psychology
પ્રૌઢાવસ્થા
પ્રૌઢાવસ્થા : મનુષ્યની યુવાવસ્થા અને વૃદ્ધાવસ્થાની વચ્ચે આવતો તબક્કો. બધા મનુષ્યો અમુક ઉંમરના થાય ત્યારે જ પ્રૌઢ બને, અને અમુક ઉંમરે પ્રૌઢ બને જ, એવો અનિવાર્ય સંબંધ હોતો નથી. કેટલાક લોકો 30 વર્ષની વય વટાવતાં તુરત પ્રૌઢતા અનુભવે છે, જ્યારે બીજાઓ 45 વર્ષ વટાવ્યા પછી પણ યુવાનીની સ્ફૂર્તિ અને ચંચળતા…
વધુ વાંચો >ફ્રૉઇડ, ડૉ. આન્ના
ફ્રૉઇડ, ડૉ. આન્ના (જ. 3 ડિસેમ્બર 1895, વિયેના, ઑસ્ટ્રિયા; અ. 9 નવેમ્બર 1982, લંડન) : વિખ્યાત મનોવિશ્લેષક મહિલા. ડૉ. સિગ્મન્ડ ફ્રૉઇડ અને માર્થા ફ્રૉઇડનાં છ સંતાનોમાં આન્ના સૌથી નાનાં અને એકમાત્ર મનોવિશ્લેષક થયેલાં સંતાન હતાં. એમનો સઘળો અભ્યાસ વિયેનાની કન્યાશાળા અને ‘કૉલેજ લા દ સીશુમ’માં પૂરો થયેલો. તેમણે આ જ…
વધુ વાંચો >ફ્રૉઇડ, સિગ્મન્ડ
ફ્રૉઇડ, સિગ્મન્ડ (જ. 6 મે 1856, ફ્રાઇબર્ગ, મોરેવિયા; અ. 1938, લંડન) : મનોવિશ્લેષણ વિચારધારાના પ્રણેતા તરીકે જગતભરમાં ખ્યાતિ પામેલા મનોવિજ્ઞાની. તેમનો જન્મ એક યહૂદી કુટુંબમાં થયો. પિતા જેકૉબની બીજી પત્ની એલિવિયાનું તેઓ પ્રથમ સંતાન હતા. તેમને ત્રણ નાની બહેનો અને બે નાના ભાઈઓ હતા. ચાર વર્ષની વયે તેઓ પરિવાર સાથે…
વધુ વાંચો >બચાવ-પ્રયુક્તિઓ
બચાવ-પ્રયુક્તિઓ (defense mechanisms) : આત્મસન્માનના રક્ષણ માટે પ્રયોજાતી વર્તન-તરેહો. જ્યારે માણસને નિષ્ફળતા મળે, તેને અયોગ્ય ઇચ્છાઓ થાય, કે તેણે અનૈતિક કૃત્ય કર્યું હોય, ત્યારે એનું ભાન માણસના સ્વાભિમાનને આંચકો આપે છે અને માણસ લઘુતાની લાગણી અનુભવે છે. ‘મેં ભૂલ કરી, હું અપરાધી છું’ એવા વિચારોથી બચવા માટે અને પોતાના વિશેના…
વધુ વાંચો >બહિર્મુખ વ્યક્તિત્વ
બહિર્મુખ વ્યક્તિત્વ : માણસના વ્યક્તિત્વનો વિશેષ ગુણ. મનોવિજ્ઞાનમાં માનવ-વ્યક્તિત્વનો અભ્યાસ કરવા માટેના બે અભિગમો પ્રચલિત છે : 1. વ્યક્તિ-કેન્દ્રિત અભિગમ (idiographic approach) અને 2. સામાન્ય-કેન્દ્રિત અભિગમ (nomothetic approach). વ્યક્તિ-કેન્દ્રિત અભિગમ, માનવ-વ્યક્તિત્વની વિશેષતાઓ, તેના વિશેષ ગુણો (traits) તથા વ્યક્તિગત ભિન્નતાઓ પર ભાર મૂકે છે. જ્યારે સામાન્ય-કેન્દ્રિત અભિગમ વિવિધ વ્યક્તિત્વોમાં રહેલા સામાન્ય…
વધુ વાંચો >બહુવિધ વ્યક્તિત્વ
બહુવિધ વ્યક્તિત્વ (multiple personality) : વ્યક્તિની એવી અવસ્થા જેમાં વારાફરતી બે કે વધારે સંપૂર્ણ વ્યક્તિત્વતંત્રો પ્રગટ થાય છે. આ વ્યક્તિત્વતંત્રો એકબીજાંથી ઠીક ઠીક અંશે સ્વતંત્ર હોય છે. દરેક વ્યક્તિત્વતંત્ર વિકલ્પી વ્યક્તિત્વ કહેવાય છે. બહુવિધ વ્યક્તિત્વ વિયોજનાત્મક (dissociative) પ્રકારની હળવી મનોવિકૃતિ છે. કાલ્પનિક કથાસાહિત્યમાં આવો ડૉક્ટર જેકિલ અને મિસ્ટર હાઇડનો દાખલો…
વધુ વાંચો >બાલમનોવિજ્ઞાન
બાલમનોવિજ્ઞાન જન્મ પૂર્વેના તબક્કાથી માંડીને તરુણાવસ્થાના શરૂઆતના તબક્કા (13–14 વર્ષની ઉંમર) સુધીના શિશુ અને બાળકના વર્તનના સળંગ વિકાસનો અભ્યાસ કરતું વિજ્ઞાન. વીસમી સદીની શરૂઆતમાં તેનો આરંભ થયો. મનોવિજ્ઞાન એ વર્તનનું વિજ્ઞાન છે. મનુષ્યના અસ્તિત્વને આવરી લેતું સમગ્ર વર્તન. હવે મનુષ્યના સમગ્ર વર્તનનો અભ્યાસ એટલે ગર્ભાધાનથી જન્મ અને જન્મથી મૃત્યુ સુધીના…
વધુ વાંચો >બાલસંભાળ (માનવ)
બાલસંભાળ (માનવ) બાળકના ઉછેર વખતે રખાતી કાળજી. બાળકની જરૂરિયાત સંતોષાય ત્યારે તેનો સૌથી વધુ વિકાસ થાય છે. શિશુ તથા બાળકની સારી રીતે સંભાળ ન લેવાય તો તે રોગો અને માંદગીનો ભોગ બને છે. વળી તેની બહુ અવગણના થાય તો તેની સાંભળવાની કે જોવાની શક્તિ પણ જોખમાય છે. કુપોષણ અને માંદગીનો…
વધુ વાંચો >બિને, આલ્ફ્રેડ
બિને, આલ્ફ્રેડ (જ. 8 જુલાઈ 1857, નાઇસ, ફ્રાંસ; અ. 1911) : ફ્રેંચ માનસશાસ્ત્રી. તેમણે ફ્રેંચ પ્રાયોગિક મનોવિજ્ઞાનના વિકાસમાં તેમજ બુદ્ધિના માપનના ક્ષેત્રે મહત્વનો ફાળો આપ્યો છે. બિનેએ 1878માં કાયદાશાસ્ત્રની તેમજ 1890 અને 1894માં વિજ્ઞાનશાખાની ડિગ્રીઓ મેળવી; પરંતુ ફ્રેંચ ન્યૂરોલૉજિસ્ટ ઝ્યાં શારકોટ(Jean Charcot)નાં કાર્યોથી પ્રભાવિત થઈને કાયદાશાસ્ત્રનો ત્યાગ કર્યો અને 1891…
વધુ વાંચો >બિને-સાયમન બુદ્ધિકસોટીઓ
બિને-સાયમન બુદ્ધિકસોટીઓ : ફ્રેંચ મનોવિજ્ઞાની બિનેએ સાયમનની મદદથી તૈયાર કરેલી મનોમાપનની કસોટીઓ. આલ્ફ્રેડ બિનેએ 1905માં પ્રથમ બુદ્ધિકસોટી તૈયાર કરી મનોવિજ્ઞાનમાં માપનના ક્ષેત્રે એક હરણફાળ ભરી એમ કહેવાય. બિને અને તેના સહકાર્યકરો વર્ષો સુધી બુદ્ધિમાપન માટે સંશોધન કરતા રહ્યા. હસ્તાક્ષરમાપન જેવી ઘણી બધી રીતો અજમાવી જોઈ; પણ આ બધાંને અંતે લાગ્યું…
વધુ વાંચો >