Physics

બોઝ, સત્યેન્દ્રનાથ (2)

બોઝ, સત્યેન્દ્રનાથ (2) (જ. 1 જાન્યુઆરી 1894, કૉલકાતા; અ. 2 ફેબ્રુઆરી 1974, કૉલકાતા) : ખ્યાતનામ આંતરરાષ્ટ્રીય ભૌતિકવિજ્ઞાની. પિતા સુરેન્દ્રનાથ રેલવેમાં ઉચ્ચ અધિકારી હતા. આથી તેમનું બાળપણ અને અભ્યાસકાળ સુવિધાપૂર્ણ રહ્યાં. કૉલકાતાની હિન્દુ કૉલેજ જ્યાં એમણે શિક્ષણ લીધું હતું ત્યાં એમના શિક્ષકે તે મહાન ગણિતજ્ઞ બનશે તેવી આગાહી કરી હતી. આ…

વધુ વાંચો >

બોઝૉન

બોઝૉન : પૂર્ણાંક પ્રચક્રણ ધરાવતો મૂળભૂત કણ. આવા કણો ના પૂર્ણાંકમાં પ્રચક્રણ ધરાવે છે. એટલે કે , 2, 3, ….. જેટલું પ્રચક્રણ ધરાવે છે. અહીં પ્લાંકનો અચળાંક છે, જેનું મૂલ્ય 6.6 x 10–34 જૂલ સેકન્ડ જેટલું હોય છે. બોઝૉન કણો બોઝ–આઇન્સ્ટાઇન આંકડાશાસ્ત્રને અનુસરે છે. ભારતીય ભૌતિકવિજ્ઞાની સત્યેન્દ્રનાથ બોઝની યાદગીરીમાં પૂર્ણાંક…

વધુ વાંચો >

બોથે, વૉલથેર વિલહેમ જ્યૉર્જ ફ્રાન્ઝ

બોથે, વૉલથેર વિલહેમ જ્યૉર્જ ફ્રાન્ઝ (જ. 8 જાન્યુઆરી 1891, ઓરાનીઅનબર્ગ, પૂર્વ જર્મની; અ. 8 ફેબ્રુઆરી 1957, હાઇડલબર્ગ) : મૅક્સ બૉર્નની સાથે 1954ના ભૌતિકશાસ્ત્રના નોબેલ પ્રાઇઝના સંયુક્ત વિજેતા. આ ઇનામ ઉપ-પારમાણ્વિક (sub-atomic) કણોને શોધી કાઢવા માટેની એક નવી રીતની શોધ તથા તેને લગતી અન્ય શોધ માટે આપવામાં આવ્યું હતું. બીજા વિશ્વયુદ્ધ…

વધુ વાંચો >

બોરેલ્લી, જિયોવાન્ની અલ્ફાન્સો

બોરેલ્લી, જિયોવાન્ની અલ્ફાન્સો (જ. 1608, મેસીના; અ. 1679, રોમ) : સ્થૈતિકી (statics) અને ગતિકી (dynamics) વિજ્ઞાનના આધારે સ્નાયુની ગતિ(muscular movements)નું અવલોકન કરનાર ઇટાલીના દેહધાર્મિક અને ભૌતિક વિજ્ઞાની. ઈ. સ. 1649માં બોરેલ્લી ગણિતશાસ્ત્રના પ્રાધ્યાપક તરીકે મેસીનામાં અને 1656માં પીસામાં જોડાયા. ત્યારબાદ તે મેસીના પાછા આવ્યા અને 1674માં રોમ ગયા. રોમમાં બોરેલ્લીને…

વધુ વાંચો >

બૉર્ન, મૅક્સ

બૉર્ન, મૅક્સ (જ. 11 ડિસેમ્બર 1882, બ્રેસલાઉ, જર્મની (હવે પૉલેન્ડનું રોકલૉ); અ. 5 જાન્યુઆરી 1970, ગોટિનજેન, જર્મની) : બોથેની સાથે 1954ના ભૌતિકશાસ્ત્રના નોબેલ પારિતોષિકના સંયુક્ત વિજેતા. આ પારિતોષિક ક્વૉન્ટમ યંત્રશાસ્ત્રમાં તેમના પાયાના સંશોધન અને વિશેષત: તો તરંગવિધેય(wave function)ના તેમના આંકડાકીય (statistical) અર્થઘટન માટે અર્પણ કરવામાં આવ્યું હતું. તેમના આ કાર્યથી…

વધુ વાંચો >

બોર્ન-હેબર ચક્ર

બોર્ન-હેબર ચક્ર : 1919માં બોર્ન અને હેબરે ઉપજાવેલું, ઉદભવઉષ્મા(heat of formation)નાં મૂલ્યોમાં જોવા મળતી વિભિન્નતા(variations)ને આયનીકરણ વિભવ, ઇલેક્ટ્રૉન-આકર્ષણ, ઊર્ધ્વીકરણની ઉષ્મા, વિયોજનઉષ્મા અને જાલક(lattice)-ઊર્જા જેવી રાશિઓ સાથે સાંકળી લેતું ઉષ્માગતિજ ચક્ર. ઉદભવ અથવા રચનાઉષ્માના સમગ્ર મૂલ્યમાં આયનીકરણ વિભવ (I) ઇલેક્ટ્રૉન-આકર્ષણ (E), ઊર્ધ્વીકરણની ઉષ્મા (ΔHsubl), વિયોજનઉષ્મા (ΔHdiss) અને સંયોજનની જાલક-ઊર્જા (U) ફાળો…

વધુ વાંચો >

બોલૉમિટર

બોલૉમિટર : વિકિરણના માપન માટેનું એક અગત્યનું સાધન. ‘Bolometer’ શબ્દ મૂળ ગ્રીક ભાષાના શબ્દ bole પરથી બન્યો છે, જેનો અર્થ થાય છે કિરણ અથવા વિકિરણ. સૌપ્રથમ બોલૉમિટર લગ્લી નામના વિજ્ઞાનીએ 1881માં બનાવ્યું હતું. તે આ સિદ્ધાંત પ્રમાણે કામ કરે છે : વિકિરણના અવશોષણ(absorption)ને કારણે (પ્લૅટિનમ જેવી) ધાતુનું તાપમાન વધે છે…

વધુ વાંચો >

બોલ્ટ્ઝમૅન, લુડવિગ ઇડૂઆર્ડ

બોલ્ટ્ઝમૅન, લુડવિગ ઇડૂઆર્ડ (જ. 20 ફેબ્રુઆરી 1844, વિયેના; અ. 5 સપ્ટેમ્બર 1906, દુઇનો, ઇટાલી) : જે. ડબ્લ્યુ. ગિબ્સ સાથે પ્રશિષ્ટ સાંખ્યિકીય ભૌતિકશાસ્ત્રને વિકસાવનાર ઑસ્ટ્રિયન ભૌતિકવિજ્ઞાની. આ શાખા દ્વારા તેમણે પરમાણુઓના ગુણધર્મો (દળ, વીજભાર, સંરચના) દ્રવ્યના ગુણધર્મોને કેવી રીતે નક્કી કરે છે તે દર્શાવ્યું. તેમનો ઉછેર વેલ્સ અને લિન્ઝમાં થયો હતો.…

વધુ વાંચો >

બૉહર, આગે નીલ્સ

બૉહર, આગે નીલ્સ (જ. 19 જૂન 1922, કૉપનહેગન) : 1975ની સાલના ભૌતિકશાસ્ત્રના નોબેલ પારિતોષિકવિજેતા. પારમાણ્વિક નાભિમાં થતી સામૂહિક ગતિ અને કણગતિ વચ્ચે સંબંધ મેળવી, તેની ઉપરથી પારમાણ્વિક નાભિના બંધારણ માટેના સિદ્ધાંત અંગેના તેમના સંશોધનકાર્ય માટે આ પારિતોષિક આપવામાં આવ્યું હતું. નોબેલ પારિતોષિકવિજેતા જિન્સ બૉહરના તેઓ પુત્ર છે. લંડનના ‘સાયન્ટિફિક ઍન્ડ…

વધુ વાંચો >

બૉહર, નીલ્સ (હેન્રિક ડેવિડ)

બૉહર, નીલ્સ (હેન્રિક ડેવિડ) (જ. 7 ઑક્ટોબર 1885, કોપનહેગન; અ. 18 નવેમ્બર 1962, કોપનહેગન) : 1922ના ભૌતિકશાસ્ત્રના નોબેલ પારિતોષિકના વિજેતા. પરમાણુના બંધારણ તથા તેમાંથી ઉત્સર્જિત થતા વિકિરણના સંશોધન માટે આ પારિતોષિક તેમને એનાયત થયું હતું. બૉહર શરીરવિજ્ઞાન(physiology)ના પ્રાધ્યાપકના પુત્ર હતા અને તેમનો ઉછેર એક શૈક્ષણિક કૌટુંબિક વાતાવરણમાં થયો હતો. શૈક્ષણિક…

વધુ વાંચો >