Physics

સખારૉવ, આંદ્રે ડિમિટ્રિયેવિચ

સખારૉવ, આંદ્રે ડિમિટ્રિયેવિચ (જ. 21 મે 1921, મૉસ્કો; અ. 1989, મૉસ્કો) : સોવિયેત સંઘના અગ્રણી ભૌતિકશાસ્ત્રી; સોવિયેત સંઘના હાઇડ્રોજન બૉમ્બના વિકાસમાં મહત્ત્વનો ફાળો આપનાર વૈજ્ઞાનિક; વ્યક્તિસ્વાતંત્ર્ય, માળખાગત રાજકીય સુધારણા અને માનવ-અધિકારોના પ્રખર હિમાયતી તથા વર્ષ 1975ના શાંતિ માટેના નોબેલ પારિતોષિકના વિજેતા. પિતા પણ ભૌતિકશાસ્ત્રના વિદ્વાન હતા. તેમની પાસેથી પ્રેરણા લઈને…

વધુ વાંચો >

સમતા (parity)

સમતા (parity) : અવકાશ-પરાવર્તન સમમિતિ (space-reflection symmetry). ઊગમબિંદુને અનુલક્ષી યામોનું પરાવર્તન કરતાં તરંગવિધેયની લાક્ષણિક વર્તણૂક સમતા વ્યક્ત કરે છે. જો y = + 4 થાય તો સમતા T1 = +1 અને તે બેકી (even) ગણાય છે અને y = – 4 થાય તો સમતા T1 = 1 અને તે એકી…

વધુ વાંચો >

સમમિતિ

સમમિતિ : પ્રણાલી(કે તંત્ર)ની નિશ્ચરતા(invariances)નો ગણ (સમૂહ). પ્રણાલી ઉપર સમમિતિ-સંક્રિયા (operation) કરવામાં આવતાં તેમાં કોઈ ફેરફાર થતો નથી. જૂથ-સિદ્ધાંત(group-theory)ની મદદથી તેનો ગાણિતિક અભ્યાસ કરવામાં આવે છે. કેટલીક સમમિતિ-ઘટનાઓ ભૌતિક સ્વરૂપ ધરાવે છે; જેમ કે, અણુઓ માટે પરાવર્તન તથા પરિભ્રમણ અને સ્ફટિકલેટિસમાં સ્થાનાંતરણ (translation). વધુ અમૂર્ત સમમિતિઓ ગુણધર્મોમાં ફેરફાર આચરે છે;…

વધુ વાંચો >

સમય-વ્યુત્ક્રમ (time-reversal)

સમય–વ્યુત્ક્રમ (time-reversal) : ભૌતિકવિજ્ઞાનમાં સમય tને આયામ કે પરિમાણ (dimension) ગણીને તેનો વ્યુત્ક્રમ, અર્થાત્ -tને બદલે t લેવાથી મળતાં પરિણામો અને સૂચિતાર્થોની ચર્ચા. આ સંકલ્પના સમજવા માટે ધારો કે, એક પદાર્થકણ (particale) P વિશે પ્રારંભિક (કે હાલના) સમય ‘t0’ પર બધી જાણકારી અથવા માહિતી પ્રાપ્ત છે. ભૌતિકશાસ્ત્રમાં ખાસ કરીને ગતિવિજ્ઞાન-(dynamics)માં…

વધુ વાંચો >

સમુત્ખંડન (spallation)

સમુત્ખંડન (spallation) : લક્ષ્ય (target) ઉપર અતિ ઉચ્ચ ઊર્જાવાળા કણોનો મારો કરવાથી સંખ્યાબંધ ન્યૂક્લિયૉન અને અન્ય કણોના ઉત્સર્જન સાથે ઉદ્ભવતી ખાસ પ્રબળ ન્યૂક્લિયર-પ્રક્રિયા. સાદી ન્યૂક્લિયર-પ્રક્રિયાઓમાં ન્યૂક્લિયસ વચ્ચે ન્યૂક્લિયૉનની આપ-લે થતી હોય છે. આવી સાદી પ્રક્રિયાઓની સાપેક્ષે સમુત્ખંડન એ અતિ ઉચ્ચ આપાત-ઊર્જાએ થતી તીવ્ર ન્યૂક્લિયર-પ્રક્રિયા છે. અણીવાળા સાંકડા કક્ષમાં 7200 MeV…

વધુ વાંચો >

સમોષ્મી ફેરફારો (પ્રક્રિયાઓ)

સમોષ્મી ફેરફારો (પ્રક્રિયાઓ) : એવી પ્રક્રિયા જે દરમિયાન તંત્રમાં ઉષ્મા દાખલ થતી ન હોય કે તેમાંથી ઉષ્મા બહાર નીકળતી ન હોય. નળાકારમાં રાખેલા વાયુનું પિસ્ટન વડે સંકોચન કે વિસ્તરણ કરતાં વાયુ અને પરિસર વચ્ચે ઉષ્માની આપ-લે ન થાય તો આ પ્રકારની પ્રક્રિયાને સમોષ્મી પ્રક્રિયા કહે છે. સમોષ્મી વિસ્તરણ દરમિયાન વાયુનું…

વધુ વાંચો >

સમોષ્મી વિચુંબકન (adiabatic demagnetization)

સમોષ્મી વિચુંબકન (adiabatic demagnetization) : એવી ભૌતિક પ્રક્રિયા કે જેની મદદથી, અગાઉથી ઠંડા પાડેલા ચોક્કસ પદાર્થો પરથી લાગુ પાડેલ ચુંબકીય ક્ષેત્રને દૂર કરતાં તે પદાર્થોનું વધુ શીતન (cooling) શક્ય બને. પીટર ડિબાઈ અને વિલિયમ ફ્રાન્સિસ ગિયાક નામના રસાયણશાસ્ત્રીઓએ 1926-1927ના અરસામાં સ્વતંત્રપણે આ પદ્ધતિ વિકસાવી હતી. આ કાર્ય માટે 1949માં તેમને…

વધુ વાંચો >

સલામ, અબ્દુસ

સલામ, અબ્દુસ (જ. 29 જાન્યુઆરી 1926, જંગ માઘયાના, પંજાબ, પાકિસ્તાન [તે વખતનું હિન્દુસ્તાન]; અ. 21 નવેમ્બર 1996, ઑક્સફર્ડ, ઇંગ્લૅન્ડ) : પાકિસ્તાની ન્યૂક્લિયર ભૌતિકવિજ્ઞાની અને 1979ના ભૌતિકવિજ્ઞાનના નોબેલ પારિતોષિકના સ્ટીવન વાઇનબર્ગ અને શેલ્ડન લી ગ્લાશોના સહવિજેતા. તેમણે એકીકૃત વિદ્યુત-મંદ સિદ્ધાંત(unified electro weak theory)નું સૂત્રણ એટલે કે મૂળભૂત કણો વચ્ચે પ્રવર્તતી મંદ-ન્યૂક્લિયર…

વધુ વાંચો >

સંદર્ભ-તંત્ર (reference frames)

સંદર્ભ–તંત્ર (reference frames) : જેના સાપેક્ષે કણ કે બિંદુના સ્થાન કે ગતિનાં માપ લેવાતાં હોય તેવું દૃઢ નિર્દેશ-તંત્ર. પૃથ્વીની સપાટી ઉપરના કોઈ પણ સ્થાનને અક્ષાંશ અને રેખાંશ વડે દર્શાવવામાં આવે છે. અહીં પૃથ્વી નિર્દેશ-તંત્ર છે. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે P એક બિંદુ છે. તેનું સ્થાન નક્કી કરવું છે. એ માટે દરેક…

વધુ વાંચો >

સંદીપ્તિ (Luminescence)

સંદીપ્તિ (Luminescence) : બિનઉષ્મીય પ્રક્રિયાના લીધે પદાર્થ દ્વારા થતું વિદ્યુતચુંબકીય વિકિરણનું ઉત્સર્જન. ઉષ્મીય પ્રક્રિયા દ્વારા પ્રકાશનું ઉત્સર્જન થાય તેને તાપદીપ્તિ (incandescence) કહે છે. સંદીપ્તિ સામાન્યત: દૃશ્ય પ્રકાશ રૂપે જોવા મળે છે; પરંતુ પારરક્ત પ્રકાશ અને અન્ય અદૃશ્ય પ્રકાશ રૂપે પણ જોવા મળી શકે છે. કોઈ પણ પદાર્થને સંદીપ્ત થવા માટે…

વધુ વાંચો >