Physics
બિનવિદ્યુતઢોળ
બિનવિદ્યુતઢોળ (electroless-plating) : વીજપ્રવાહનો ઉપયોગ કર્યા વગર ધાતુનો ઢોળ ચડાવવાની પ્રક્રિયા. આ પ્રક્રિયા આમ તો વીજઢોળ જેવી જ છે, માત્ર ફેર એટલો કે આવા વીજપ્રવાહ જરૂરી નથી. આ રીતમાં ઢોળ માટે જે દ્રાવણ વપરાય છે તેમાં રાસાયણિક ક્રિયા દ્વારા ધાતુ-આયનો(metal ions)નું અપચયન (reduction) થાય છે. આ ધાતુ-આયનો જે દાગીના પર…
વધુ વાંચો >બિનિંગ, જેર્ડ
બિનિંગ, જેર્ડ (જ. 20 જુલાઈ 1947, ફ્રૅંકફર્ટ, જર્મની) : સ્વિસ ભૌતિકશાસ્ત્રી. હાઇનરિક રોહરની સાથે 1986નો ભૌતિકશાસ્ત્રનો નોબેલ પુરસ્કાર સંયુક્ત રીતે મેળવનાર જર્મન ભૌતિકશાસ્ત્રી. બાળપણ ફ્રૅંકફર્ટમાં વીત્યું. દ્વિતીય વિશ્વયુદ્ધની સમાપ્તિ પછી ધરાશાયી થયેલી ઇમારતો અને હાડમારીઓથી ઘેરાયેલ પ્રજા વચ્ચે તેઓ રહ્યા હતા. બાળપણમાં સંગીત શીખ્યા. માતાએ તેમને શાસ્ત્રીય સંગીત શીખવા પ્રેરણા…
વધુ વાંચો >બિયર(Beer)નો નિયમ
બિયર(Beer)નો નિયમ : અવશોષક માધ્યમની સાંદ્રતા અને વિકિરણના પારગમન કે અવશોષણને સાંકળી લેતો નિયમ. જુદી જુદી સાંદ્રતાવાળા દ્રાવણમાંથી પ્રકાશ (વિકિરણ) પસાર થાય ત્યારે તેની તીવ્રતામાં થતો ઘટાડો માપી બિયરે 1852માં આ નિયમ રજૂ કર્યો હતો. કોઈ એક સમાંગ માધ્યમ (અથવા દ્રાવણ) ઉપર એકવર્ણી (monochromatic) કે અનેકવર્ણી (heterogeneous) પ્રકાશ આપાત થાય…
વધુ વાંચો >બિંદુસમૂહ
બિંદુસમૂહ (point group) : સ્ફટિક પ્રણાલીઓમાં અણુ, પરમાણુ કે આયનની નિયમિત અને આવર્તક ગોઠવણી સમજવા માટેનો ગણિતીય ખ્યાલ. વિવિધ પ્રકારની સંમિતિ–સંક્રિયાઓ (symmetry operations)ના કેન્દ્ર-સંમિતિ, પરિભ્રમણાક્ષ-સંમિતિ, પરિભ્રમણ પ્રતિઅક્ષ સંમિતિ, પરાવર્તન સમતલ સંમિતિ વગેરે આધારે સ્ફટિકમાં પરમાણુ, આયનોની ગોઠવણીનો અભ્યાસ કરી શકાય છે. સ્ફટિકને નિયત અક્ષની આસપાસજેટલા ખૂણે પરિભ્રમણ આપતાં તે પોતાની…
વધુ વાંચો >બીઓ ઝાં બૅપ્ટિસ્ટ
બીઓ ઝાં બૅપ્ટિસ્ટ (જ. 21 એપ્રિલ 1774, પૅરિસ; અ. 3 ફેબ્રુઆરી 1862, પૅરિસ) : ફ્રેંચ ભૌતિકશાસ્ત્રી અને પોલરીમિતિની પહેલ કરનાર વૈજ્ઞાનિક. પિતા જૉસેફ બીઓ ફ્રેંચ સરકારમાં તિજોરી અધિકારી હતા. 1792માં ઝ્યૉ બીઓ ફ્રેંચ લશ્કરમાં જોડાયા અને એક વર્ષ સેવા આપી, જે દરમિયાન બ્રિટન સામે યુદ્ધમાં પણ લડ્યા. ત્યારબાદ ‘લેકોલ સોંત્રાલ…
વધુ વાંચો >બીટાકણ
બીટાકણ : રેડિયોઍક્ટિવ પરમાણુની ન્યૂક્લિયસમાંથી બીટા-ક્ષય (beta decay) દરમિયાન ઉત્સર્જિત થતો શક્તિશાળી કણઇલેક્ટ્રૉન અથવા પૉઝિટ્રૉન. ઇલેક્ટ્રૉન ઋણ અને પૉઝિટ્રૉન ધન વિદ્યુતભાર ધરાવે છે. આ બંને કણો એકબીજાના પ્રતિકણ (antiparticles) છે. તેમનાં દળ સમાન છે અને પ્રત્યેકનું દળ પ્રોટૉનના દળના લગભગ 1840મા ભાગનું હોય છે. આ કણની ઊર્જા 0થી 3 અથવા…
વધુ વાંચો >બીમ પાવર ટેટ્રોડ ટ્યૂબ
બીમ પાવર ટેટ્રોડ ટ્યૂબ : ટેટ્રોડ અને પેન્ટોડ-ટ્યૂબ વચ્ચેની ખાસ પ્રકારની ઉપયોગી નિર્વાતનલિકા (vacuum tube). આ પ્રકારની નળીમાં ઇલેક્ટ્રૉનનો પ્રવાહ સુગ્રથિત જૂથમાં (beam) થતો હોવાથી તેને ‘બીમ-પાવર’ નામ આપવામાં આવ્યું છે. તેમાં પેન્ટોડ નળીમાં ગોઠવવામાં આવેલ નિરોધક (suppressor)-ગ્રિડ જેવો અલગ વીજાગ્ર (electrode) ગોઠવવામાં આવતો નથી, પરંતુ આવરક ગ્રિડ અને પ્લેટ…
વધુ વાંચો >બૅકેરલ, આન્ત્વાં આંરી
બૅકેરલ, આન્ત્વાં આંરી (જ. 15 ડિસેમ્બર 1852, પૅરિસ; અ. 25 ઑગસ્ટ 1908, લ કર્વાશિક, ફ્રાન્સ) : 1903ની સાલના ભૌતિકશાસ્ત્રના નોબેલ પારિતોષિક વિજેતા. સ્વયંસ્ફુરિત રેડિયો સક્રિયતા(spontaneous radioactivity)ની તેમની શોધની કદર રૂપે આ પારિતોષિક અર્પણ કરવામાં આવ્યું હતું. તેમના દાદા, નૅપોલિયન બોનાપાર્ટના સમયમાં એક નામાંકિત ભૌતિકશાસ્ત્રી હતા; તેમના પિતાએ આ કૌટુંબિક પરંપરા…
વધુ વાંચો >બેડનૉર્ત્સ જોહાનેસ જ્યૉર્જ (Bednorz, J. Georg)
બેડનૉર્ત્સ જોહાનેસ જ્યૉર્જ (Bednorz, J. Georg) (જ. 16 મે 1950, ન્યુઅનકર્ચેન, પશ્ચિમ જર્મની) : સિરેમિક દ્રવ્ય-(ચિનાઈ માટી)માં અતિવાહકતા(superconductivity)ની શોધમાં અત્યંત મહત્વની સફળતા મેળવવા માટે 1987નો ભૌતિકશાસ્ત્રમાં નોબેલ પુરસ્કાર મેળવનાર વિજ્ઞાની. પુરસ્કારનો અર્ધભાગ તેમને પ્રાપ્ત થયો હતો અને અન્ય અર્ધભાગ એલેક્સ કે. મ્યુલરને પ્રાપ્ત થયો હતો. જોહાનેસના પિતા પ્રાથમિક શાળામાં શિક્ષક…
વધુ વાંચો >બેથે, હાન્સ આલ્બ્રેક્ટ
બેથે, હાન્સ આલ્બ્રેક્ટ (જ. 2 જુલાઈ 1906, સ્ટ્રાસબર્ગ, જર્મની) : 1967ના વર્ષના ભૌતિકશાસ્ત્ર વિષયના નોબેલ પારિતોષિકવિજેતા. આ પારિતોષિક તેમને તેમના ન્યૂક્લિયર પ્રક્રિયાઓના સિદ્ધાંતના પ્રદાન માટે મળ્યું હતું – વિશેષત: તારાઓમાં ઉત્પન્ન થતી ઊર્જા અંગેની તેમની શોધ માટે. બેથે સૈદ્ધાંતિક ભૌતિકશાસ્ત્રી હતા. મ્યૂનિક યુનિવર્સિટીમાંથી 1928માં પીએચ.ડીની ઉપાધિ મેળવી અને મ્યૂનિક તથા…
વધુ વાંચો >