Sanskrit literature
ન્યાયપંચાનન વિશ્વનાથ
ન્યાયપંચાનન વિશ્વનાથ (આશરે 16મી સદી) : સંસ્કૃત નવ્યન્યાયના જાણીતા લેખક ને બંગાળના વતની. તેમની અટક ભટ્ટાચાર્ય હતી. તેમના પિતાનું નામ વિદ્યાનિવાસ ભટ્ટાચાર્ય. પ્રખર વિદ્વાન ઉદયનાચાર્યની ‘કિરણાવલી’ પર રઘુનાથ શિરોમણિએ લખેલી ‘ગુણપ્રકાશવિવૃતિ’ પર ‘ભાવપ્રકાશિકા’ નામની અને રઘુનાથ શિરોમણિની ‘દીધિતિ’ પર ટીકા લખનાર રુદ્ર ભટ્ટાચાર્ય તેમના ભાઈ હતા. વિશ્વનાથે ન્યાયદર્શનનાં ગૌતમ અક્ષપાદે…
વધુ વાંચો >પણિ
પણિ : ઋગ્વેદકાલીન એક જાતિ. આ પ્રજા વેપાર-ધંધાઓ સાથે જોડાયેલી હતી. તેમના માટે આર્યોને આદર ન હતો, કારણ કે પણિઓને વૈદિક કર્મકાંડ, યજ્ઞ વગેરે અનુષ્ઠાન અને વૈદિક દેવતાઓમાં શ્રદ્ધા ન હતી. પરિણામે વેદના ઋષિઓ તેમને ‘અક્રતુ’ અને ‘અયજ્ઞ:’ (યજ્ઞ નહિ કરાવનારા), ‘મૃધવાક્’ (મીઠાબોલા), ग्रथिन् (સંપત્તિ એકઠી કરનારા), ‘અશ્રદ્ધ’ (શ્રદ્ધા વિનાના)…
વધુ વાંચો >પતંજલિ
પતંજલિ (ઈ. સ. પૂર્વે 150) : સંસ્કૃત વ્યાકરણશાસ્ત્રમાં પાણિનિની અષ્ટાધ્યાયી પર વ્યાકરણમહાભાષ્યના લેખક. સંસ્કૃત વ્યાકરણશાસ્ત્રમાં સૂત્રકાર પાણિનિ, વાર્તિકકાર કાત્યાયન અને ભાષ્યકાર પતંજલિ એ ત્રિપુટી ‘મુનિત્રય’ (ત્રણ મુનિઓ) તરીકે પ્રસિદ્ધ છે; અને આમના દ્વારા સુગ્રથિત વ્યાકરણશાસ્ત્રને ‘ત્રિમુનિવ્યાકરણમ્’ (ત્રણ મુનિઓ દ્વારા નિર્મિત વ્યાકરણ) કહેવાય છે. આ ત્રણેયમાં પણ અંતિમ મુનિ પતંજલિની વાણીને…
વધુ વાંચો >પદ્મપુરાણ
પદ્મપુરાણ : અઢાર પુરાણોમાંનું એક પુરાણ. પુરાણોમાં પદ્મપુરાણ અને સ્કંદપુરાણ ભૌગોલિક દૃષ્ટિએ સવિશેષ મહત્ત્વ ધરાવે છે. પદ્મપુરાણનો ઘણોખરો ભાગ ઈ. સ. 500ની આસપાસ રચાયો છે. ઉત્તરખંડ નામ પ્રમાણે પરવર્તી અંશ છે, જે ઈ. સ. 1600 પછી રચાયેલો મનાય છે. આ પુરાણના 55,000 શ્લોકો મનાય છે, પરંતુ ઉપલબ્ધ પદ્મપુરાણમાં એટલી સંખ્યા…
વધુ વાંચો >પરિભાષેન્દુશેખર
પરિભાષેન્દુશેખર (ઈ. સ. 1650–1730) : પાણિનિનાં સંસ્કૃત વ્યાકરણસૂત્રોનો અર્થ કરવા માટેના નિયમોનો ગ્રંથ. સંસ્કૃત વ્યાકરણશાસ્ત્ર નિરૂપતી પાણિનિની અષ્ટાધ્યાયીમાં આપેલાં સૂત્રોની વ્યવસ્થા આપતી કુલ 122 પરિભાષાઓ ભાંડારકર ઓરિએન્ટલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ – પુણે દ્વારા 1963માં પ્રકાશિત થયેલ ‘પરિભાષેન્દુશેખર’ની સમીક્ષિત આવૃત્તિમાં બતાવાઈ છે. ‘પરિભાષા’ની સામાન્ય પ્રચલિત વ્યાખ્યા ‘અનિયમે નિયમકારિણી પરિભાષા’ એ પ્રકારની છે.…
વધુ વાંચો >પરીખ, વસંતરાય ગિરધરદાસ
પરીખ, વસંતરાય ગિરધરદાસ (જ. 17 માર્ચ 1933, શિહોર) : સંસ્કૃતના વિદ્વાન પ્રાધ્યાપક. શામળદાસ કૉલેજ, ભાવનગરમાં અભ્યાસ કરી બી.એ.માં કણિયા પ્રાઇઝ મેળવ્યું હતું. સંસ્કૃત વિષયમાં 1956માં એમ.એ.ની પદવી મેળવી. 1968માં ન્યાયવૈશેષિકમાં પીએચ.ડી.ની પદવી મેળવી. પ્રતાપરાય આર્ટ્સ કૉલેજ, અમરેલીમાં ક્રમશ: સંસ્કૃતના અધ્યાપક, અધ્યક્ષ અને અનુસ્નાતક વિભાગના અધ્યક્ષ તરીકે કુલ તેત્રીસ વર્ષ સેવાઓ…
વધુ વાંચો >પંક્તિ
પંક્તિ : જુઓ છંદ.
વધુ વાંચો >પંચતંત્ર
પંચતંત્ર : ભારતીય પશુકથાઓ અને બોધવાર્તાઓનો સંસ્કૃત ભાષામાં લખાયેલો લોકપ્રિય ગ્રંથ. તેનું શીર્ષક સૂચવે છે તે મુજબ તે પાંચ તંત્રોનો બનેલો ગ્રંથ છે. તેનો પ્રારંભ કથામુખથી થાય છે તેમાં તેની રચના કેવી રીતે થઈ તેની વિગત આપી છે. દક્ષિણ ભારતના મહિલારોપ્ય નામના નગરમાં અમરશક્તિ નામના રાજાને વસુશક્તિ, ઉગ્રશક્તિ અને અનેકશક્તિ…
વધુ વાંચો >પંડિત બેચરદાસ દોશી
પંડિત, બેચરદાસ દોશી (જ. 2 નવેમ્બર 1889, વળા – વલભીપુર, જિ. ભાવનગર; અ. 11 ઑક્ટોબર 1982, અમદાવાદ) : સંસ્કૃત, પ્રાકૃત, પાલિ અને અપભ્રંશના બહુશ્રુત ગુજરાતી વિદ્વાન. પિતા : જીવરાજ લાધાભાઈ દોશી. માતા : ઓતમબાઈ. જ્ઞાતિએ વીસા શ્રીમાળી દેરાવાસી જૈન. લગ્ન અમરેલીમાં અજવાળી ઝવેરચંદ દોશી સાથે થયેલાં. દસ વર્ષની ઉંમરે પિતા…
વધુ વાંચો >પંડ્યા, વસંતરાય ગૌરીશંકર
પંડ્યા, વસંતરાય ગૌરીશંકર (જ. 8 જુલાઈ, 1926, તળાજા, જિ. ભાવનગર) : સંસ્કૃતના એક સંનિષ્ઠ પ્રાધ્યાપક. શૈશવકાળથી જ તેમને પિતા પાસેથી સંસ્કૃત તરફ અભિમુખ થવાના સંસ્કારો મળ્યા. તેમનો વિદ્યાકાળ તેજસ્વી રહ્યો. 1948માં સંસ્કૃત સાથે શામળદાસ આર્ટ્સ કૉલેજમાંથી બી.એ. ઑનર્સની પદવી પ્રથમ વર્ગમાં પ્રથમ આવીને મેળવી. 1951માં એમ.એ.ની પદવી મેળવી. એમ.એ.ના અધ્યયન…
વધુ વાંચો >