Physics
મોરુ, જેરાર્ડ (Mourou, Gerard)
મોરુ, જેરાર્ડ (Mourou, Gerard) (જ. 22 જૂન 1944, આલ્બર્ટવિલ, ફ્રાંસ) : ઊચ્ચ-તીવ્રતા તથા અતિલઘુ પ્રકાશીય સ્પન્દનો ઉત્પન્ન કરવાની કાર્યપદ્ધતિ માટેનો 2018નો ભૌતિકશાસ્ત્રમાં નોબેલ પુરસ્કાર મેળવનાર વિજ્ઞાની. પુરસ્કારનો એક-ચતુર્થાંશ ભાગ તેમને પ્રાપ્ત થયો હતો. અન્ય ભાગ ડૉના સ્ટ્રિક્લૅન્ડ તથા આર્થર ઍશ્કિનને પ્રાપ્ત થયો હતો. જેરાર્ડ મોરુએ યુનિવર્સિટી ઑવ્ ગ્રેનોબલમાં ભૌતિકશાસ્ત્રનો અભ્યાસ…
વધુ વાંચો >મૉસબાઉઅર અસર
મૉસબાઉઅર અસર (Mössbauer Effect) : અનુનાદ(resonance)ની સ્થિતિમાં પ્રત્યાઘાત (recoil) વિના ગૅમા કિરણનું શોષણ. મૉસબાઉઅર અસરને ન્યૂક્લિયર ગૅમા અનુનાદ-પ્રસ્ફુરણ (fluorescence) તરીકે પણ ઓળખવામાં આવે છે. આજે તો આ ઘટના વર્ણપટશાસ્ત્રનો પાયો છે. અનેકવિધ ક્ષેત્રે તેનો વ્યાપક ઉપયોગ જોવા મળે છે. પાયાના ભૌતિકવિજ્ઞાન સાથે સંકળાયેલી આ ઘટના છે. ન્યૂક્લિયસ ન્યૂનતમ ઊર્જા ધરાવતી…
વધુ વાંચો >મૉસબાઉઅર, રુડૉલ્ફ લુડ્વિગ
મૉસબાઉઅર, રુડૉલ્ફ લુડ્વિગ (જ. 31 જાન્યુઆરી 1929, મ્યૂનિક) : મૉસબાઉઅર ઘટના પર વર્ણપટશાસ્ત્ર રચનાર ભૌતિકવિજ્ઞાની. ગૅમા-કિરણના અનુનાદ-શોષણને લગતા સંશોધન અને એ ક્ષેત્રે કરેલ આનુષંગિક શોધ માટે 1961ના વર્ષનો નોબેલ પુરસ્કાર તેમને એનાયત કરવામાં આવેલો. મ્યૂનિકની ટૅકનિકલ ઇન્સ્ટિટ્યૂટ (Hochschule)માં તેમણે શિક્ષણ લીધું હતું. તેઓ જ્યારે મૅક્સપ્લાન્ક મેડિકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટમાં ડૉક્ટરેટ પદવી…
વધુ વાંચો >મોસલી, હેન્રી વીન જેફ્રીસ
મોસલી, હેન્રી વીન જેફ્રીસ (Moseley Henry Gwyn Jeffreys) (જ. 23 નવેમ્બર 1887, વેમાઉથ, ઇંગ્લૅન્ડ; અ. 10 ઑગસ્ટ 1915, ગૅલીપૉલી, તુર્કસ્તાન) : પરમાણુક્રમાંક અને રાસાયણિક તત્વના નાભિકીય વીજભારની તદ્રૂપતા (identity) દર્શાવનાર અંગ્રેજ ભૌતિકશાસ્ત્રી. વૈજ્ઞાનિકોના કુટુંબમાં જન્મેલા મોસલી 1910માં ટ્રિનિટી કૉલેજ, ઑક્સફર્ડમાંથી ભૌતિકવિજ્ઞાનમાં ગ્રૅજ્યુએટ થયા પછી તરત જ યુનિવર્સિટી ઑવ્ માન્ચેસ્ટરમાં રૂથરફૉર્ડની…
વધુ વાંચો >મ્યૂઑન
મ્યૂઑન (Muon) : ઇલેક્ટ્રૉન જેવો પણ તેના કરતાં વધુ દળ ધરાવતો મૂળભૂત કણ. કોઈ પણ મૂળભૂત કણ તેની અંદર તેના કરતાં નાનો એકમ ધરાવતો નથી. લેપ્ટૉન તરીકે ઓળખાતા મૂળભૂત કણોના પરિવારમાં મ્યૂઑનનો સમાવેશ થાય છે. લેપ્ટૉન પરિવારમાં ઇલેક્ટ્રૉનનો પણ સમાવેશ થાય છે. ઇલેક્ટ્રૉનની જેમ મ્યૂઑન પણ ઋણ વિદ્યુતભાર ધરાવે છે.…
વધુ વાંચો >મ્વારે આકૃતિઓ
મ્વારે આકૃતિઓ (Moire Patterns) : એક વક્રોના સમૂહ ઉપર બીજા વક્રોના સમૂહનો સંપાત થતાં મળતો વક્રોનો નવો જ સમૂહ. તે ફ્રેન્ચ ભાષાનો શબ્દ છે. તેનો અર્થ છે ‘પ્રવાહી જેવું હાલતું-ચાલતું’. નાયલૉનના જાળીવાળા પડદાઓ અથવા તો મચ્છરદાનીની ગડીઓમાં અમુક ખૂણેથી જોતાં આ આકૃતિઓ જોવા મળે છે. પડદો જ્યારે થોડો હલે છે…
વધુ વાંચો >યશ પાલ
યશ પાલ (જ. 26 નવેમ્બર 1926, ઝંગ [હાલ પાકિસ્તાનમાં]) : ભારતના ખ્યાતનામ ભૌતિકવિજ્ઞાની. પંજાબ યુનિવર્સિટીમાંથી 1948માં બી.એસસી. અને 1949માં એમ.એસસી. થયા બાદ યશ પાલે 1950માં તાતા ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ફન્ડામેન્ટલ રિસર્ચ (TIFR), મુંબઈ ખાતે કૉસ્મિક કિરણો અને ઉચ્ચ-ઊર્જા ભૌતિકી ઉપર સંશોધનકાર્ય શરૂ કર્યું. 1958માં તેમણે મૅસેચૂસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ટૅકનૉલૉજીમાંથી પીએચ.ડી.ની પદવી…
વધુ વાંચો >યંગ, ચેન નીંગ
યંગ, ચેન નીંગ (જ. 22 સપ્ટેમ્બર 1922, હોફાઈ [Hofei], એન્વાઈ [Anhwei], ચીન) : મૂળભૂત કણોને લગતી મહત્વની શોધ ભણી દોરી જનાર સમાનતા(parity)ના નિયમ તરીકે ઓળખાતા સિદ્ધાંતના અન્વેષક. સમાનતાના નિયમોના સંશોધન માટે યંગ અને ટી. ડી. લીને 1957નો ભૌતિકવિજ્ઞાનનો નોબેલ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. યંગે નૅશનલ સાઉથવેસ્ટ ઍસોસિયેટેડ યુનિવર્સિટી અને…
વધુ વાંચો >યંગ, ટૉમસ
યંગ, ટૉમસ (જ. 13 જૂન 1773, મિલ્વરટન [સમરસેક્સ]; અ. 10 મે 1829, લંડન) : અંગ્રેજ વૈજ્ઞાનિક, ભૌતિકશાસ્ત્રી, વૈદકશાસ્ત્રી, દાક્તર, મિસર-વિદ્યાના પુરાતત્વવિદ, અનેક ભાષાઓના જાણકાર. તેઓ મિલ્વરટનના પ્રસિદ્ધ ક્વેકર કુટુંબમાં જન્મ્યા હતા. 14 વર્ષની નાની વયે લૅટિન, ગ્રીક, ફ્રેંચ, ઇટાલિયન, હીબ્રુ, ફારસી અને અરબી ભાષાઓ શીખ્યા હતા. ઈ. સ. 1792માં બાર્થોલૉમ્યૂ…
વધુ વાંચો >યંગનો પ્રયોગ
યંગનો પ્રયોગ : તારના દ્રાવ્યનો પ્રત્યાસ્થતાંક શોધવા માટેનો પ્રયોગ. તેને યંગ-પ્રત્યાસ્થતાંક(Young’s Modules)નો પ્રયોગ પણ કહે છે. યંગનો પ્રત્યાસ્થતાંક (y) નક્કી કરવા માટે લાંબા પાતળા તારને કોઈ દૃઢ આધાર ઉપરથી લટકાવવામાં આવે છે. તારનો ઉપરનો છેડો આધાર સાથે જડેલો હોય છે અને નીચેનો છેડો મુક્ત હોય છે. નીચેના મુક્ત છેડે જુદા…
વધુ વાંચો >