psychology
મૅકડૂગલ, વિલિયમ
મૅકડૂગલ, વિલિયમ (જ. 22 જૂન 1871, ચેડરટન, ઇંગ્લૅન્ડ; અ. 28 નવેમ્બર 1938, ડરહામ, નૉર્થ કૅરોલાઇના, યુ.એસ.) : બ્રિટનમાં જન્મેલા અમેરિકન મનોવિજ્ઞાની અને મનોવિજ્ઞાનના હેતુવાદી સંપ્રદાયના સ્થાપક. એમનો જન્મ લૅંકેશાયર પરગણામાં ઓલ્ડહામ પાસેના ચેડરટન ગામમાં એક રસાયણશાસ્ત્રીને ત્યાં થયો. નાનપણથી જ તેમણે પોતાની બુદ્ધિ અને જ્ઞાનપિપાસાનો પરિચય આપવા માંડ્યો. 15 વર્ષની…
વધુ વાંચો >મેસ્લો, અબ્રાહમ હૅરોલ્ડ
મેસ્લો, અબ્રાહમ હૅરોલ્ડ (જ. 1 એપ્રિલ 1908, બ્રુકલિન; અ. 8 જૂન 1970, કૅલિફૉર્નિયા) : અમેરિકન મનોવૈજ્ઞાનિક તથા માનવવાદી મનોવિજ્ઞાન(humanistic psychology)ના પ્રણેતા. તેઓ મનોવિજ્ઞાનના ક્ષેત્રે તેમના ‘પ્રેરણાના શ્રેણીક્રમનો સિદ્ધાંત’ તથા ‘સ્વ-આવિષ્કારયુક્ત વ્યક્તિઓની લાક્ષણિકતાઓ’ના વર્ણન માટે ખ્યાતિ પામેલા છે. મનોવિજ્ઞાનમાં મનોવિશ્લેષણવાદ અને વર્તનવાદ – એ બે પ્રવાહો પ્રચલિત હતા ત્યારે માનવવાદી અભિગમનો…
વધુ વાંચો >યાસ્પર્સ, કાર્લ
યાસ્પર્સ, કાર્લ (જ. 1883; અ. 1969) : વીસમી સદીના યુરોપીય અસ્તિત્વવાદી વિચાર-આંદોલનના અગ્રણી જર્મન મનોવૈજ્ઞાનિક અને તત્વચિંતક. જોકે, પોતાના અભિગમને અસ્તિત્વવાદી તત્વચિંતન તરીકે ઘટાવવા સામે તેમને વાંધો હતો. 1901થી 1908 સુધી યાસ્પર્સે જર્મનીની હાઇડલબર્ગ, મ્યૂનિક, બર્લિન અને ગૉટિંગન યુનિવર્સિટીઓમાં કાનૂની અને તબીબી વિદ્યાશાખામાં અભ્યાસ કર્યો હતો. એમ.ડી. થયા પછી 1908થી…
વધુ વાંચો >યુંગ, કાર્લ, ગુસ્તાવ
યુંગ, કાર્લ, ગુસ્તાવ (જ. 26 જુલાઈ 1875, કેસવિલ, સ્વિટ્ઝર્લૅન્ડ; અ. 6 જૂન 1961, ક્યુસનાક્ટ, સ્વિટ્ઝર્લૅન્ડ) : સ્વિસ મનોવૈજ્ઞાનિક, મનશ્ચિકિત્સક અને વિશ્લેષણાત્મક મનોવિજ્ઞાનના સ્થાપક. પ્રસિદ્ધ મનશ્ચિકિત્સક સિંગમંડ ફ્રૉઇડના શિષ્ય અને સાથી. તેમના પિતા વ્યવસાયે પાદરી હોવા ઉપરાંત એક અચ્છા ભાષાવિજ્ઞાની પણ હતા. વિશિષ્ટ પરિસ્થિતિને લીધે કાર્લનું બાળપણ એકલતામાં વીત્યું. તેથી તેમની…
વધુ વાંચો >રાજકીય માનસશાસ્ત્ર
રાજકીય માનસશાસ્ત્ર : રાજકીય વર્તનને માનસશાસ્ત્રની દૃષ્ટિએ સમજવા-સમજાવવાનો પ્રયાસ કરતી વિદ્યાશાખા. આમ રાજ્યશાસ્ત્ર અને માનસશાસ્ત્ર – એ બંને વિદ્યાશાખાઓનો સમન્વય કરીને મનુષ્યોના રાજકીય વર્તનને માનસશાસ્ત્રીય દૃષ્ટિએ સમજાવવાનો પ્રયાસ કરતી વિદ્યાશાખાને રાજકીય માનસશાસ્ત્ર તરીકે ઓળખવામાં આવે છે. આધુનિક રાજ્યશાસ્ત્ર મનુષ્યોના રાજકીય વર્તનનો અભ્યાસ કરવા અંગે અને તેની સમજૂતી આપવા પર વિશેષ…
વધુ વાંચો >રૉરશાખ કસોટી
રૉરશાખ કસોટી : વ્યક્તિત્વમાપન માટે વપરાતી એક પ્રક્ષેપણ-કસોટી. પ્રક્ષેપણકસોટીઓના વિવિધ પ્રકારોમાં સંપૂર્ણ સંદિગ્ધ અને અશાબ્દિક કસોટી તરીકે રૉરશાખ એકમાત્ર સર્વસ્વીકૃત કસોટી છે આ કસોટીની સામગ્રીમાં વપરાતાં 10 કાર્ડમાંથી પ્રત્યેક કાર્ડ શાહીનાં ધાબાંઓના અનિયમિત છતાં બંને બાજુ સમાન રીતે પ્રસરેલા આકારોને આધારે તૈયાર કરવામાં આવ્યું હોય છે. આ શાહીના ધાબામાં કોઈ…
વધુ વાંચો >લઘુતાગ્રંથિ (inferiority complex)
લઘુતાગ્રંથિ (inferiority complex) : શારીરિક/માનસિક ખોડ, કાર્યોમાં નિષ્ફળતા કે પ્રતિકૂળ વાતાવરણમાંથી ઉદભવતી અંગત હીનતાની એવી લાગણી, જેને આળા સ્વભાવ, ખિન્નતા અને નિરુત્સાહ દ્વારા અથવા આપવડાઈ કે આક્રમકતા દ્વારા વ્યક્ત કરવામાં આવે છે. આ ગ્રંથિનો ભોગ બનનાર વ્યક્તિને પોતાની જાતમાં અવિશ્વાસ હોય છે. પોતે ઘણાં રાબેતા મુજબનાં કામો કરવા પણ અસમર્થ…
વધુ વાંચો >લાગણી (feeling)
લાગણી (feeling) : સંવેદનો, વિચારો કે અન્ય અનુભવોનું આત્મલક્ષી ભાવાત્મક પાસું. મનુષ્યોના મોટાભાગના અનુભવો સુખદ કે દુ:ખદ હોય છે; કેટલાક અનુભવો તટસ્થ હોય છે. અપવાદરૂપ સંજોગોમાં મનુષ્ય એકીસાથે સુખ અને દુ:ખની મિશ્ર લાગણી અનુભવે છે; દા. ત., કન્યાવિદાયની ક્ષણે અથવા ઉચ્ચ અભ્યાસ કે નોકરી માટે વિદેશગમન કરતી વખતે. મધ્યમસરનો પ્રકાશ,…
વધુ વાંચો >લ્યુઇન કર્ટ
લ્યુઇન કર્ટ (જ. 1890, જર્મની; અ. 1947, અમેરિકા) : ક્ષેત્રસિદ્ધાંતના સ્થાપક અને સમદૃષ્ટિવાદી મનોવૈજ્ઞાનિક. મનોવિજ્ઞાન ક્ષેત્રે તેમણે જે સંશોધનકાર્ય કર્યું તે કારણે તેઓ એક વિશિષ્ટ સ્થાન ધરાવે છે. મૅક્સ વર્ધીમર, કુર્ટ કોફકા અને કોહલરની વિચારધારા પ્રમાણે લ્યુઇને પણ જે વિચારધારા રજૂ કરી તે સમદૃષ્ટિવાદની વિચારધારા સાથે સુસંગત હતી. કેટલાક મનોવૈજ્ઞાનિકો…
વધુ વાંચો >વર્તન-ચિકિત્સા (behaviour therapy)
વર્તન-ચિકિત્સા (behaviour therapy) : વ્યક્તિના કુસમાયોજિત વર્તનને ઓળખીને, શિક્ષણ-સિદ્ધાંતોના ઉપયોગ દ્વારા એ વર્તનને બદલનારી ચિકિત્સા. અભિસંધિત પ્રતિક્રિયા તેમજ વર્તનવાદના બીજા ખ્યાલો ઉપર આધાર રાખતી, માનસિક સમસ્યાઓ અને રોગીની એવી ચિકિત્સા, જેનું મુખ્ય ધ્યેય વ્યક્તિની અનિષ્ટ ટેવોને બદલવાનું છે. આ ચિકિત્સાનો ઉદભવ પાવલૉવના પ્રશિષ્ટ અભિસંધાનનાં અને સ્કિનરના કારક અભિસંધાનનાં સંશોધનોનાં પરિણામોમાંથી…
વધુ વાંચો >