Sociology
રણછોડલાલ છોટાલાલ
રણછોડલાલ છોટાલાલ (જ. 23 એપ્રિલ 1823, અમદાવાદ; અ. 26 ઑક્ટોબર 1898, અમદાવાદ) : અમદાવાદના અગ્રણી ઉદ્યોગપતિ, સમાજસેવક અને દાનવીર. ગામઠી શાળામાં ભણતરનો પ્રારંભ કર્યો. દશ વર્ષની ઉંમરે ફારસી અને ચૌદ વર્ષની ઉંમરે અંગ્રેજીના અભ્યાસની શરૂઆત કરી. 1843માં 20 વર્ષની વયે કસ્ટમખાતામાં કારકુન તરીકે જોડાયા. ખંત અને આવડત બતાવી સમયાન્તરે 1851માં…
વધુ વાંચો >રમાબાઈ (‘પંડિતા’, ‘સરસ્વતી’)
રમાબાઈ (‘પંડિતા’, ‘સરસ્વતી’) (જ. 23 એપ્રિલ 1858, ગંગામૂળ, આંધ્રપ્રદેશ; અ. 5 એપ્રિલ 1922) : પ્રખર સમાજસુધારક અને મહિલા-ઉત્કર્ષનાં પુરસ્કર્તા. પિતા અનંતશાસ્ત્રી ડોંગરે. માતા લક્ષ્મીબાઈ ડોંગરે. તેમના પિતા વેદાંતના વિદ્વાન હતા. તેમણે તે જમાનામાં રમાબાઈનાં માતાને શિક્ષણ આપ્યું હતું અને તે કારણસર જ્ઞાતિએ તેમની વિરુદ્ધ કામ ચલાવી તેમને તરછોડ્યા હતા. આથી…
વધુ વાંચો >રવિશંકર મહારાજ
રવિશંકર મહારાજ (જ. 25 ફેબ્રુઆરી 1884, રઢુ, તા. માતર, જિ. ખેડા; અ. 1 જુલાઈ 1984, વલ્લભ વિદ્યાલય, બોચાસણ) : ગુજરાતના ગાંધીવાદી મૂકસેવક. આખું નામ રવિશંકર શિવરામ વ્યાસ. તેમનો જન્મ તેમના મોસાળમાં મહાશિવરાત્રીના પર્વે થયો હતો. મહેમદાવાદ તાલુકાનું સરસવણી ગામ એમનું વતન. પિતા શિવરામ, માતા નાથીબા. પિતા વિદ્યાર્થી-વત્સલ શિક્ષક હતા. પિતા…
વધુ વાંચો >રંગભેદ
રંગભેદ : રંગના આધારે નાગરિકો વચ્ચે ભેદભાવ દર્શાવવાની સરકારી નીતિ. દક્ષિણ આફ્રિકાની સરકારે દેશની અંદર વસતી વિવિધ જાતિઓ, વર્ગો અને જૂથોને રંગને આધારે અલગ ગણી તેમની વચ્ચે ભેદભાવભર્યો વ્યવહાર આચર્યો હતો. 1909માં દક્ષિણ આફ્રિકાની સરકારે ઍક્ટ ઑવ્ યુનિયન દ્વારા શ્યામ બહુમતીને રાજકારણથી જોજનો દૂર રાખી સત્તાવિહીન બનાવવાની ચાલનો આરંભ કર્યો.…
વધુ વાંચો >રાજકીય આધુનિકીકરણ
રાજકીય આધુનિકીકરણ : જુઓ આધુનિકીકરણ
વધુ વાંચો >રાજકીય સમાજશાસ્ત્ર
રાજકીય સમાજશાસ્ત્ર : સમાજના રાજકીય પાસા અને રાજકારણનાં સામાજિક પાસાંઓનો અભ્યાસ જેમાં કેન્દ્રસ્થાને છે તે. રાજકીય સમાજશાસ્ત્ર એ મહદ્અંશે નવો વિષય છે. આ વિષયના આવિર્ભાવ પૂર્વે એને લગતા વિચારો અને સમસ્યાઓનો અભ્યાસ જુદા જુદા વિષયોના નેજા હેઠળ થતો હતો. ‘રાજકીય સમાજશાસ્ત્ર’ વિષયનો સ્વાયત્ત જન્મ તો પ્રથમ વિશ્વયુદ્ધના સમયગાળામાં થયો ગણી…
વધુ વાંચો >રાજગોપાલ પી. વી.
રાજગોપાલ પી. વી. (જ. 1948, થિલેન્કેરી, કેરળ) : 2023 નિવાનો શાંતિ પુરસ્કાર પ્રાપ્ત કરનાર અને ‘પદયાત્રા ગાંધી’ તરીકે ઓળખાતા ભારતીય અહિંસક સામાજિક કાર્યકર. ઘાંડિયન પરિવારમાં જન્મેલા. તેમનું આખું નામ રાજગોપાલ પુથાન વીટીલ છે, પરંતુ તેમના આખા નામ સાથે જાતિ-સંબંધિત બાબત ટાળી શકાય એ માટે તેઓ જાહેરમાં તેમના પ્રથમ નામનો જ…
વધુ વાંચો >રાણી રાસમણિદેવી
રાણી રાસમણિદેવી [જ. સપ્ટેમ્બર 1793, કોનાગામ (કોલકાતા); અ. 19 ફેબ્રુઆરી 1861, કોલકાતા] : કોલકાતાના દક્ષિણેશ્વર મંદિરનાં સ્થાપક તેજસ્વી જમીનદાર મહિલા. મૂળ નામ રાસમણિ, પણ માતા રામપ્રિયાદેવી તેમને લાડમાં ‘રાણી’ કહેતાં તેથી રાણી રાસમણિ નામ પ્રસિદ્ધ થયું. માતા અને પિતા હરેકૃષ્ણદાસ ભક્તિપરાયણ હતાં. પિતા પાસે લખતાં-વાંચતાં શીખ્યા પછી તેઓ નાનપણથી પુરાણકથાઓ…
વધુ વાંચો >રાનડે, મહાદેવ ગોવિંદ
રાનડે, મહાદેવ ગોવિંદ (જ. 18 જાન્યુઆરી 1842, નિફાડ, જિ. નાશિક; અ. 17 જાન્યુઆરી 1901, મુંબઈ) : સમાજસુધારક, સ્વાતંત્ર્ય-આંદોલનના અગ્રણી મવાળ નેતા અને ખ્યાતનામ ધારાશાસ્ત્રી. તેમના પિતા કોલ્હાપુર રિયાસતના મંત્રી હતા. તેમનાં માતાનું નામ ગોપિકાબાઈ. પ્રારંભિક શિક્ષણ તેમણે નાશિકની ઍંગ્લો-વર્નાક્યુલર શાળામાં લીધું. 14મા વર્ષે મુંબઈ યુનિવર્સિટી-સંલગ્ન એલ્ફિન્સ્ટન કૉલેજમાં દાખલ થયા અને…
વધુ વાંચો >