Physics

બ્લુમ્બર્ગન નિકોલાસ

બ્લુમ્બર્ગન, નિકોલાસ (Friedman, Jerome I.) (જ. 11 માર્ચ 1920, ડોરડ્રેચ્ટ, નેધરલૅન્ડ્સ; અ. 5 સપ્ટેમ્બર 2017, ટક્સન, ઍરિઝોના, યુ.એસ.એ.) : લેસર સ્પેક્ટ્રમિતિ (સ્પેક્ટ્રમવિજ્ઞાન) માટે 1981નો ભૌતિકશાસ્ત્રમાં નોબેલ પુરસ્કાર મેળવનાર વિજ્ઞાની. આ પુરસ્કાર તેમની તથા આર્થર શાઉલો અને કાઈ સિગબાહન વચ્ચે વિભાજિત થયો હતો. બ્લુમ્બર્ગને 1938માં 18 વર્ષની ઉંમરે યુનિવર્સિટી ઑવ્ ઉત્રેકખ્તમાં…

વધુ વાંચો >

બ્લૅક, જૉસેફ

બ્લૅક, જૉસેફ (જ. 16 એપ્રિલ 1728, બોર્ડોફ્રાન્સ; અ. 10 નવેમ્બર 1799, એડિનબરો) : બ્રિટિશ દાક્તર, રસાયણવિદ અને ભૌતિકશાસ્ત્રી. વિશિષ્ટ ઉષ્મા અને ગુપ્ત ઉષ્માના શોધક. રાસાયણિક તર્કશાસ્ત્રના પ્રણેતા. તેઓ દારૂના વેપારીના પુત્ર હતા. તેમણે તેમનું શિક્ષણ બેલફાસ્ટ, ગ્લાસગો તથા એડિનબરોમાં લીધું હતું. છેવટે તેમણે ઔષધવિદ્યા(medicine)નો અભ્યાસ કર્યો. એમ.ડી.ની ડિગ્રી માટેનું તેમનું…

વધુ વાંચો >

બ્લૅકેટ, પૅટ્રિક મેન્યાર્ડ સ્ટુઅર્ટ

બ્લૅકેટ, પૅટ્રિક મેન્યાર્ડ સ્ટુઅર્ટ (જ. 18 નવેમ્બર 1897, લંડન; અ. 13 જુલાઈ 1974, લંડન) :  કૉસ્મિક વિકિરણના પ્રખર અભ્યાસી અને ન્યૂક્લિયર ભૌતિકવિજ્ઞાની. વિજ્ઞાનનું શિક્ષણ તેમણે કેમ્બ્રિજ ખાતે લીધું અને પીએચ.ડી. થયા બાદ તેઓ ઇંગ્લૅન્ડની જુદી જુદી યુનિવર્સિટીઓમાં અધ્યાપક રહ્યા. તેમણે રુથરફૉર્ડની રાહબરી હેઠળ ન્યુક્લિયર પ્રક્રિયાઓનો વિગતવાર પ્રાયોગિક અભ્યાસ કર્યો હતો.…

વધુ વાંચો >

બ્લૉચ, ફેલિક્સ

બ્લૉચ, ફેલિક્સ (જ. 23 ઑક્ટોબર 1905, ઝૂરિચ, સ્વિટ્ઝર્લૅન્ડ; અ. 1983) : પારમાણ્વિક ન્યૂક્લિયસના ચુંબકીય ક્ષેત્રના માપન માટે ચોક્કસ પદ્ધતિઓ આપનાર ભૌતિકવિજ્ઞાની. તેમનું પ્રારંભિક વિદ્યાર્થીજીવન પણ ઝૂરિચમાં વીત્યું હતું. ત્યારબાદ તેમણે લીપઝિગ યુનિવર્સિટીમાંથી પીએચ.ડી.ની પદવી મેળવી. 1934માં તેઓ યુ.એસ. ગયા ત્યાં સુધીમાં યુરોપની કેટલીક યુનિવર્સિટીઓમાં તેઓ અધ્યાપક રહ્યા. તેમણે કારકિર્દીનો મોટો…

વધુ વાંચો >

ભાભા પરમાણુ સંશોધન કેન્દ્ર

ભાભા પરમાણુ સંશોધન કેન્દ્ર (Bhabha Atomic Research Center – BARC), ટ્રૉમ્બે : ન્યૂક્લિયર વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકીની વિવિધ વિદ્યાશાખાઓમાં મૂળભૂત અને પ્રાયોજિત સંશોધનની સુવિધાઓ અને જવાબદારીઓ અદા કરતી આંતરરાષ્ટ્રીય સંસ્થા. આ સંસ્થા સંશોધન અને વિકાસ માટે આવશ્યક પ્રશિક્ષણ વિજ્ઞાન તથા ટેક્નૉલોજીના ક્ષેત્રના અધિકારી જનોને આપે છે, અને તે રીતે એ ક્ષેત્રોમાં…

વધુ વાંચો >

ભાભા, હોમી જહાંગીર

ભાભા, હોમી જહાંગીર (જ. 30 ઑક્ટોબર 1909, મુંબઈ; અ. 24 જાન્યુઆરી 1966, મૉં બ્લાં, આલ્પ્સ, યુરોપ) : ભારતના ન્યૂક્લિયર કાર્યક્રમના આયોજક અને અમલકર્તા. તેઓ ધનવાન પારસી કુટુંબમાં જન્મ્યા હતા અને જમશેદજી તાતાના નજીકના સગા હતા. શરૂઆતનું શિક્ષણ તેમણે કથીડ્રલ અને જૉન કૅનન હાઈસ્કૂલમાં લીધું અને ઉચ્ચ શિક્ષણ એલ્ફિન્સ્ટન કૉલેજ તથા…

વધુ વાંચો >

ભારવિહીનતા

ભારવિહીનતા (weightlessness) : મુક્ત પતન (free fall) કરતા પદાર્થના વજનમાં થતો દેખીતો ઘટાડો. ગુરુત્વાકર્ષણબળ પરત્વે અવરોધની ગેરહાજરીથી પ્રેરિત થતી પરિસ્થિતિને મુક્ત પતન કહે છે. સૌપ્રથમ વાર ન્યૂટને (1642–1727) ભારવિહીનતાની ગાણિતિક સમજૂતી 1687માં આપી હતી. તેની સમજૂતી મુજબ, વિશ્વનો પ્રત્યેક પદાર્થ, પછી ભલે પરમાણુ હોય કે ગ્રહ હોય, બીજા પદાર્થોને પોતાની…

વધુ વાંચો >

ભૂચુંબકત્વ (geomagnetism) (ભૌતિકવિજ્ઞાન)

ભૂચુંબકત્વ (geomagnetism) (ભૌતિકવિજ્ઞાન) : પૃથ્વી અને  તેના વાતાવરણનું કુદરતી ચુંબકત્વ. પૃથ્વી અને તેના પર રહેલા પદાર્થોમાં ચુંબકત્વના ગુણધર્મોનું મહત્વ પૌરાણિક સમયથી જ રહ્યું છે; જેમ કે, ચુંબકત્વ ધરાવતા ખડકોએ કુતૂહલતા અને જાદુઈ ચિરાગના ખ્યાલ પેદા કર્યા છે. ચુંબક એ લુહારે ટીપીને ઘડેલા (smithy’s forge) લોખંડની ઔદ્યોગિક પેદાશ છે. અર્થાત્, ચુંબક…

વધુ વાંચો >

ભૌતિક રસાયણશાસ્ત્ર

ભૌતિક રસાયણશાસ્ત્ર (physical chemistry) : રાસાયણિક સંયોજનોની સંરચના, તેમના ભૌતિક ગુણધર્મો, તેમની પ્રક્રિયા કરવાની ક્રિયાવિધિ (mechanism) તથા રાસાયણિક સંયોજનોની વિવિધ જાતો (species) વચ્ચે પ્રક્રિયા થવાથી જોવા મળતા ઊર્જાના ફેરફારો સાથે સંકળાયેલ રસાયણશાસ્ત્રની શાખા. તેમાં ભૌતિકશાસ્ત્રના ખ્યાલો અને સિદ્ધાંતોનો રાસાયણિક ઘટનાઓ અંગે મોટી સંખ્યામાં પ્રાપ્ય અવલોકનાત્મક અથવા ગુણાત્મક (qualitative) માહિતીને માત્રાત્મક…

વધુ વાંચો >

ભૌતિકવિજ્ઞાન

ભૌતિકવિજ્ઞાન (Physics) નૈસર્ગિક કે પ્રાયોગિક પરિસ્થિતિમાં દ્રવ્ય અથવા પદાર્થ (matter) અને ઊર્જાની આંતરક્રિયાથી નીપજતી ભૌતિક ઘટનાઓનો અભ્યાસ કરવા માટેનું એક મૂળભૂત પ્રાકૃતિક વિજ્ઞાન (natural science). આ વૈજ્ઞાનિક અભ્યાસ, સમય અને અવકાશની ભૂમિકા પર કરવામાં આવે છે. ભૌતિકવિજ્ઞાન એ ભૌતિકીય વિજ્ઞાનો(physical sciences)નું એક પાયાનું અંગ ગણાય છે. સામાન્યપણે આ વિષયનો થોડોઘણો…

વધુ વાંચો >