Sociology

વ્યક્તિત્વ (personality)

વ્યક્તિત્વ (personality) મનસા, વાચા, કર્મણા મનુષ્યની વ્યક્તિ તરીકેની જે આગવી મુદ્રા પ્રગટ થાય છે તે. તમામ માનવીઓ ઘણી બાબતોમાં સમાનતા ધરાવે છે. છતાં દરેક જણ બીજા દરેક જણથી કેટલીક બાબતોમાં ભિન્નતા પણ ધરાવે છે. જુદા જુદા માણસો એક જ પરિસ્થિતિનો અલગ અલગ રીતે પ્રતિભાવ આપે છે; એટલું જ નહિ, એક…

વધુ વાંચો >

વ્યભિચાર (adultery)

વ્યભિચાર (adultery) : પરિણીત સ્ત્રી સાથે કોઈ પુરુષ દ્વારા તેના પતિની જાણ બહાર અને/અથવા તેના પતિની સંમતિ વગર પરંતુ તે સ્ત્રીની ઇચ્છા અને સંપૂર્ણ સંમતિથી કરાતો શારીરિક સંભોગ. આવા વ્યભિચારના કૃત્યને કાયદાથી શિક્ષાને પાત્ર ગુનાઇત કૃત્ય ગણવામાં આવ્યું છે. માનવસમાજમાં સ્ત્રી અને પુરુષનો લગ્નસંબંધ પવિત્ર, વિધિમાન્ય અને આદરપાત્ર ગણાય છે…

વધુ વાંચો >

શહાણી, દયારામ ગિદુમલ

શહાણી, દયારામ ગિદુમલ (જ. 30 જૂન 1857, હૈદરાબાદ, સિંધ; અ. 7 ડિસેમ્બર 1927, મુંબઈ) : ન્યાયાધીશ, સમાજસુધારક, લેખક અને કેળવણીકાર. તેમના પિતા જમીનદાર તથા સિંધના મીર શાસકના અધિકારી હતા. હૈદરાબાદમાં મૅટ્રિક પસાર કર્યા બાદ મુંબઈમાં ઍલ્ફિન્સ્ટન કૉલેજમાં અભ્યાસ કરી બી.એ. થયા. તે પછી એલએલ.બી. થયા. જિલ્લા ન્યાયાધીશ  સિંધના જ્યુડિશિયલ કમિશનર…

વધુ વાંચો >

શહેર

શહેર : જ્યાં મોટી સંખ્યામાં લોકોનો સમુદાય વસતો હોય એવું સ્થળ. ‘શહેર’ શબ્દનો પ્રારંભ ક્યારે અને કઈ રીતે થયો તેના વિશેની કોઈ માહિતી ઉપલબ્ધ નથી. અંગ્રેજી ભાષામાં તેને માટે ઉપયોગમાં લેવાતા ‘city’ શબ્દ માટે એમ કહેવાય છે કે અંગ્રેજીભાષી લોકો ભેગા થઈને જ્યાં એકસાથે રહેતા એવા સ્થળને ‘શહેર-city’ તરીકે ઓળખવામાં…

વધુ વાંચો >

શહેરીકરણ (urbanisation)

શહેરીકરણ (urbanisation) : ગ્રામીણ વસ્તીની જીવનશૈલીમાં શહેરી જીવનશૈલી અપનાવવાથી ઉદભવતો ફેરફાર. શહેરની નજીક આવેલા પરાં-વિસ્તારો તેમજ ગ્રામવિસ્તારોના લોકોમાં શહેર તરફ તેમની વધુ પડતી અવરજવરને કારણે આ પ્રકારના ફેરફારની અસર ઝડપી હોય છે. પરાં-વિસ્તારો એ શહેરના એવા વિસ્તારો છે, જેમની વસ્તી સામાન્ય રીતે, શહેરની મ્યુનિસિપલ સીમાની બહાર રહેતી હોવા છતાં સાંસ્કૃતિક…

વધુ વાંચો >

શાખ (credit)

શાખ (credit) : ધંધાદારી ભાષામાં શાખ એટલે સુપ્રતિષ્ઠા, આંટ, આબરૂ અથવા પત. વિવિધ પ્રકારના વ્યાપાર-ધંધામાં એવી સ્વૈચ્છિક ગોઠવણ ઉત્પન્ન થઈ હોય છે કે જેને પરિણામે એક વેપારી બીજાને એની શાખ પર માલ આપે. શાખ પર માલ પૂરો પાડી શકાય અથવા સેવા પણ પૂરી પાડી શકાય. સ્ટ્રાઉડ્સની જ્યુડિસિયલ ડિક્ષનરી પ્રમાણે રોકડાં…

વધુ વાંચો >

શાર્પવિલ

શાર્પવિલ : દક્ષિણ આફ્રિકાના વેરીનિગિંગ શહેરનું પરું, જે રંગભેદની  નાબૂદીની શ્યામ પ્રજાની લડતનું આરંભબિંદુ બન્યું. દક્ષિણ આફ્રિકા તેની રંગભેદની નીતિઓ માટે કુખ્યાત હતું, જેમાં શ્યામ પ્રજાજનોને ગોરાઓના વસવાટના વિસ્તારોમાં દાખલ થવા માટે ઓળખપત્રો આપવામાં આવતાં. આવાં ઓળખપત્રો વિના આ વિસ્તારોમાં તેમનો પ્રવેશ વર્જ્ય હતો. આ હડહડતા અન્યાય વિરુદ્ધ આંદોલન કરવા…

વધુ વાંચો >

શાહ, જયાબહેન વજુભાઈ

શાહ, જયાબહેન વજુભાઈ (જ. 1 ઑક્ટોબર 1922, ભાવનગર; અ. 14 એપ્રિલ 2014, અમદાવાદ) : સ્વાતંત્ર્યસૈનિક તથા હિન્દીપ્રચાર, ખાદીપ્રચાર, હરિજનસેવા, મહિલાવિકાસપ્રવૃત્તિ અને ગ્રામવિદ્યાપીઠમાં મહત્ત્વનું યોગદાન આપનાર ગુજરાતનાં ગાંધીવિચારનિષ્ઠ મહિલા કાર્યકર. પિતા ત્રિભુવનદાસ અને માતાનું નામ લક્ષ્મીબહેન હતું. રાજનીતિ અને અર્થશાસ્ત્ર સાથે એમ.એ. સુધીનો અભ્યાસ કર્યા બાદ ગુજરાતના જાણીતા રાજકીય આગેવાન અને…

વધુ વાંચો >

શાહબાનુ ખટલો

શાહબાનુ ખટલો : છૂટાછેડા(તલાક)ની શિકાર બનેલી મુસ્લિમ મહિલાના ભરણપોષણની કાયદાકીય જોગવાઈ વિશેનો ભારતની સર્વોચ્ચ અદાલતે આપેલો શકવર્તી ચુકાદો. વિવાદાસ્પદ બનેલા આ  કેસની વિગતો આ પ્રમાણે છે : લગભગ 43 વર્ષના લગ્નજીવન બાદ શાહબાનુને તેમના પતિ મોહમ્મદ એહમદખાને જેઓ આ મુકદ્દમામાં ઉપલી અદાલતમાં અપીલ કરનાર પક્ષકાર હતા, 1975માં તલાક આપી દીધા.…

વધુ વાંચો >

શાહ, મનુભાઈ મનસુખલાલ

શાહ, મનુભાઈ મનસુખલાલ (જ. 1 નવેમ્બર 1915, સુરેન્દ્રનગર; અ. 28 ડિસેમ્બર 2000, ન્યૂ દિલ્હી) : ગુજરાતના સ્વાતંત્ર્યસેનાની, દેશના ઉદ્યોગ-વિકાસના પ્રણેતા અને દૂરંદેશી રાજપુરુષ. પિતા મનસુખલાલ. માતા ઇચ્છાબહેન. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ વઢવાણ કૅમ્પ ઇંગ્લિશ નિશાળમાં લીધું હતું. કાયમ અવ્વલ નંબર રાખતા. મુંબઈ યુનિવર્સિટીના ડિપાર્ટમેન્ટ ઑવ્ કેમિકલ ટૅક્નૉલૉજી(UDTC)માંથી ભૌતિકશાસ્ત્ર અને રસાયણ-શાસ્ત્રના…

વધુ વાંચો >