Telugu literature
જીવનસમરમ્ (1980)
જીવનસમરમ્ (1980) : તેલુગુ લેખક રાવુરી ભારદ્વાજનાં રેખાચિત્રોનો સંગ્રહ. 1980ના તેલુગુ ભાષાના શ્રેષ્ઠ પુસ્તક તરીકે સાહિત્ય અકાદેમીના પારિતોષિક માટે પસંદ કરાયેલી કૃતિ. તેની વિશેષતા એ છે કે એમાં લબ્ધપ્રતિષ્ઠ વ્યક્તિઓનાં રેખાચિત્રોને બદલે રોજબરોજ જેમના સંપર્કમાં આવતા હોઈએ એવી વ્યક્તિઓ જેમ કે ખેતમજૂર, નાની હાટડીવાળો, હજામ, દરજી, સુથાર, શિક્ષક, વિદ્યાર્થી, ફેરિયો,…
વધુ વાંચો >તિકન્ના (તેરમી સદી)
તિકન્ના (તેરમી સદી) : મધ્યકાલીન તેલુગુ કવિ. તેલુગુ ભાષાની મધ્યકાલીન શ્રેષ્ઠ કવિ-ત્રિપુટીમાંના એક. એ નેલ્લુરના રાજા મનુજાસિદ્ધિને ત્યાં પ્રધાન હતા અને પોતાની કવિતાના પ્રભાવથી પદભ્રષ્ટ રાજાને એમની ગાદી પર પુન: પ્રસ્થાપિત કરી શક્યા હતા. એ કારણે રાજા એમનું બહુમાન કરતા હતા. એમની પહેલી રચના ‘નિર્વચનોત્તર રામાયણમ્’ હતી. તેનું કથાવસ્તુ રામાયણના…
વધુ વાંચો >તિમિરન તો સમરમ્
તિમિરન તો સમરમ્ : આધુનિક તેલુગુ કવિ દાશરથીનો કાવ્યસંગ્રહ. તે ભાષાના 1974ના શ્રેષ્ઠ પુસ્તક તરીકે તેને સાહિત્ય અકાદમીનો પુરસ્કાર મળ્યો છે. એમાંનાં 47 કાવ્યોમાં વિષય અને શૈલીનું પ્રચુર વૈવિધ્ય છે. પ્રવર્તમાન દૈનિક પરિસ્થિતિ સામે આક્રોશ છે. સ્વતંત્ર ભારત વિશે સેવેલાં સ્વપ્નો સાકાર થવાને બદલે સર્વતોમુખી ભ્રષ્ટાચાર, હિંસા, મૂલ્યોનો હ્રાસ વગેરેથી…
વધુ વાંચો >તિમ્મકવિ, કુંચિમંચિ
તિમ્મકવિ, કુંચિમંચિ (જ. 1684, કંદવાડા, જિ. ગોદાવરી; અ. 1767) : તેલુગુ કવિ. પિતા ગંગામાત્ય તથા માતા બચ્ચાંબા. એમની કવિતા મોટે ભાગે પૌરાણિક વિષયો પર છે. એમણે ભક્તિકાવ્યોની પણ રચના કરી છે. એમણે શ્લેષપ્રધાન રચનાઓ તથા ચિત્રકાવ્યો રચ્યાં છે. એ મુખ્યત્વે તો શિવભક્ત હતા, તેમ છતાં એમણે રામ અને કૃષ્ણભક્તિનાં પદો…
વધુ વાંચો >તિરુપતિ વેંકટકવલુ
તિરુપતિ વેંકટકવલુ : સંયુક્તપણે કાવ્યસર્જન કરવા માટે બે તેલુગુ કવિઓએ અપનાવેલું ઉપનામ. ચેળ્ળ પિળ્ળ વેંકટશાસ્ત્રી (1871–1919) તથા દિવાકલી તિરુપતિ વેંકટશાસ્ત્રી(1870–1950)એ સંયુક્ત રીતે ‘તિરુપતિ વેંકટકવલુ’ નામથી કાવ્યરચનાઓ કરેલી. સંયુક્ત નામથી કવિતા રચવાનો તેલુગુ સાહિત્યમાં આ અનન્ય પ્રસંગ હતો. એમની કવિતાથી તેલુગુ કાવ્યસાહિત્યમાં નવી ચેતના આવી. એ બંનેએ તે સમયના સુપ્રસિદ્ધ વિદ્વાન,…
વધુ વાંચો >તિરુમલ રામચંદ્ર
તિરુમલ રામચંદ્ર (જ. 1913, અનંતપુર, આંધ્રપ્રદેશ; અ. 1997) : તેલુગુ લેખક અને અનુવાદક. તેમને તેમની પુરસ્કૃત કૃતિ ‘હમ્પી નુંચી હડપ્પા દાકા’ માટે 2001ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો હતો. તેમણે બી.એ.ની ડિગ્રી પ્રાપ્ત કર્યા બાદ ‘વિદ્વાન’, ‘હિંદી પ્રભાકર’ અને ‘આયુર્વેદ ભૂષણ’ની ડિગ્રીઓ પ્રાપ્ત કરી હતી. તેઓ તેલુગુ ઉપરાંત…
વધુ વાંચો >તેનાલિરામન
તેનાલિરામન : ઉત્તરના બીરબલના જેવું જ દક્ષિણ ભારતનું વિજયનગરના રાજા કૃષ્ણદેવના દરબારનું, પોતાના બુદ્ધિચાતુર્યથી તથા હાસ્યનિષ્પત્તિથી લોકોમાં વિખ્યાત બનેલું પાત્ર. એનું નામ રામન હતું, પણ દક્ષિણમાં નામની પૂર્વે ગામનું નામ જોડવામાં આવે છે. તેમ એ ‘તેનાલિ’ ગામનો હોવાથી ‘તેનાલિરામન’ નામે ઓળખાયો. એ નાનપણથી જ બહુ ઊંચા બૌદ્ધિક સ્તરનો હતો. શબ્દોના…
વધુ વાંચો >તેલુગુ ભાષા અને સાહિત્ય
તેલુગુ ભાષા અને સાહિત્ય ભારતના સાડા ચાર કરોડ ઉપરાંત લોકોની ભાષા. ‘આંધ્ર’, ‘તેલુગુ’, ‘તેનુગુ’ નામોથી ઓળખાતી ભાષા એક જ છે. તેલુગુ ભાષા મૂળ દ્રવિડ ભાષાકુળ સાથે સંબદ્ધ પરંતુ સંસ્કૃત-પ્રાકૃતથી અત્યધિક પ્રભાવિત છે. તેલુગુ ભાષા દક્ષિણ ભારતના આંધ્રપ્રદેશની ભાષા. દક્ષિણ ભારતની પાંચ ભાષાઓમાં તેનો સમાવેશ થાય છે. તે દ્રવિડ કુળની ભાષા…
વધુ વાંચો >ત્યાગરાજ, સંત
ત્યાગરાજ, સંત (જ. 4 મે 1767, તિરુવારૂર; અ. 6 જાન્યુઆરી 1847) : દક્ષિણ ભારતના વિખ્યાત તેલુગુ સંત, કર્ણાટક સંગીતના શ્રેષ્ઠ રચનાકાર અને કવિ. પિતાનું નામ રામબ્રહ્મન અને માતાનું નામ સીતામ્મા. પિતા કીર્તનકાર અને રામભક્ત હતા. માતા ભક્ત રામદાસનાં ગીતો સુરીલા કંઠમાં ગાતાં. તેને લીધે ત્યાગરાજ પર ભક્તિ અને સંગીતના સંસ્કારો…
વધુ વાંચો >થાપ્પી, ધર્મરાવ
થાપ્પી, ધર્મરાવ (જ. 19 સપ્ટેમ્બર 1887, બહેરાનપુર, ગોદાવરી જિલ્લો; અ. 1971) : તેલુગુ લેખક. બી.એ. સુધીનું શિક્ષણ ચેન્નાઈમાં. 1936થી 1939 ચેન્નાઈના ‘જનવાણી’માં તંત્રીપદે હતા અને ‘જનવાણી’ને એમની બાહોશ કામગીરીથી પ્રતિષ્ઠા અપાવી. તે પછી ફિલ્મ માટે સંવાદ તથા ગીતરચનાનું કામ લીધું અને એમાં પણ અનેક પારિતોષિકો મેળવ્યાં. એ આંધ્રપ્રદેશ રાજ્ય અકાદમીના…
વધુ વાંચો >