Sanskrit literature
કુંડલિની શક્તિ
કુંડલિની શક્તિ : નાભિપ્રદેશ નીચે કુંડલિની આકારે રહેલી શક્તિ. આ શક્તિ વિશે હંસોપનિષદ, ત્રિશિખ બ્રાહ્મણ ઉપનિષદ, યોગશિખોપનિષદ, ધ્યાનબિન્દુ-ઉપનિષદ અને પ્રશ્નોપનિષદમાં વિગતે રજૂઆતો છે. શ્રી ગૌડપાદાચાર્ય-રચિત ‘સુભગોદય’, શ્રી આદિશંકરાચાર્ય-રચિત ‘સૌન્દર્યલહરી’ વગેરેમાં તેના વિશે વિસ્તૃત રજૂઆત છે. ‘કુલાર્ણવતન્ત્ર’, ‘વિજ્ઞાનભૈરવતન્ત્ર’ તથા ‘શ્રી વિદ્યા’ વગેરે દશ મહાવિદ્યાઓમાં તેનું વિગતે વિવરણ મળે છે. હિન્દુ તત્વજ્ઞાન…
વધુ વાંચો >કુંડિનસ્વામી
કુંડિનસ્વામી : સંસ્કૃત ભાષ્યકાર. યજુર્વેદની તૈત્તિરીય સંહિતાના સાયણ, ભવસ્વામી, ગુહદેવ; કૌશિક ભટ્ટ, ભાસ્કર મિત્ર, ક્ષુર, વેંકટેશ, બાલકૃષ્ણ અને હરદત્ત મિશ્ર નામના ભાષ્યકારોની જેમ કુંડિનસ્વામીનું નામ પણ ભાષ્યકાર તરીકે પ્રાપ્ત થાય છે. તેમનું ભાષ્ય મુદ્રિત સ્વરૂપે ઉપલબ્ધ નથી. તેમનાં ભાષ્ય કે સ્થિતિસમય વિશે કશી માહિતી મળતી નથી. વિજય પંડ્યા
વધુ વાંચો >કુંદમાલા
કુંદમાલા (પાંચમી સદી ?) : સંસ્કૃત નાટ્યકૃતિ. તેના કર્તા તથા સમય અંગે વિભિન્ન મતો પ્રવર્તે છે. ‘કુંદમાલા’નું સૌપ્રથમ પ્રકાશન 1923માં મદ્રાસથી થયું હતું. તે સમયે જ તેના રચયિતા અંગે ઊહાપોહ જાગ્યો હતો. તેના પ્રથમ સંપાદકો રામકૃષ્ણ કવિ તથા રામનાથ શાસ્ત્રી ‘કુંદમાલા’ના કર્તા તરીકે દિઙ્નાગનો ઉલ્લેખ કરે છે, જે બૌદ્ધ નૈયાયિક…
વધુ વાંચો >કૂર્મપુરાણ ‘કૌર્મપુરાણ’
કૂર્મપુરાણ, ‘કૌર્મપુરાણ’ : અઢાર મહાપુરાણો પૈકીનું એક સાત્વિક મહાપુરાણ. એના અધિષ્ઠાતા દેવ શિવ. એના વક્તા વ્યાસ. રચનાનો સમય ઈ.સ.ની બીજીથી પાંચમી સદી. ‘નારદપુરાણ’ (1-106-3) ‘ભાગવતપુરાણ’ (12-13-8) અનુસાર એની શ્લોકસંખ્યા સત્તર હજાર છે, જ્યારે ‘અગ્નિપુરાણ’ (272-19) અનુસાર શ્લોકસંખ્યા આઠ હજાર છે. કેટલાક વિદ્વાનોના મતે ‘કૂર્મપુરાણ’ મૂળે પાંચરાત્ર (વૈષ્ણવ) પુરાણ હતું, પરંતુ…
વધુ વાંચો >કેતકર વ્યંકટેશ બાપુજી
કેતકર, વ્યંકટેશ બાપુજી ( જ. 18 જાન્યુઆરી 1854, નારગુંડ, જિ. મહારાષ્ટ્ર; અ. 3 ઑગસ્ટ 1930, બીજાપુર) : પ્રાચીન અને પશ્ચિમી જ્યોતિષના વિદ્વાન. તેમણે મુંબઈમાં અંગ્રેજી શાળાના શિક્ષક અને આચાર્ય તરીકે ઉત્તમ સેવા આપી હતી. તેમણે સંસ્કૃત ભાષામાં ‘જ્યોતિર્ગણિત’, ‘કેતકી ગ્રહગણિત’, ‘કેતકી પરિશિષ્ટ’, ‘વૈજયન્તી’, ‘બ્રહ્મપક્ષીય તિથિગણિત’, ‘કેતકીવાસના ભાષ્ય’, ‘શાસ્ત્રશુદ્ધ પંચાંગ’, ‘અયનાંશ…
વધુ વાંચો >કેનોપનિષદ
કેનોપનિષદ : જુઓ ઉપનિષદ.
વધુ વાંચો >કેશવ દૈવજ્ઞ
કેશવ દૈવજ્ઞ (સમય ઈ. સ. 1478 આસપાસ) : ‘વિવાહ વૃંદાવન’ તેમજ ‘કરણકંઠીરવ’ના કર્તા. જ્યોતિષી કમલાકરના પુત્ર કેશવ દૈવજ્ઞ વૈજનાથ પાસે અધ્યયન કર્યા બાદ કોંકણમાં સમુદ્રતીરે આવેલા નંદિગ્રામ(નાંદગાંવ)માં રહેતા હતા. પરંતુ તેમણે કરણગ્રંથ ગ્રહકૌતુકના આરંભકાળ તરીકે તેમણે શક 1418(ઈ. સ. 1496)નો ઉલ્લેખ કર્યો છે. પ્રખ્યાત ગ્રહલાઘવકાર ગણેશ દૈવજ્ઞ આ કેશવના પુત્ર…
વધુ વાંચો >કેશવમિશ્ર
કેશવમિશ્ર (સોળમી સદી ઉત્તરાર્ધ) : ‘અલંકારશેખર’ના રચયિતા અને ધ્વનિવાદી આલંકારિક. ‘અલંકારશેખર’ની રચના તેમણે રામચંદ્રના પૌત્ર તથા ધર્મચંદ્રના પુત્ર રાજા માણિક્યચંદ્રના કહેવાથી કરી હતી. આ માણિક્યચંદ્ર તે કોટકાંગડાના માણિક્યચંદ્ર હોવા સંભવ છે, કેમ કે કેશવમિશ્રે આપેલ વંશાવલી તેની વંશાવલીને અનુરૂપ છે. માણિક્યચંદ્રે 1563માં રાજ્યારોહણ કર્યું હતું તે ઉપરથી કેશવમિશ્રનો સમય સોળમી…
વધુ વાંચો >કૈયટ
કૈયટ (અગિયારમી સદી લગભગ) : સંસ્કૃત વ્યાકરણના ભાષ્યકાર. મૂળ કાશ્મીરના વતની પણ જ્ઞાનસંપાદન, અધ્યાપન તથા લેખનના કારણે વારાણસીમાં વસ્યા હતા. તેના પિતા જૈયટ ઉપાધ્યાય હતા. કાવ્યપ્રકાશકાર મમ્મટ અને શુક્લ યજુર્વેદ પર ભાષ્ય રચનાર ઉવટને કેટલાક વિદ્વાનો તેમના ભાઈઓ તરીકે ગણે છે. તેમના ગુરુનું નામ મહેશ્વર હતું. કૈયટે પાણિનીય વ્યાકરણ પરના…
વધુ વાંચો >કોહલ
કોહલ (ઈ. પૂ. પહેલી સદી ?) : પ્રાચીન નાટ્યાચાર્ય. નાટ્યશાસ્ત્રના પ્રણેતા ભરતના શિષ્ય કે પુત્ર મનાતા. તેમના ઉલ્લેખો નાટ્યશાસ્ત્ર, ‘અભિનવભારતી’માં તથા અન્યત્ર પણ સાંપડે છે. કોહલકૃત નાટ્યશાસ્ત્રીય ગ્રંથ જોકે સમગ્રપણે પ્રાપ્ત નથી, પરંતુ તાલાધ્યાય પ્રાપ્ત થાય છે. વળી, નાટ્યશાસ્ત્રમાં જણાવ્યા પ્રમાણે પ્રસ્તારતંત્રની રચના કોહલે કરી હશે તેમ જણાય છે. તે…
વધુ વાંચો >