Religious mythology
સ્વામિનારાયણ સંપ્રદાય
સ્વામિનારાયણ સંપ્રદાય : હિન્દુ ધર્મની વૈષ્ણવ ધર્મની એક શાખા. તે કરોડો ભારતવાસીઓની સંસ્કારસભર જીવનરીતિ છે. એકાધિક સંપ્રદાયોથી જમાને જમાને હિન્દુ ધર્મ અને એના સનાતનધર્મી જીવનના આચારવિચાર પરિષ્કૃત અને સંવર્ધિત થતા રહ્યા છે. હિન્દુ ધર્મ પ્રમાણે તો ધર્માચાર એ જ જીવનાચાર છે. સ્વામિનારાયણ જેવા સંપ્રદાયો પણ અભિનવ સ્વરૂપે આ જ વાત…
વધુ વાંચો >સ્વામી સહજાનંદ
સ્વામી સહજાનંદ (જ. 3 એપ્રિલ 1781, છપૈયા, ઉત્તરપ્રદેશ; અ. 1830) : સ્વામિનારાયણ સંપ્રદાયના સ્થાપક આચાર્ય. સ્વામી સહજાનંદ એટલે કે ભગવાન શ્રી સ્વામિનારાયણનું જીવન અસીમ કરુણાની ગાથા સમું હતું. તેમનો જન્મ રામનવમી(ચૈત્ર સુદ 9, વિક્રમ સંવત 1837)ના દિવસે અયોધ્યા નજીક છપૈયા ગામે એક સરવરિયા બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. બાલ્યકાળમાં જ પોતાની…
વધુ વાંચો >હદીસ
હદીસ : પયગંબર સાહેબનાં વાણી અને વર્તનની પરંપરાનો હવાલો આપતા ગ્રંથો. અરબી ભાષામાં હદીસ શબ્દનો અર્થ સમાચાર, બનાવ, વર્ણન કે વાત થાય છે. અકસ્માત માટેનો શબ્દ હાદિસા પણ હદીસ ઉપરથી બન્યો છે. પરંતુ ઇસ્લામ ધર્મ તથા મુસ્લિમ કોમમાં હદીસ શબ્દ પયગંબર સાહેબ (સ.અ.વ.) અથવા તેમના સહાબીઓની વાણી કે વર્તન માટે…
વધુ વાંચો >હનુમાન
હનુમાન : રામાયણકથાનું એક મહત્વનું અમર પાત્ર. સુમેરુના વાનરરાજ કેસરી અને અંજનીના મહાન પુત્ર. કિષ્કિન્ધાના વાનરરાજ સુગ્રીવના ચતુર સચિવ. અયોધ્યાનરેશ દશરથના પુત્રકામેષ્ટિ યજ્ઞમાંથી મળેલ પવિત્ર પાયસનો એક ટુકડો સમડી ઉપાડી ગઈ જે પવનના જોરથી ચાંચમાંથી તપ કરતી અંજનીની અંજલિમાં પડ્યો. તે પવનપ્રસાદ સમજી ખાઈ જતાં તેમાંથી પરાક્રમી હનુમાન જન્મ્યા. ઊગતા…
વધુ વાંચો >હયગ્રીવ (બૌદ્ધદેવતા)
હયગ્રીવ (બૌદ્ધદેવતા) : આ બૌદ્ધ દેવનાં બે સ્વરૂપોની મૂર્તિઓ પ્રાપ્ત થાય છે. દેવ જ્યારે પોતાના મસ્તક પર અમિતાભ બુદ્ધને ધારણ કરે છે ત્યારે તે સ્વરૂપ સપ્તસટિક હયગ્રીવ તરીકે ઓળખાય છે. રક્તવર્ણના આ દેવ એક મુખ અને ત્રિનેત્ર ધરાવે છે. મુખ પર દાઢી છે. કંઠમાં ખોપરીઓની માળા ધારણ કરેલી છે. તેમના…
વધુ વાંચો >હરગોવિંદ ગુરુ
હરગોવિંદ, ગુરુ (જ. 14 જૂન 1515, ગુરુકી વડાલી, જિ. અમૃતસર; અ. ?, કિરતપુર, પંજાબ) : શીખોના છઠ્ઠા ગુરુ તથા અમૃતસર ખાતેના શીખોનાં પવિત્ર સ્થળો સુવર્ણ મંદિર, હરમંદિર સાહેબ તથા અકાલ તખ્તના નિર્માતા. પિતા ગુરુ અર્જુનદેવજી શીખ ધર્મના પાંચમા ગુરુ હતા. માતાનું નામ ગંગાદેવી. શીખોના છઠ્ઠા ગુરુ તરીકે જેઠ વદ 14,…
વધુ વાંચો >હરિકૃષ્ણ રાય ગુરુ
હરિકૃષ્ણ રાય, ગુરુ (જ. 7 જુલાઈ 1656, કિરાતપુર; અ. 30 માર્ચ 1664, દિલ્હી) : શીખ ધર્મના આઠમા ગુરુ. પિતાનું નામ ગુરુ હરિરાય, જેઓ શીખોના સાતમા ગુરુ હતા. માતાનું નામ કિશનકૌર. તેઓ વિક્રમ સંવત 1718(ઈ. સ. 1776)ના રોજ ગાદી પર બેઠા હતા; પરંતુ માત્ર પાંચ વર્ષની ટૂંકી મુદત બાદ તેમનું અવસાન…
વધુ વાંચો >હરિમંદિર
હરિમંદિર : જુઓ ગુરુદ્વારા.
વધુ વાંચો >હરિરાય ગુરુ
હરિરાય ગુરુ (જ. 2 ફેબ્રુઆરી 1585, કિરતપુર, જિલ્લો રોપડ, પંજાબ; અ. 1661, કિરતપુર, પંજાબ) : શીખ ધર્મના સાતમા ગુરુ. પિતાનું નામ બાબા ગુરદિતા. માતાનું નામ નિહાલકૌર. તેમના ગુરુપદ દરમિયાન ભારત પર ઔરંગઝેબનું શાસન ચાલતું હતું. શીખ ધર્મને સંગઠિત રાખવા તથા તેના પ્રચાર માટે તેમણે પંજાબ રાજ્યનાં દોઆબા અને માલવા ક્ષેત્રનો…
વધુ વાંચો >હરિવંશ
હરિવંશ : સૌતિએ રચેલું મહાભારતનું ખિલ (પરિશિષ્ટ) પર્વ. સોળ હજાર શ્લોકોથી અધિક બૃહદ્ આ ગ્રંથ છે. વ્યાસ અને વૈશંપાયને જે મહાભારત ગ્રંથની રચના કરી એમાં મહાભારતના યુદ્ધનો પૂરો વૃત્તાંત અપાયો છે પરંતુ કૃષ્ણ અને યાદવ વંશ વિશે એમાં ખાસ માહિતી નથી. આ કમીને પૂરી કરવા માટે સૌતિએ હરિવંશની રચના કરી.…
વધુ વાંચો >