Physics

બલૂન

બલૂન : ગરમ હવા કે હલકા વાયુ ભરેલો આકાશમાં ઊડતો ગોળો (મોટો ફુગ્ગો). બલૂનની શોધ એ માનવીની કંઈક નવું કરવાની ઉત્કંઠાનું પરિણામ કહી શકાય. પક્ષીના ઉડ્ડયનની ક્ષમતા જોઈ તેને અનુસરવાની દિશામાં આ એક પગલું હતું. ઈ. સ. 1783માં જોસેફ અને જૅક મૉન્ટ ગોલ્ફિયરે ફ્રાંસમાં પહેલું બલૂન બનાવ્યું. પહેલાં તેમણે કાગળની…

વધુ વાંચો >

બળો અને બળમાપન

બળો અને બળમાપન : ભૌતિકશાસ્ત્રની બધી જ શાખાઓમાં બળનો ખ્યાલ અને તેનું માપન. આપણો સામાન્ય અનુભવ છે કે કોઈ પદાર્થને ચોક્કસ દિશામાં ધકેલવા (push) કે ખેંચવા (pull) તેના પર બળ લગાડવું પડે છે. સર આઇઝેક ન્યૂટને પદાર્થકણની ગતિ અને તેનાં કારણોનો અભ્યાસ કરી સૌપ્રથમ બળનો ખ્યાલ રજૂ કર્યો. ન્યૂટને પદાર્થકણની…

વધુ વાંચો >

બાયોટ અને સાવર્ટનો નિયમ

બાયોટ અને સાવર્ટનો નિયમ : કોઈ એક લાંબા – સુરેખ વાહક તારમાંથી વીજપ્રવાહ પસાર કરતાં, કોઈ એક નિરીક્ષણ-બિંદુએ તેના કારણે ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્ર વીજપ્રવાહના સપ્રમાણમાં (proportional) અને નિરીક્ષણ-બિંદુના વાહક તારથી અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોવાનું દર્શાવતો નિયમ. 30 ઑક્ટોબર, 1820ના રોજ ફ્રેંચ વૈજ્ઞાનિકો ઝ્યાં બૅપ્ટિસ્ટ બીઓ (Jean Baptiste Biot)…

વધુ વાંચો >

બાર્કલા, ચાર્લ્સ ગ્લોવર (Barkla, Charles Glover)

બાર્કલા, ચાર્લ્સ ગ્લોવર (Barkla, Charles Glover) (જ. 7 જૂન 1877, વિડનેસ, યુ.કે.; અ. 23 ઑક્ટોબર 1944, એડિનબરા, સ્કૉટલૅન્ડ) : મૂળભૂત તત્વોના લાક્ષણિક રૉન્ટજન વિકિરણ(X-rays)ની શોધ માટે 1917નો ભૌતિકશાસ્ત્રમાં નોબેલ પુરસ્કાર મેળવનાર વિજ્ઞાની. ચાર્લ્સ બાર્કલાએ લિવરપુલ ઇન્સ્ટિટ્યૂટમાં પ્રારંભિક શિક્ષણ મેળવ્યા બાદ લિવરપુલ યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવ્યો. સર ઑલિવર જ્યૉર્જના માર્ગદર્શન હેઠળ શરૂઆતમાં…

વધુ વાંચો >

બાર્કહાઉસન, હાઇનરિક અને બાર્કહાઉસ અસર

બાર્કહાઉસન, હાઇનરિક અને બાર્કહાઉસ અસર (જ. 2 ડિસેમ્બર 1881, ડ્રેસ્ડન, જર્મની; અ. 20 ફેબ્રુઆરી 1956, ડ્રેસ્ડન, જર્મની) : ચુંબકત્વક્ષેત્રે મહાન સંશોધન કરનાર જર્મન ભૌતિકશાસ્ત્રી. મ્યુનિકની ઇજનેરી શાળામાં વિદ્યાર્થી તરીકે જોડાયા અને પછી ભૌતિકશાસ્ત્રના અભ્યાસ માટે મ્યુનિક, બર્લિન તથા ગોટિન્ગન યુનિવર્સિટીઓમાં ગયા. 1907માં પીએચ.ડી થયા. ત્યારબાદ તુરત જ સીમેન્સ પ્રયોગશાળામાં સંશોધન-વૈજ્ઞાનિક…

વધુ વાંચો >

બાર્ડિન–કૂપર–શ્રીફર (BCS) સિદ્ધાંત

બાર્ડિન–કૂપર–શ્રીફર (BCS) સિદ્ધાંત : અતિવાહકતા(super-conductivity)ની સફળ સમજૂતી આપતો સિદ્ધાંત. આ સિદ્ધાંત વડે સમજી શકાય છે કે વાહકમાં ઇલેક્ટ્રૉન, વ્યવસ્થિત રીતે અતિવહન-અવસ્થાઓની રચના કરે છે. તેથી અતિવાહક પદાર્થોના ગુણધર્મોની સરળતાથી આગાહી કરી શકાય છે. આવા ગુણધર્મો પ્રાયોગિક અને સૈદ્ધાંતિક રીતે બંધબેસતા માલૂમ પડ્યા છે. BCS સિદ્ધાંત આવ્યા પછી અતિવાહકતાની સૈદ્ધાંતિક અને…

વધુ વાંચો >

બાર્ડિન, જૉન

બાર્ડિન, જૉન (જ. 23 મે 1908, મેડિસન, વિસ્કૉનસિન, યુ.એસ.; અ. 1991) : એક જ વિષયમાં બે વખત નોબેલ પુરસ્કાર-વિેજેતા થયેલા પ્રખર ભૌતિકવિજ્ઞાની. અર્ધવાહકોના સંશોધન અને ટ્રાન્ઝિસ્ટરની શોધ માટે તેમને પ્રથમ વાર 1956માં નોબેલ પુરસ્કાર એનાયત થયો. આ પુરસ્કાર અર્ધવાહકો અને ટ્રાન્ઝિસ્ટરના ક્ષેત્રે મૌલિક પ્રદાન માટે સાથી સંશોધકો વિલિયમ શૉકલે અને…

વધુ વાંચો >

બાષ્પીભવન

બાષ્પીભવન (evaporation) : પદાર્થની પ્રવાહી સ્થિતિમાંથી બાષ્પસ્થિતિમાં રૂપાંતર થવાની ઘટના. પદાર્થ સંઘનિત સ્થિતિમાં હોય ત્યારે તેના અણુઓ વચ્ચે પ્રબળ આકર્ષણ અને અપાકર્ષણબળ લાગતાં હોય છે અને આ વિરુદ્ધ પ્રકારનાં બળો વચ્ચે સંતુલન સ્થપાયેલું હોય છે. પદાર્થમાં રહેલા આ અણુઓ આકર્ષણબળને લીધે સ્થિતિઊર્જા (potential-energy) અને તાપમાનને કારણે ગતિઊર્જા (kinetic energy) પણ…

વધુ વાંચો >

બિનઉષ્મીય વિકિરણ

બિનઉષ્મીય વિકિરણ (nonthermal radiation) : ઉષ્મારૂપી ઊર્જા ધરાવતું ન હોય તેવું વિકિરણ અથવા ઠંડો પ્રકાશ. ખગોળવિજ્ઞાનમાં બિનઉષ્મીય વિકિરણ એટલે જ્યારે લગભગ પ્રકાશ જેટલી ઝડપે ગતિ કરતા ઇલેક્ટ્રૉનનો વેગ બદલાય ત્યારે ઉદભવતું વીજચુંબકીય વિકિરણ. આનું સામાન્ય સ્વરૂપ સિંક્રોટ્રૉન વિકિરણ (synchrotron radiation) છે, જે ચુંબકીય ક્ષેત્રની આસપાસ ઇલેક્ટ્રૉન ચક્કર ચક્કર ફરે ત્યારે…

વધુ વાંચો >

બિનતારી દૂરવાણી

બિનતારી દૂરવાણી (wireless communication) એક વિશિષ્ટ પ્રકારની સંચારવ્યવસ્થા (communication system). તેના વડે જેમની વચ્ચે કોઈ પ્રકારનું વીજળિક જોડાણ શક્ય ન હોય તેવાં બે અતિદૂરનાં સ્થળ વચ્ચે પણ સંકેત (signal) કે સંદેશ (message) જેનું વધુ વ્યાપક નામ ‘ઇન્ટેલિજન્સ’ (– intelligence = અર્થપૂર્ણ સાંકેતિક સંદેશો અથવા સામાન્ય વાતચીત) તેનો વિનિમય કહી શકાય…

વધુ વાંચો >