Physics
વીજભાર-સંરક્ષણ
વીજભાર–સંરક્ષણ : કોઈ પણ પ્રક્રિયા (રાસાયણિક કે ન્યૂક્લિયર) દરમિયાન કુલ વીજભારનું અચળ રહેવું. પદાર્થના મૂળભૂત કણોને વીજભાર (electric charge) તરીકે ઓળખાતું એક પરિમાણ હોય છે અને પરમાણુની રચનામાં જરૂરી એવા કુલંબ(coulomb)-બળ માટે તે કારણભૂત હોય છે. કોઈ પણ ભૌતિકીય પ્રક્રિયા દરમિયાન આ પરિમાણના કુલ મૂલ્યમાં ફેરફાર થતો નથી. આને વીજભાર-સંરક્ષણ(conservation…
વધુ વાંચો >વીજળીનું મીટર (electric meter)
વીજળીનું મીટર (electric meter) : વિદ્યુતપ્રવાહનું માપન કરતું ઉપકરણ. ગ્રાહક વડે વપરાયેલ વિદ્યુત-ઊર્જાના જથ્થાનું માપન કરવા વિદ્યુત કંપનીઓ વૉટ-કલાક મીટરનો ઉપયોગ કરે છે. આ વિદ્યુતશક્તિને કિલોવૉટ-કલાકમાં વ્યક્ત કરવામાં આવે છે. એક કિલોવૉટ-કલાક = 1000 વૉટ-કલાક થાય છે. 100 વૉટના વિદ્યુત-ગોળાને એક કલાક માટે ચાલુ રાખતાં 1 કિલોવૉટ-કલાક વિદ્યુત વપરાય છે.…
વધુ વાંચો >વીનર, નોર્બર્ટ
વીનર, નોર્બર્ટ (જ. 26 નવેમ્બર 1894, કોલંબિયા, યુ.એસ.; અ. 18 માર્ચ 1964, સ્ટૉકહોમ) : સાઇબરનેટિક્સનું વિજ્ઞાન સ્થાપિત કરનાર યુ. એસ. ગણિતશાસ્ત્રી. સ્વસંચાલન પ્રક્રિયાઓ વિકસાવવાના હેતુ માટે અંકુશનતંત્રના અભ્યાસને પ્રારંભમાં સાઇબરનેટિક્સ ગણવામાં આવતું હતું. 1948માં તેમણે સાઇબરનેટિક્સ ઉપર પુસ્તક ‘Cybernatics’ લખીને આ ક્ષેત્રને પ્રચલિત કર્યું. આ પુસ્તક મારફતે તેમણે સાઇબરનેટિક્સની વ્યાખ્યા…
વધુ વાંચો >વીન, વિલ્હેલ્મ
વીન, વિલ્હેલ્મ (જ. 13 જાન્યુઆરી 1864, ગ્રાફકેન, પૂર્વ પ્રશિયા [અત્યારે પોલૅન્ડમાં]; અ. 30 ઑગસ્ટ 1928, મ્યૂનિક) : ઉષ્માના વિકિરણના સિદ્ધાંતોના નિયંત્રણ નિયમોની શોધ બદલ 1911નો નોબેલ પુરસ્કાર મેળવનાર જર્મન વિજ્ઞાની. તેમણે ગોટિન્ગને (Goettingen) અને બર્લિન યુનિવર્સિટીમાં ગણિતશાસ્ત્ર અને પ્રાકૃતિક વિજ્ઞાનોનો અભ્યાસ કર્યો. તે વૉન હેલ્મોલ્ટ્ઝના વિદ્યાર્થી હતા. પોતાના પિતાની જમીનનો…
વધુ વાંચો >વીમાન, કાર્લ
વીમાન, કાર્લ (Wieman, Carl) (જ. 26 માર્ચ 1951, કોર્વાલિસ, ઓરેગૉન) : અમેરિકન પ્રાયોગિક ભૌતિકવિજ્ઞાની અને વર્ષ 2001ના નોબેલ પુરસ્કાર-વિજેતા. બોઝ–આઇન્સ્ટાઇન સંઘનિત દ્રાવ(con-densate)નો સૌપ્રથમ વાર પ્રાયોગિક નિર્દેશ કરવા બદલ તેમને આ પુરસ્કાર કેટર્લી અને કોર્નેલની ભાગીદારીમાં મળ્યો છે. તેઓ કોર્વાલિસ હાઈસ્કૂલમાંથી સ્નાતક થયા. 1973માં વીમાન MITમાંથી બી.એસ. થયા અને 1977માં સ્ટેન્ફર્ડ…
વધુ વાંચો >વીલ, હરમાન
વીલ, હરમાન (જ. 9 નવેમ્બર 1885, ઍલ્મ્શૉર્ન, હેમ્બર્ગ પાસે; અ. 8 ડિસેમ્બર 1955, ઝુરિક) : વિવિધ અને વિસ્તૃત ફાળા દ્વારા શુદ્ધ તથા સૈદ્ધાંતિક ગણિતશાસ્ત્ર વચ્ચે સેતુ તૈયાર કરનાર જર્મન અમેરિકન ગણિતશાસ્ત્રી. ખાસ કરીને તેમણે ક્વૉન્ટમ યાંત્રિકી અને સાપેક્ષવાદના ક્ષેત્રે મહત્વનો ફાળો આપ્યો છે. ગોટિંગન યુનિવર્સિટીમાંથી 1908માં તેઓ સ્નાતક થયા. તે…
વધુ વાંચો >વેઈસ, રેઈનર (Weiss, Rainer)
વેઈસ, રેઈનર (Weiss, Rainer) (જ. 29 સપ્ટેમ્બર 1932, બર્લિન, જર્મની) : લિગો સંસૂચક(detector)ના નિર્ણાયક પ્રદાન માટે તથા ગુરુત્વાકર્ષણ-તરંગોના નિરીક્ષણ માટે 2017નો ભૌતિકશાસ્ત્રમાં નોબેલ પુરસ્કાર મેળવનાર વિજ્ઞાની. એ પુરસ્કારનો અર્ધભાગ તેમને પ્રાપ્ત થયો હતો. અન્ય ભાગ કિપ થોર્ન અને બૅરી બેરીશ વચ્ચે વિભાજિત થયો હતો. રેઈનર વેઈસના પિતા ડૉક્ટર હતા અને…
વધુ વાંચો >વેગ (Velocity)
વેગ (Velocity) : નિશ્ચિત દિશામાં બિંદુવત્ પદાર્થના સ્થાનાંતરનો દર. એટલે કે ચોક્કસ દિશામાં ગતિ કરતાં દૃઢ પદાર્થે અવકાશમાં એકમ સમયમાં કાપેલ અંતર. રેખીય વેગને અંતર અને સમયના ગુણોત્તર તરીકે વ્યક્ત કરવામાં આવે છે. આથી તેનો એકમ મીટર/સેકન્ડ થાય છે અને પારિમાણિક સૂત્ર M°L1T1 બને છે. વેગ અને ઝડપ વચ્ચે તફાવત…
વધુ વાંચો >વેલ્ટમૅન, માર્ટિનસ જે. જી.
વેલ્ટમૅન, માર્ટિનસ જે. જી. (જ. 27 જૂન 1931, વાલવિજ્ક (Waalwijk), નેધરલૅન્ડ) : ડચ ભૌતિકવિજ્ઞાની. 1999ના નોબેલ પારિતોષિકના ગેરાદુસ’ટી હૂફ્ટ(Geradus’t Hooft)ના સહવિજેતા. આ નોબેલ પારિતોષિક તેમને ભૌતિકવિજ્ઞાનમાં વિદ્યુતમંદતા (electroweak) આંતરક્રિયાની ક્વૉન્ટમ સંરચના પર પ્રકાશ પાડવા માટે એનાયત કરવામાં આવેલ. તેમણે એવી ગણિતીય રીત વિકસાવી જેના થકી આ બ્રહ્માંડની રચના કરનારા અવપરમાણુ…
વધુ વાંચો >વૈદ્ય, પ્રહલાદરાય ચુનીલાલ
વૈદ્ય, પ્રહલાદરાય ચુનીલાલ (જ. 22 મે 1918, શાપુર, તા. જૂનાગઢ, સૌરાષ્ટ્ર) : સમર્થ ગણિતજ્ઞ, આજીવન સંનિષ્ઠ શિક્ષક, સાપેક્ષવાદના ક્ષેત્રે આંતરરાષ્ટ્રીય સંશોધનકાર અને કુશળ વહીવટકર્તા. ગણિતશાસ્ત્ર તેમનું શિક્ષણક્ષેત્ર હોવાની સાથે તેઓનું સંશોધનક્ષેત્ર ભૌતિકવિજ્ઞાન પણ રહ્યું. પિતાશ્રી ચુનીલાલ વૈદ્યનાં ત્રણ સંતાનોમાં તેઓ સૌથી નાના. પિતાશ્રી તાર-ટપાલ ખાતામાં સરકારી નોકરી કરતા હતા એટલે…
વધુ વાંચો >