Physics
મેઘધનુષ
મેઘધનુષ (rainbow) : હવામાનને લગતી પ્રકાશીય ઘટના. એક બાજુ વરસાદ વરસતો હોય અને બીજી બાજુએથી સૂર્યનાં કિરણો વરસાદનાં બુંદો પર આપાત થતાં હોય ત્યારે અમુક શરતો સંતોષાતાં આકાશમાં સમકેન્દ્રીય ચાપ (concentric arc) જેવા આકારમાં જુદા જુદા સાત રંગોનો બનેલો પટો જોવા મળે છે, જેને મેઘધનુષ કહે છે. સામાન્ય રીતે બે…
વધુ વાંચો >મૅજિક સંખ્યા
મૅજિક સંખ્યા (Magic Numbers) : ન્યૂક્લિયસની સ્થાયી સંરચના અને પૂર્ણ કવચને અનુરૂપ ન્યૂટ્રૉન અથવા પ્રોટૉનની સંખ્યા. પ્રોટૉન અને ન્યૂટ્રૉન – એમ બંને માટે મૅજિક સંખ્યા 2, 4, 16, 20, 50 અને 82 છે. ત્યારબાદ ન્યૂટ્રૉન માટેની મૅજિક સંખ્યા 126 અને 184 છે તથા પ્રોટૉન માટેની સંખ્યા 114 અને 164 અપેક્ષિત…
વધુ વાંચો >મેનન, મામ્બિલિક્લાતિલ ગોવિન્દકુમાર
મેનન, મામ્બિલિક્લાતિલ ગોવિન્દકુમાર (જ. 28 ઑગસ્ટ 1928, કર્ણાટક) : ભારતના સૈદ્ધાંતિક અને પ્રાયોગિક ભૌતિકવિજ્ઞાનના વિદ્વાન વિજ્ઞાની. ભારતમાં ઑગસ્ટને રાજકીય ચળવળના મહિના તરીકે ઓળખવામાં આવે છે. વિજ્ઞાનક્ષેત્રે પણ આ માસ મહત્વનો છે. ખગોળવિજ્ઞાન અને ખગોળ ભૌતિકવિજ્ઞાનના ‘વિકાસ’ના સ્તંભરૂપ પ્રથમ પંક્તિના ત્રણ વિજ્ઞાનીઓ – ડૉ. વિક્રમ સારાભાઈ, ડૉ. એમ. કે. વેણુબાપુ અને…
વધુ વાંચો >મેયર, મારિયા ગીયોપર્ટ
મેયર, મારિયા ગીયોપર્ટ (જ. 28 જૂન 1906, કાટોવીટ્સ, જર્મની; અ. 20 ફેબ્રુઆરી 1972, સાન ડિયેગો, કૅલિફૉર્નિયા) : પ્રોટૉન અને ન્યુટ્રૉનથી રચાતા કવચની સંરચનાને આધારે પારમાણ્વિક ન્યુક્લિયસની સમજૂતી આપનાર જર્મન ભૌતિકવિજ્ઞાની. આ સમજૂતી બદલ આ મહિલા વિજ્ઞાનીને પશ્ચિમ જર્મનીના જે. હાંસ ડૅનિયલ જેન્સન અને યુ. એસ.ના યૂજીન પી. વિગ્નેરની ભાગીદારીમાં 1963નો…
વધુ વાંચો >મેયર, મિશેલ (Mayor, Michel)
મેયર, મિશેલ (Mayor, Michel) જ. 12 જાન્યુઆરી 1942, લોસાન, સ્વિટ્ઝર્લૅન્ડ) : સૂર્ય સમાન તારાની આસપાસ પરિભ્રમણ કરતા તથા સૂર્યમાળાની બહાર આવેલા અક નવીન ગ્રહની (exoplanet) શોધ માટે 2019નો ભૌતિકશાસ્ત્રમાં નોબેલ પુરસ્કાર મેળવનાર વિજ્ઞાની. પુરસ્કારનો એક-ચતુર્થાંશ ભાગ તેમને પ્રાપ્ત થયો હતો તથા અન્ય ભાગ ડિડિયેર કેલોઝ અને જેમ્સ પીબલ્સને પ્રાપ્ત થયો…
વધુ વાંચો >મેસર (Maser)
મેસર (Maser) : એક પ્રકારનું ઉપકરણ (device). તેમાં સુસંગત (coherent) રીતે વીજચુંબકીય તરંગોનું વિવર્ધન (amplification) અથવા ઉત્પાદન (generation) અનુનાદિત પારમાણ્વિક અથવા આણ્વિક પ્રણાલી(resonant atomic or molecular system)માં આવેલ ઉત્તેજન શક્તિ(excitation energy)ના ઉપયોગ વડે પ્રાપ્ત કરવામાં આવે છે. ‘મેસર’ શબ્દ microwave amplification by stimulated emission of radiation – એ શબ્દોના પ્રથમ…
વધુ વાંચો >મેસૉન (Meson)
મેસૉન (Meson) : અવપારમાણ્વિક કણ. હૅડ્રૉન તરીકે ઓળખાતા કણ-પરિવારમાં મેસૉન એક વર્ગ છે. તમામ હૅડ્રૉન એકબીજા સાથે પ્રબળ આંતરક્રિયા કરતા હોય છે. આવા ઉચ્ચ બળને પ્રબળ બળ અથવા ન્યુક્લિયર બળ તરીકે ઓળખવામાં આવે છે. આ ન્યુક્લિયર બળ પારમાણ્વિક ન્યુક્લિયસને જકડી રાખે છે. કણોનો બીજો વર્ગ છે બેરિયૉન. તેમાં પ્રોટૉન, ન્યૂટ્રૉન…
વધુ વાંચો >મૈસનર અસર
મૈસનર અસર (Meissner Effect) : અતિવાહક (superconducting) ધાતુને ચુંબકીય ક્ષેત્રમાં ક્રાંતિક તાપમાન નીચે અને નિરપેક્ષ શૂન્ય તાપમાનની નજીક ઠંડી પાડવામાં આવે ત્યારે તેના અંતરિયાળમાંથી ચુંબકીય ફ્લક્સનું થતું નિષ્કાસન. વાલ્ટર મૈસનર (Walther Meissner) અને આર. ઓશેનફેલ્ડે (R. Ochenfeld) 1933માં આ અસર શોધી કાઢી. જ્યારે કલાઈ(tin)ના લાંબા નળાકાર એકલ સ્ફટિકો પાસપાસે રાખીને…
વધુ વાંચો >મોટ, નેવિલ ફ્રાન્સિસ (સર)
મોટ, નેવિલ ફ્રાન્સિસ (સર) (જ. 30 સપ્ટેમ્બર 1905, લીડ્ઝ, ઇંગ્લૅન્ડ, અ. 1996) : ચુંબકીય અને અસ્તવ્યસ્ત તંત્રની ઇલેક્ટ્રૉનિક્સ સંરચનાના મૂળભૂત સૈદ્ધાંતિક સંશોધન માટે 1977નો ભૌતિકશાસ્ત્રનો નોબેલ પુરસ્કાર મેળવનાર ખ્યાતનામ બ્રિટિશ વિજ્ઞાની. તેમણે કેમ્બ્રિજમાં રહીને ગણિતશાસ્ત્રનો અભ્યાસ કર્યો. ત્યારબાદ કેમ્બ્રિજ, કૉપનહેગન અને ગૉટિંજન(Gottingen)માં સંશોધનકાર્ય કર્યું. તે પછી તેઓ કેમ્બ્રિજ ખાતે પ્રથમ…
વધુ વાંચો >મોટેલસન, બેન આર
મોટેલસન, બેન આર (જ. 9 જુલાઈ 1926, શિકાગો, ઇલિનૉઇસ, યુ.એસ.) : 1975ના વર્ષનો નોબેલ પુરસ્કાર મેળવનાર સ્પૅનિશ ભૌતિકશાસ્ત્રી. યુ.એસ. નૌકાદળે બીજા વિશ્વયુદ્ધ પછી પરડ્યુ યુનિવર્સિટીમાં ઑફિસરની તાલીમ માટે મોકલ્યા. ત્યાંથી જ 1947માં સ્નાતક થયા. હાર્વર્ડ યુનિવર્સિટીમાં નાભિકીય ભૌતિકશાસ્ત્ર પર પ્રોફેસર જુલિયન સ્વિંગરના માર્ગદર્શન હેઠળ સંશોધનકાર્ય કરી તેમણે 1950માં પીએચ.ડી.ની ઉપાધિ…
વધુ વાંચો >