Physics
યશ પાલ
યશ પાલ (જ. 26 નવેમ્બર 1926, ઝંગ [હાલ પાકિસ્તાનમાં]; અ. 24 જુલાઈ 2017, નોઈડા) : ભારતના ખ્યાતનામ ભૌતિકવિજ્ઞાની. પંજાબ યુનિવર્સિટીમાંથી 1948માં બી.એસસી. અને 1949માં એમ.એસસી. થયા બાદ યશ પાલે 1950માં તાતા ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ફન્ડામેન્ટલ રિસર્ચ (TIFR), મુંબઈ ખાતે કૉસ્મિક કિરણો અને ઉચ્ચ-ઊર્જા ભૌતિકી ઉપર સંશોધનકાર્ય શરૂ કર્યું હતું. 1958માં તેમણે…
વધુ વાંચો >યંગ, ચેન નીંગ
યંગ, ચેન નીંગ (જ. 22 સપ્ટેમ્બર 1922, હોફાઈ [Hofei], એન્વાઈ [Anhwei], ચીન) : મૂળભૂત કણોને લગતી મહત્વની શોધ ભણી દોરી જનાર સમાનતા(parity)ના નિયમ તરીકે ઓળખાતા સિદ્ધાંતના અન્વેષક. સમાનતાના નિયમોના સંશોધન માટે યંગ અને ટી. ડી. લીને 1957નો ભૌતિકવિજ્ઞાનનો નોબેલ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. યંગે નૅશનલ સાઉથવેસ્ટ ઍસોસિયેટેડ યુનિવર્સિટી અને…
વધુ વાંચો >યંગ, ટૉમસ
યંગ, ટૉમસ (જ. 13 જૂન 1773, મિલ્વરટન [સમરસેક્સ]; અ. 10 મે 1829, લંડન) : અંગ્રેજ વૈજ્ઞાનિક, ભૌતિકશાસ્ત્રી, વૈદકશાસ્ત્રી, દાક્તર, મિસર-વિદ્યાના પુરાતત્વવિદ, અનેક ભાષાઓના જાણકાર. તેઓ મિલ્વરટનના પ્રસિદ્ધ ક્વેકર કુટુંબમાં જન્મ્યા હતા. 14 વર્ષની નાની વયે લૅટિન, ગ્રીક, ફ્રેંચ, ઇટાલિયન, હીબ્રુ, ફારસી અને અરબી ભાષાઓ શીખ્યા હતા. ઈ. સ. 1792માં બાર્થોલૉમ્યૂ…
વધુ વાંચો >યંગનો પ્રયોગ
યંગનો પ્રયોગ : તારના દ્રાવ્યનો પ્રત્યાસ્થતાંક શોધવા માટેનો પ્રયોગ. તેને યંગ-પ્રત્યાસ્થતાંક(Young’s Modules)નો પ્રયોગ પણ કહે છે. યંગનો પ્રત્યાસ્થતાંક (y) નક્કી કરવા માટે લાંબા પાતળા તારને કોઈ દૃઢ આધાર ઉપરથી લટકાવવામાં આવે છે. તારનો ઉપરનો છેડો આધાર સાથે જડેલો હોય છે અને નીચેનો છેડો મુક્ત હોય છે. નીચેના મુક્ત છેડે જુદા…
વધુ વાંચો >યામ-વિશ્લેષણ (dimensional analysis)
યામ-વિશ્લેષણ (dimensional analysis) : ભૌતિકવિજ્ઞાન તથા ઇજનેરીમાં, ભૌતિક રાશિઓ(physical quantities)નું યામ અથવા પરિમાણના સંદર્ભે વિશ્લેષણ. તેને પારિમાણિક વિશ્લેષણ પણ કહે છે. ભૌતિક રાશિઓ માટે સૌપ્રથમ યામ અથવા પરિમાણનો અર્થ સમજવો જરૂરી છે. વિજ્ઞાન અને ઇજનેરીમાં પ્રચલિત યાંત્રિક (mechanical) રાશિઓને ત્રણ પ્રાથમિક રાશિઓના સ્વરૂપમાં વ્યક્ત કરી શકાય છે. આ ત્રણ મૂળભૂત…
વધુ વાંચો >યાંત્રિક ઊર્જા
યાંત્રિક ઊર્જા : યાંત્રિક ગતિ અને પદાર્થોની વચ્ચે આંતરક્રિયાને લીધે ઉદભવતી શક્તિ. બીજી રીતે યાંત્રિક ઊર્જા એ ગતિજ ઊર્જા (kinetic energy) Ek અને સ્થિતિ-ઊર્જા (Potential energy) EPના સરવાળા બરાબર થાય છે. એટલે કે – યાંત્રિક ઊર્જા E = Ek + EP ગતિજ ઊર્જા : ગતિજ ઊર્જા પદાર્થની યાંત્રિક ગતિનું માપ…
વધુ વાંચો >યાંત્રિકી (mechanics)
યાંત્રિકી (mechanics) : બળની અસર હેઠળ પદાર્થ કે પ્રણાલીની ગતિનો અભ્યાસ. યાંત્રિકીનો કેટલાક વિભાગોમાં અભ્યાસ કરી શકાય છે. સ્થૈતિકી (statics) અને ગતિકી (dynamics) એમ તેના બે મુખ્ય અને મહત્વના વિભાગ છે. સ્થૈતિકીમાં સ્થિર અથવા અચળ ઝડપ અને એક જ દિશામાં ગતિ કરતા પદાર્થનો અભ્યાસ કરવામાં આવે છે. પદાર્થ કે પ્રણાલી…
વધુ વાંચો >યુકાવા, હિડેકી
યુકાવા, હિડેકી (જ. 23 જાન્યુઆરી 1907, ટોકિયો; અ. 10 સપ્ટેમ્બર 1981, કિયોટો) : ન્યૂક્લિયર બળો ઉપર સૈદ્ધાંતિક સંશોધન કરતાં મેસૉન નામના કણના અસ્તિત્વની આગાહી કરનાર જાપાનીઝ ભૌતિકવિજ્ઞાની. 1949માં (ભૌતિકવિજ્ઞાનનો) નોબેલ પુરસ્કાર મેળવનાર પ્રથમ જાપાની. 1926માં તેઓ કિયોટો યુનિવર્સિટીમાંથી સ્નાતક થયા. ત્યારબાદ ઓસાકા યુનિવર્સિટીમાંથી ડૉક્ટરેટની ઉપાધિ મેળવી. તે પછી તેમણે આ…
વધુ વાંચો >યુગ્મ-નિર્માણ (pair production)
યુગ્મ-નિર્માણ (pair production) : પૂરતી ઊંચી ઊર્જા ધરાવતા ફોટૉન(પ્રકાશનો ઊર્જા-કણ)માં એકસાથે ઇલેક્ટ્રૉન અને પૉઝિટ્રૉન પેદા થવાની ઘટના. જ્યારે ઉચ્ચ ઊર્જા ગૅમા-કિરણનો ફોટૉન (>1.02 MeV) પારમાણ્વિક ન્યૂક્લિયસના સાંનિધ્યમાં થઈને પસાર થાય છે ત્યારે આ ઘટના બને છે. ગૅમા-કિરણો દ્રવ્યમાં થઈને પસાર થાય છે ત્યારે તેમનું નીચેની ત્રણ રીતે શોષણ થાય છે…
વધુ વાંચો >રક્ત સ્થાનાંતર (red shift)
રક્ત સ્થાનાંતર (red shift) : પાર્થિવ (terrestrial) વર્ણપટની સાપેક્ષે પરાગાંગેય તારાકીય (extragalactic steller) વર્ણપટની રેખાઓનું ર્દશ્ય રક્ત(લાલ)વર્ણી છેડા તરફ સ્થાનાંતર. તારાઓના પશ્ચસરણ[પીછેહઠ(recession)]ને લીધે ઉદભવતી ડૉપ્લર ઘટનાને કારણે આવું સ્થાનાંતર થતું હોવાનું મનાય છે. દૂરદરાજનાં તારાવિશ્વો(galaxies)માંથી આવતા પ્રકાશના વર્ણપટની રેખાઓ વધુ તરંગલંબાઈ તરફ ખસે છે. અતિદૂરની નિહારિકા (nebulae) માટે આવું સ્થાનાંતર…
વધુ વાંચો >