Religious mythology
અપરિગ્રહ
અપરિગ્રહ : વસ્તુ, શરીર કે વિચારના પરિગ્રહનો અભાવ. જીવનની અત્યંત આવશ્યક વસ્તુ તે હવા. એના વિના જીવન ક્ષણભર પણ ટકી ન શકે એટલે કુદરતે જીવમાત્રને માટે હવા વિપુલ પ્રમાણમાં બક્ષી છે. એને માટે જીવને કોઈ પુરુષાર્થ કરવો પડતો નથી. બીજી આવશ્યક વસ્તુ તે પાણી. એનો પણ ઘણો મોટો સંગ્રહ પૃથ્વી…
વધુ વાંચો >અપાસરો (ઉપાશ્રય)
અપાસરો (ઉપાશ્રય) : જૈન સાધુ-સાધ્વીઓ માટે ઊતરવાનું સ્થળ. સ્વાધ્યાયમાં વિઘ્ન ન થાય તેવું, જયણા પળાય તે માટે હવા-ઉજાસવાળું, બ્રહ્મચર્યની વાડ પળાય તે માટે સ્ત્રી, પશુ, નપુંસકના સંસર્ગથી રહિત તેમજ આધાકર્મી આદિ દોષ ન લાગે તે માટે ગૃહસ્થ આદિના નિવાસથી દૂર હોય છે. સ્વાધ્યાય, નિર્જરા અને કાયોત્સર્ગ થાય તેવું આ સ્થાન…
વધુ વાંચો >અબ્રહામ
અબ્રહામ (ઈ. પૂ. 2300) : યહૂદી ધર્મના પ્રથમ મહાપુરુષ. જૂના ધર્મનિયમ (Old Testament) અનુસાર તેઓ યહૂદી રાજ્યના સ્થાપક હતા. તેમનું મૂળ નામ અબ્રામ હતું. તેઓ હજરત નૂહના વંશજ મનાય છે. તેમના પિતા તેરાહ ઇરાકના ઉર નગરમાં રહેતા અને અનેક દેવીદેવતાઓની મૂર્તિઓ બનાવીને વેચતા અને તેઓ મૂર્તિપૂજા પણ કરતા. અબ્રામ મૂર્તિપૂજાના…
વધુ વાંચો >અભયદેવસૂરિ
અભયદેવસૂરિ (પ્રથમ) (ઈ. 10મી સદી) : રાજગચ્છના પ્રસિદ્ધ વિદ્વાન જૈનાચાર્ય. તેઓ સોલંકી વંશના સ્થાપક રાજવી મૂળરાજ(942-997)ના સમકાલીન હતા. તેમણે સિદ્ધસેન દિવાકરે રચેલા ‘સન્મતિપ્રકરણ’ ઉપર ‘તત્વબોધવિધાયિની’ નામની ટીકા રચી હતી. (આ ટીકા ‘વાદમહાર્ણવ’ નામથી પણ પ્રસિદ્ધ છે.) આ દાર્શનિક સાહિત્યકૃતિથી તેઓ ‘તર્કપંચાનન’ અને ‘ન્યાયવનસિંહ’ જેવાં બિરુદો પામ્યા હતા. માલવપતિ મુંજની સભામાં…
વધુ વાંચો >અભિનંદનનાથ
અભિનંદનનાથ : જૈન પ્રણાલીમાં 24 તીર્થંકરોમાં ચોથા ક્રમના તીર્થંકર. વિનીતા નગરીના રાજા સંવર અને તેની પત્ની સિધ્યાર્થાના પુત્ર અભિનંદનનાથનો જન્મ મહા સુદ બીજના રોજ થયો હતો. વૈશાખ સુદ આઠમના રોજ તેઓ નિર્વાણ પામ્યા હતા. ઘણા લાંબા કાળ સુધી રાજ્ય કર્યા બાદ 18 વર્ષ સુધી તેમણે છૂપા વેશે વિહાર કર્યા પછી…
વધુ વાંચો >અભિમન્યુ
અભિમન્યુ : પાંડવ અર્જુન અને સુભદ્રાનો પુત્ર, શ્રીકૃષ્ણ-બલરામનો ભાણેજ અને સોમપુત્ર સુવર્ચા કે વર્ચાનો અવતાર. અમુક માન્યતા અનુસાર એ કોઈ અસુર કે દાનવનો અવતાર નહોતો. એ ‘દીર્ઘબાહુ, મહાબળવાન, સુંવાળા અને વાંકડિયા કેશવાળો, વૃષભ જેવી આંખોવાળો, નૂતન શાલવૃક્ષ જેવો ઊંચો, મદઝરતા માતંગ જેવો પરાક્રમી, શત્રુદમન કરનાર નરશ્રેષ્ઠ’ હતો. અર્જુનનો એ પુરુષશ્રેષ્ઠ…
વધુ વાંચો >અમતેરસુ–સૂર્યદેવી
અમતેરસુ–સૂર્યદેવી : જાપાનમાં પ્રચલિત શિન્તો ધર્મની દેવસૃષ્ટિમાં અમતેરસુ–સૂર્યદેવીની પૂજાનું મહત્વ વિશેષ છે. ઈસે નામના ધાર્મિક સ્થળે સૂર્યદેવીના માનમાં એક મંદિર બાંધવામાં આવ્યું છે અને ત્યાં પ્રજા અને સરકાર તરફથી દર વર્ષે સૂર્યદેવની પૂજા કરવામાં આવે છે અને આ દિવસને ઉત્સવ રૂપે મનાવવામાં આવે છે. આ પૂજા અમુક પ્રકારે કરવી એ…
વધુ વાંચો >અમરચંદ્રસૂરિ (12મી સદી)
અમરચંદ્રસૂરિ (12મી સદી) : નાગેંદ્રગચ્છના વિદ્વાન જૈનાચાર્ય. તેઓ સોલંકી રાજવી સિદ્ધરાજ જયસિંહના સમકાલીન હતા. તેઓ ‘નાગેન્દ્રગચ્છ’ના આચાર્ય શાંતિસૂરિના શિષ્ય હતા. તેમણે તથા તેમના ગુરુભાઈ આનંદસૂરિએ બાલ્યાવસ્થામાં જ સમર્થ આચાર્યોને વાદવિવાદમાં હરાવ્યા હતા, તેથી રાજા સિદ્ધરાજ જયસિંહે આચાર્ય અમરચંદ્રસૂરિને ‘સિંહશિશુક’ અને આનંદસૂરિને ‘વ્યાઘ્રશિશુક’ એવાં બિરુદો આપ્યાં હતાં. આચાર્ય અમરચંદ્રસૂરિએ ‘સિદ્ધાંતાર્ણવ’ નામનો…
વધુ વાંચો >અમરચંદ્રસૂરિ (1224)
અમરચંદ્રસૂરિ (1224) : વાયડગચ્છના વિદ્વાન જૈનાચાર્ય અને અલંકારશાસ્ત્રી. તેઓ અલંકાર ઉપરાંત છંદ, વ્યાકરણ અને કાવ્યકલામાં પારંગત હતા. તેમણે ધોળકા(ગુજરાત)ના રાણા વીરધવલ અને તેમના સુપ્રસિદ્ધ જૈન મંત્રી વસ્તુપાલના શાસનકાળ દરમિયાન અરિસિંહ નામના વિદ્વાને લખેલ કવિશિક્ષા વિષેનો ‘કાવ્યકલ્પલતા’ ગ્રંથ પૂર્ણ કરેલો. તેઓ શીઘ્રકવિ હતા. કાવ્યકલ્પલતા પર તેમણે વૃત્તિ લખી છે. એમાં ચાર…
વધુ વાંચો >અમરદાસ ગુરુ
અમરદાસ ગુરુ (જ. 23 મે 1479, બાસરકા, અમૃતસર, પંજાબ; અ. 16 સપ્ટેમ્બર 1574, ગોઈંદવાલ સાહિબ, પંજાબ) : શીખધર્મના ત્રીજા ગુરુ. વતન બાસરકા ગામ. તેમણે નાનકના ધર્મસંદેશને વ્યવસ્થિત પંથનું રૂપ આપ્યું હતું. તેમણે ધર્મપ્રચાર માટે 22 મંજી (આસન) અને 52 સ્ત્રીઓ સહિત 146 મસંદ (ધર્મપ્રચારક) નીમ્યા હતા; પડદા અને સતીની પ્રથાનો…
વધુ વાંચો >