Religious mythology

મૂર્તિપૂજા

મૂર્તિપૂજા : અરૂપ, અવ્યક્ત, અગોચર અને નિરાકાર એવા પરમ તત્વની સરૂપ, વ્યક્ત, ગોચર અને સાકાર રૂપે પ્રતીતિ જે મૂર્ત આલંબનો કે પ્રતીકો દ્વારા થાય તેમનું પૂજન-અર્ચન કરવાની પરંપરાગત ભક્તિમૂલક હિંદુ વિધિ, જેનું વિશેષભાવે અનુસંધાન જૈન, બૌદ્ધ, શીખ આદિ ધર્મ-સંપ્રદાયોમાં પણ જોઈ શકાય છે. ભારત ધર્મપ્રાણ દેશ છે. મૂર્તિ પૂજાનું અહીં…

વધુ વાંચો >

મૅક્સમૂલર

મૅક્સમૂલર (જ. 6 ડિસેમ્બર 1823, ડીસાઉ, જર્મની; અ. 28 ઑક્ટોબર 1900, ઑક્સફર્ડ, ઇંગ્લૅન્ડ) : સુપ્રસિદ્ધ પ્રાચ્યવિદ્યાવિદ, તત્વચિંતક, ભારોપીય (Indo-European) ભાષાશાસ્ત્રી. પૂરું નામ મૅક્સમૂલર ફ્રેડરિક. પિતા વિલ્હેમ મૂલર કવિ. માતામહ એક નાના રજવાડાના દીવાન. 1836 સુધી વતન ડીસાઉમાં અને ત્યારબાદ 1841 સુધી લિપઝિગમાં રહી શાળાશિક્ષણ પૂરું કર્યું. ત્યારબાદ લિપઝિગ યુનિવર્સિટીમાં ગ્રીક…

વધુ વાંચો >

મેથોડિસ્ટ

મેથોડિસ્ટ : ખ્રિસ્તી ધર્મની એક વિચારધારા. મેથોડિસ્ટ ચળવળના પ્રણેતા જૉન વેસ્લીના મતે મેથોડિસ્ટ એટલે બાઇબલમાં દર્શાવેલી ‘મેથડ’ પ્રમાણે જીવનારા. તેઓ (વેસ્લી) ‘ચર્ચ ઑવ્ ઇંગ્લૅન્ડ’ના પુરોહિત હતા. ઈ. સ. 1738માં એક પ્રાર્થનાસભા દરમિયાન તેમને મુક્તિ મળ્યાનો એક ઊંડો આધ્યાત્મિક અનુભવ થયો. તે પછી તેમણે લંડનમાં એક સંઘની સ્થાપના કરી. આ સંઘનો…

વધુ વાંચો >

મેનિઓ-શિઉ

મેનિઓ-શિઉ : શિન્તો ધર્મનો એક શાસ્ત્રગ્રંથ. આ ગ્રંથ દશ હજાર પત્રોના સંગ્રહ રૂપે છે. પાંચમાથી આઠમા સૈકાના ગાળામાં જે કાવ્યો રચાયાં તેમાંનાં 4496 કાવ્યોનો આ ગ્રંથમાં સંગ્રહ થયેલો છે. જાપાનના બેટની દિવ્ય ઉત્પત્તિ અને પ્રાચીન ઇતિહાસને લગતી કથાઓ, ગીતો અને કાવ્યોનો સંગ્રહ આ ગ્રંથમાં કરવામાં આવ્યો છે. કુદરતની શક્તિઓમાં રહેલો…

વધુ વાંચો >

મૅન્સન, ચાર્લ્સ

મૅન્સન, ચાર્લ્સ (જ. 12 નવેમ્બર 1934, સિનસિનાટી, ઓહાયો) : અમેરિકામાં પોતાને નામે જ સ્થાપેલા સંપ્રદાયના વડા. 1967માં જેલમાંથી છૂટ્યા પછી તેમણે મુક્ત પ્રણય-સહચારમાં માનનારો અને પોતાના પ્રત્યે એકનિષ્ઠ ભક્તિભાવ દાખવનારો એક સમુદાય અને તેના માટેનો એક સંપ્રદાય ઊભા કર્યા. તેમના સંપ્રદાયના અનુયાયીઓએ 1969માં કૅલિફૉર્નિયામાં સંખ્યાબંધ ઘૃણાસ્પદ ખૂન કર્યાં. તેમાં જાણીતી…

વધુ વાંચો >

મેરુ પર્વત

મેરુ પર્વત : ભારતીય પુરાણોમાં વર્ણવાયેલો સોનાનો બનેલો પર્વત. આ પર્વતનું બીજું નામ સુમેરુ છે. ભાગવત અને બ્રહ્માંડપુરાણમાં એનું વર્ણન આવે છે. વિષ્ણુ પુરાણ પણ તેની વિગતો આપે છે. તે ઇલાવૃત્તની વચમાં છે. જંબૂદ્વીપ જેટલો લાંબો છે, એટલો તે ઊંચો છે. તે ચાર પર્વતોથી ઘેરાયેલો છે : – મંદર, મેરુમંદર,…

વધુ વાંચો >

મેસૉનિક લૉજ

મેસૉનિક લૉજ (ફ્રીમેસનરી વિચારધારા) : ફ્રીમેસનરી વિચારધારાની પ્રવૃત્તિઓ કરતું સ્થાન. મધ્યયુગમાં યુરોપમાં અનેક ચર્ચોનું નિર્માણ થયું, જેમાં કડિયાકામ કરનારાઓ(મેસન્સ)નું યોગદાન હતું. તેઓ મુખ્યત્વે મકાન અને બાંધકામના વ્યવસાય સાથે સંકળાયેલા હતા તેમજ વિવિધ વિસ્તારોમાં મુક્ત રીતે ફરીને કામ કરતા હતા તેથી ફ્રીમેસન તરીકે ઓળખાયા. આવા મહાજનના પૂર્ણ સમયના સભાસદો ફ્રીમેસન કહેવાતા.…

વધુ વાંચો >

મૈત્રાયણી સંહિતા

મૈત્રાયણી સંહિતા : જુઓ યજુર્વેદ

વધુ વાંચો >

મૈત્રેય

મૈત્રેય : મહાભારતમાં અને ભાગવત વગેરે પુરાણોમાં ઉલ્લેખાયેલા ઋષિ. મહાભારતના લેખક મહર્ષિ વેદવ્યાસના તેઓ મિત્ર હતા અને વેદવ્યાસના પિતા પરાશર ઋષિના તેઓ શિષ્ય હતા. મૈત્રેય વિષ્ણુપુરાણના પ્રવક્તા છે. વિદુરને તેમણે આત્મજ્ઞાન આપેલું. કૌરવો અને પાંડવોના સંબંધી હોવાથી તેમણે દુર્યોધનને પાંડવો સાથે વેર વધારવાની ના પાડી; પરંતુ દુર્યોધને મૈત્રેય ઋષિનો તિરસ્કાર…

વધુ વાંચો >

મૈત્રેય

મૈત્રેય : ગૌતમ બુદ્ધ પછી લગભગ 4000 વર્ષ બાદ થનારા ભાવિ બુદ્ધ. બૌદ્ધ સંપ્રદાયની માન્યતા મુજબ હાલ મૈત્રેય તુષિત સ્વર્ગમાં બોધિસત્વ સ્વરૂપે વિચરે છે. મૈત્રેયને હીનયાન અને મહાયાન બંને શાખાના અનુયાયીઓ માને છે. ભારત ઉપરાંત શ્રીલંકા, મ્યાનમાર, જાવા, તિબેટ, થાઈ પ્રદેશ વગેરે દેશોમાં ગૌતમ બુદ્ધની સાથે ભાવિ બુદ્ધ મૈત્રેયની પૂજા…

વધુ વાંચો >