Religious mythology

કૃષ્ણ આંગિરસ

કૃષ્ણ આંગિરસ : ‘ઋગ્વેદ’ 8-85ના મંત્રદ્રષ્ટા ઋષિ. પરંપરા અનુસાર તે અથવા તેમના પુત્ર વિશ્વક કાર્ષણિ ‘ઋગ્વેદ’ 8-86ના ઋષિ મનાય છે. ‘કૌષિતકીબ્રાહ્મણ’માં કૃષ્ણ આંગિરસ ઋષિનો નિર્દેશ છે. બન્ને ઉલ્લેખાયેલા કૃષ્ણ આંગિરસ એક જ હોવાનો સંભવ છે. ઉ. જ. સાંડેસરા

વધુ વાંચો >

કૃષ્ણગીતાવલિ

કૃષ્ણગીતાવલિ : તુલસીદાસનો કૃષ્ણચરિતને લગતો ગીત-સંગ્રહ. આ ગ્રંથમાં 61 ગીતો સમાવિષ્ટ છે. કૃષ્ણચરિતના કોમલ અને મધુર અંશોને ચિત્રિત કરવા માટે તુલસીદાસને આ ગીત-રચનામાં મોકળાશ મળી હતી. તેથી વર્ણન-વિસ્તારમાં બિલકુલ ગયા નથી અને માત્ર રૂપરેખા દ્વારા એમણે કૃષ્ણકથા કહી દીધી છે. આ ગીતોમાં પણ તુલસીદાસે ઘણે અંશે પોતાની માન્યતા અનુસાર મર્યાદાવાદનું…

વધુ વાંચો >

કૃષ્ણદાસ

કૃષ્ણદાસ : મીરજાપુરનિવાસી કૃષ્ણદાસ માધુર્યભક્તિના ઉપાસક ભક્ત કવિ. ‘માધુર્યલહરી’ તેમની પ્રસિદ્ધ રચના છે જે મુખ્યત્વે ગીતિકા છંદમાં રચાઈ છે. એમાં રાધાકૃષ્ણના નિત્યવિહારને લગતા પ્રસંગોની સરસ પ્રાંજલ શૈલીમાં વર્ણન મળે છે. આ કૃતિની રચના વિ. સં. 1852–53 (ઈ. સ. 1795–96)માં  થયાનું ગ્રંથની પુસ્તિકામાં જણાવ્યું છે. કૃષ્ણદાસ પોતે નિમ્બાર્ક સંપ્રદાયના અનુયાયી હોવાનું…

વધુ વાંચો >

કેકય

કેકય : એ નામની વૈદિક કાળની એક પ્રજા. તે ભારતવર્ષના વાયવ્ય પ્રદેશમાં સિંધુ અને વિતસ્તા(બિયાસ)ના દોઆબમાં વસતી હતી. વૈદિક સાહિત્યમાં ‘અશ્વપતિ કૈકેય’ કેકય દેશના રાજા તરીકે વર્ણવાયેલો છે. કેકય દેશ પુરાણો પ્રમાણે આગ્નેય કૌશલની ઉત્તરે હતો. એના રાજવી ‘કેકય’ કહેવાતા. શતપથ બ્રાહ્મણ અને છાંદોગ્ય ઉપનિષદમાં કેકય માટે કૈકેય શબ્દ પણ…

વધુ વાંચો >

કેતુ (ગ્રહ)

કેતુ (ગ્રહ) : નવગ્રહોમાંનો એ નામનો એક ગ્રહ. એના રથને લાખના રંગના આઠ ઘોડા ખેંચે છે. જ્યોતિશાસ્ત્રના અનુસાર તે પ્રત્યેક સંક્રાંતિએ સૂર્યને ગ્રસે છે. કેતુના સ્વરૂપ અંગેની પૌરાણિક કથા પ્રસિદ્ધ છે. તદનુસાર સમુદ્રમંથનમાંથી પ્રાપ્ત થયેલ અમૃતને પીવા માટે બધા દેવો અને દાનવો પોતપોતાની પંક્તિમાં બેસી ગયા. ત્યારે અમરત્વની ઇચ્છાથી કેતુ…

વધુ વાંચો >

કૈકેયી

કૈકેયી : રામાયણનું પાત્ર. કેકયરાજ અશ્વપતિની કન્યા. દશરથની અતિપ્રિય કનિષ્ઠ પત્ની. કૈકેયીનો પુત્ર ગાદીવારસ થાય એ શરતે અશ્વપતિએ દશરથ સાથે તેને પરણાવેલી. કામલોલુપ દશરથે આ શરત સ્વીકારેલી. એક સમયે દેવ-દાનવયુદ્ધમાં દશરથ ઇન્દ્રની સહાયતા અર્થે ગયેલા ત્યારે તે કૈકેયીને સાથે લઈ ગયેલા. યુદ્ધમાં દશરથના રથચક્રનો ખીલો નીકળી ગયો ત્યારે કૈકેયીએ પોતાનો…

વધુ વાંચો >

કૉન્ફ્યૂશિયસ ધર્મ

કૉન્ફ્યૂશિયસ ધર્મ : ચીનમાં પ્રચલિત ધર્મ. ઈ. પૂ. છઠ્ઠી શતાબ્દી સમગ્ર વિશ્વમાં આધ્યાત્મિક નવચેતના અને વિચારક્રાંતિ લાવનાર શતાબ્દી તરીકે પ્રસિદ્ધ છે. આ સમય દરમિયાન ચીનમાં લાઓત્સે અને કૉન્ફ્યૂશિયસ થયા, ગ્રીસમાં પાર્મેનિડીઝ અને એમ્પીડોક્લીઝ થયા, ઈરાનમાં અષો જરથુષ્ટ્ર થયા અને ભારતવર્ષમાં ભગવાન બુદ્ધ અને મહાવીર થયા. અંતરના આ અક્ષય અને અમૂલ્ય…

વધુ વાંચો >

કૌરવ

કૌરવ : સોમવંશી સંવરણ અને તપતીના પુત્ર કુરુ રાજા હસ્તીના વંશજો અને એક જાતિવિશેષ. કૌરવોનો પ્રદેશ તે કુરુજાંગલ અથવા કુરુક્ષેત્ર. કુરુના મહાન તપથી કુરુક્ષેત્ર ધર્મક્ષેત્ર અને પરમ પવિત્ર તીર્થસ્થાન બન્યું. કુરુઓ અને કુરુક્ષેત્રનો નિર્દેશ વૈદિક વાઙ્મયમાં છે. પાંડુના પુત્રો પાંડવો સાથેના વિરોધ અને મહાયુદ્ધના કારણે કૌરવો એટલે ધૃતરાષ્ટ્રના એકસો પુત્રો…

વધુ વાંચો >

કૌલ સંપ્રદાય

કૌલ સંપ્રદાય : વામાચાર નામે જાણીતો તંત્રશાસ્ત્રનો પ્રાચીન સંપ્રદાય. તંત્રશાસ્ત્રમાં પૂર્વકાળથી ઉપાસનાના બે માર્ગ પ્રચલિત છે. એક છે સમય સંપ્રદાય અને બીજો કૌલ સંપ્રદાય. આ જ બે સંપ્રદાયો અનુક્રમે દક્ષિણાચાર અને વામાચાર નામે જાણીતા છે. કૌલ શબ્દ ‘કુલ’ ઉપરથી આવ્યો છે. ‘કુલ’ એટલે પ્રચલિત અર્થમાં કુટુંબ, વર્ગ, સમૂહ, સંપ્રદાય. તંત્રશાસ્ત્ર…

વધુ વાંચો >

કૌશલ્યા

કૌશલ્યા : દશરથ રાજાની અગ્રમહિષી અને રામ જેવા આદર્શ પુત્રની માતા. તેનો સર્વપ્રથમ ઉલ્લેખ વાલ્મીકિ રામાયણમાં પુત્ર-પ્રેમની આકાંક્ષિણી રૂપે મળે છે. આનંદ રામાયણમાં દશરથ અને કૌશલ્યના લગ્નનું વર્ણન વિસ્તારથી મળે છે. ગુણભદ્રકૃત ‘ઉત્તર-પુરાણ’માં કૌશલ્યાની માતાનું નામ સુબાલા અને પુષ્પદત્તના ‘પઉમચરિઉ’માં કૌશલ્યાનું બીજું નામ અપરાજિતા અપાયું છે. પરિસ્થિતિવશ કૌશલ્યા જીવનભર દુઃખી…

વધુ વાંચો >