ. 1911થી તેમણે શાયરી લખવાની શરૂઆત કરી હતી. તેમણે કાવ્યજ્ઞાન, ગાલિબના વંશજ અને મહાન શાયર…
વધુ વાંચો >અંબર, મોહમ્મદ ઇદરીસ ‘બહરાઇચી’
અંબર, મોહમ્મદ ઇદરીસ ‘બહરાઇચી’ (જ. 5 જુલાઈ 1949, સિકંદરપુર, બહરાઇચ, ઉત્તર પ્રદેશ; અ. 7 મે 2021 લખનૌ, ઉત્તર પ્રદેશ) : ઉર્દૂ કવિ. તેમને તેમના કાવ્યસંગ્રહ ‘સૂખી ટહની પર હરિયલ’ માટે 2000ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો હતો. તેમણે ભૂગોળમાં એમ.એ.ની ડિગ્રી અને પત્રકારત્વમાં ડિપ્લોમાની ડિગ્રી મેળવ્યાં હતાં. તેઓ…
વધુ વાંચો >