Sociology
વડોદરા રાજ્ય પ્રજામંડળ
વડોદરા રાજ્ય પ્રજામંડળ : વડોદરા રાજ્યના આગેવાનોએ પ્રજાને રાજકીય દૃષ્ટિએ જાગ્રત કરવા, નીડર કાર્યકરો તૈયાર કરવા તથા પ્રજાના પ્રતિનિધિઓ દ્વારા સયાજીરાવની રાહબરી હેઠળ જવાબદાર રાજ્યતંત્રની રચના કરવા માટે સ્થાપેલું મંડળ. 31મી ડિસેમ્બર 1916ના રોજ નવસારીમાં હરગોવિંદદાસ કાંટાવાળાના પ્રમુખપદે પ્રથમ સંમેલન યોજીને તેમાં વડોદરા રાજ્ય પ્રજામંડળની સ્થાપના કરવાનો ઐતિહાસિક ઠરાવ થયો.…
વધુ વાંચો >વણીકર, વિ. એ.
વણીકર, વિ. એ. (જ. 16 ડિસેમ્બર 1915, પેટલાદ, જિ. આણંદ; અ. 31 ઑક્ટોબર 1988, ડાંગ પ્રદેશ) : નિષ્ઠાવાન હિંદુત્વવાદી સામાજિક કાર્યકર અને જાણીતા રોગનિદાનશાસ્ત્રજ્ઞ. આખું નામ વિશ્વનાથ અનંત વણીકર. મૂળ વતન નાશિક (મહારાષ્ટ્ર). એમના પિતા મિકૅનિકલ એન્જિનિયર હતા. નાશિકથી અમદાવાદ તેઓ પરિવાર સાથે આવ્યા. વિશ્વનાથનો પ્રાથમિક અને માધ્યમિક અભ્યાસ અમદાવાદમાં…
વધુ વાંચો >વન્દે માતરમ્
વન્દે માતરમ્ : ભારતની આઝાદીની લડત દરમિયાન સ્વાતંત્ર્ય સૈનિકોને સર્વોચ્ચ બલિદાનની પ્રેરણા પૂરી પાડનાર તથા સ્વતંત્ર ભારતમાં રાષ્ટ્રગીતની સમકક્ષ અધિકૃત દરજ્જો ધરાવનાર રાષ્ટ્રીય પ્રેરણાગાન. ‘વન્દે માતરમ્’ ગીત ભારતીય સંસ્કૃતિનું અણમોલ રત્ન છે. સ્વાતંત્ર્ય-સંગ્રામમાં લોકજાગૃતિ દ્વારા અને પ્રેરણા પૂરી પાડવાના હેતુથી દેશભક્તિના સ્રોત સમું આ ગીત બંગાળના જાણીતા સાહિત્યકાર બંકિમચંદ્ર ચૅટરજી…
વધુ વાંચો >વય અને વિસ્તાર અધિતર્ક (age and area hypothesis)
વય અને વિસ્તાર અધિતર્ક (age and area hypothesis) : વિવિધ ભૌગોલિક વિસ્તારોમાં સજીવની જાતિના વિતરણને સમજાવતો અધિતર્ક. આ અધિતર્ક વિલિસે (1922) આપ્યો. તેમના મત પ્રમાણે કોઈ પણ જાતિના વિતરણનો આધાર તે જાતિની વય સાથે સંબંધિત છે. જો કોઈ એક નિશ્ચિત જાતિનો ઉદવિકાસીય ઇતિહાસ લાંબો હોય તો તેનું વિતરણ મોટા વિસ્તારોમાં…
વધુ વાંચો >વર્ગ (સમાજશાસ્ત્ર)
વર્ગ (સમાજશાસ્ત્ર) : સામાજિક વિજ્ઞાનોમાં ‘વર્ગ’નો ખ્યાલ સંશોધનોમાં અને વિશ્ર્લેષણમાં વિવિધ રીતે પ્રયોજાય છે અને ઉપયોગમાં લેવામાં આવે છે. સમાજશાસ્ત્રીઓ સામાજિક સ્તરરચનાના એક સ્વરૂપ તરીકે વર્ગને સમજાવે છે. વર્ગ ઉપરાંત ભારતીય સમાજમાં જ્ઞાતિ અને મધ્યકાલીન યુરોપમાં એસ્ટેટ (જાગીર વ્યવસ્થા) સામાજિક સ્તરરચનાનાં અન્ય સ્વરૂપો છે. વર્ગ સહિતનાં આ તમામ સ્વરૂપો સામાજિક-આર્થિક…
વધુ વાંચો >વર્ણાશ્રમ
વર્ણાશ્રમ : પ્રાચીન હિંદુ સમાજની વિશિષ્ટ જીવનવ્યવસ્થા. ભારતીય ઉપખંડમાં એનો પ્રસાર-પ્રચાર ક્યારે શરૂ થયો એ કહી શકીએ એમ નથી. જેમ ભારતીય તત્વજ્ઞાનનાં બીજ ‘ઋગ્વેદ’ના ‘નાસદીય સૂક્ત’ અને ‘પુરુષસૂક્ત’માં છે તેમ ‘વર્ણ’નાં બીજ ‘ઋગ્વેદ’ના ‘પુરુષસૂક્ત’માં જોવા મળે છે, જ્યાં સહસ્રશીર્ષા પુરુષ-પરમાત્મા-પરમેશ્વરના મુખમાંથી બ્રાહ્મણ, બેઉ બાહુઓમાંથી ક્ષત્રિય, બેઉ સાથળોમાંથી વૈદૃશ્ય અને બંને…
વધુ વાંચો >વર્મા, શ્યામજી કૃષ્ણ
વર્મા, શ્યામજી કૃષ્ણ (જ. 4 ઑક્ટોબર 1857, માંડવી, જિ. કચ્છ; અ. 31 માર્ચ 1930, જિનીવા, સ્વિટ્ઝર્લૅન્ડ) : વિદેશમાં ભારતીય ક્રાંતિકારી ચળવળના આદ્ય સ્થાપક. શ્યામજી હિંદુ ભાનુશાળી (ભણશાળી) કુટુંબમાં જન્મ્યા હતા. તેમના પિતા મુંબઈમાં વેપારીની પેઢીમાં નોકરી કરીને જીવનનિર્વાહ ચલાવતા હતા. શ્યામજીએ પ્રાથમિક શાળાનો અભ્યાસ માંડવીમાં કર્યો. તેજસ્વી વિદ્યાર્થી હોવાથી ભાટિયા…
વધુ વાંચો >વસાવડા, શ્યામપ્રસાદ
વસાવડા, શ્યામપ્રસાદ (જ. 26 ફેબ્રુઆરી 1903, જૂનાગઢ; અ. 20 નવેમ્બર 1972, અમદાવાદ) : આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ખ્યાતિ પામેલા ભારતના અગ્રણી મજૂર આગેવાન. રાજકોટની આલ્ફ્રેડ હાઈસ્કૂલમાં પ્રાથમિક શિક્ષણ મેળવી 1926માં તેમણે મુંબઈ યુનિવર્સિટીમાં અર્થશાસ્ત્ર સાથે એમ.એ.ની પદવી પ્રાપ્ત કરી. 1924માં તેઓ માલવિયા એક્સપૉર્ટ હાઉસમાં મૅનેજર તરીકે જોડાયા. ત્યાં તેમના પિતાની ગંભીર માંદગીના…
વધુ વાંચો >વસિયતનામું (વિલ)
વસિયતનામું (વિલ) : પોતાની હયાતી બાદ પોતાની મિલકતની વ્યવસ્થા કરવા બાબત મુક્ત મનથી કોઈ વ્યક્તિએ કરેલ લખાણ. તેના પર વ્યક્તિની પોતાની સહી અને બે સાક્ષીઓની સહી અનિવાર્ય ગણાય છે. આમ પોતાનાં હિત-અહિત વિશે પૂરી સમજણ અને સ્થિર મગજ ધરાવનાર વ્યક્તિ વસિયતનામું કરી શકે છે, પરિણીત નારી પોતાની સ્વતંત્ર મિલકત બાબતમાં…
વધુ વાંચો >વહાબી આંદોલન (1820-1870)
વહાબી આંદોલન (1820-1870) : રાયબરેલીના સૈયદ અહમદ બરેલવી(1786-1831)એ ઇસ્લામ ધર્મમાં સુધારા કરવા માટે ભારતમાં શરૂ કરેલ આંદોલન. પાછળથી તે પંજાબમાંથી શીખોને અને બંગાળમાંથી અંગ્રેજોને દૂર કરીને મુસ્લિમ સત્તા સ્થાપવા માટેનું રાજકીય આંદોલન બન્યું હતું. ઇસ્લામ ધર્મમાં સુધારા કરવાના ઇરાદાથી અરબસ્તાનમાં અઢારમી સદીના છેલ્લાં વરસોમાં અબ્દુલ વહાબે આ આંદોલન શરૂ કર્યું…
વધુ વાંચો >