Physics

નોવોસેલોવ, કૉન્સ્ટન્ટિન (Novoselov, Konstantin)

નોવોસેલોવ, કૉન્સ્ટન્ટિન (Novoselov, Konstantin) (જ. 23 ઑગસ્ટ 1974, નિઝ્ની તાગિલ, રશિયા) : દ્વિપારિમાણિક પદાર્થ ગ્રૅફીન પર અભૂતપૂર્વ પ્રયોગો માટે 2010નો ભૌતિકશાસ્ત્રમાં નોબેલ પુરસ્કાર મેળવનાર વિજ્ઞાની. આ પુરસ્કાર તેમની અને આન્દ્રે ગિમ વચ્ચે વિભાજિત થયો હતો. 1997માં નોવોસેલોવે મૉસ્કો ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ફિઝિક્સ ઍન્ડ ટૅકનૉલૉજીમાંથી અનુસ્નાતકની પદવી પ્રાપ્ત કરી. ત્યારબાદ પીએચ.ડી.ની પદવી…

વધુ વાંચો >

નૌતલ ઇટા (Eta Carinae)

નૌતલ ઇટા (Eta Carinae) : દક્ષિણ તારકવૃંદ (constellaetion) નૌતલમાં ચાવીના છિદ્ર (key hole) આકારની નિહારિકા (nebula). તે લાલ તારા જેવી છે. તેનો કૅટલૉગ નંબર NGC 3372 છે. અંગ્રેજ ખગોળવેત્તા સર એડમંડ હેલીએ 1677માં તેની નોંધ કરી હતી. 4 માનાંક (magnitude) ધરાવતો તે તારો છે. 1843માં તેની મહત્તમ તેજસ્વિતા નોંધાઈ હતી.…

વધુ વાંચો >

ન્યૂક્લિઆઇડ

ન્યૂક્લિઆઇડ : ન્યૂક્લિયસના બંધારણ વડે જેનું લક્ષણચિત્રણ થાય છે તેવા પરમાણુની જાતિ (species). ન્યૂક્લિઆઇડનું લક્ષણચિત્રણ ખાસ કરીને પ્રોટૉનની સંખ્યા એટલે કે પરમાણુક્રમાંક (Z) અને ન્યૂટ્રૉનની સંખ્યા A-Z વડે થાય છે. અહીં A ન્યૂક્લિયસનો ભારાંક એટલે કે ન્યૂટ્રૉન અને પ્રોટૉનની સંખ્યા છે. સમસ્થાનિકો (isotopes) સમાન પરમાણુક્રમાંક ધરાવે છે, જ્યારે સમભારીય (isobaric)…

વધુ વાંચો >

ન્યૂક્લિયર ચુંબકીય અનુનાદ (nuclear magnetic resonance – NMR) (ભૌતિકશાસ્ત્ર)

ન્યૂક્લિયર ચુંબકીય અનુનાદ (nuclear magnetic resonance – NMR) (ભૌતિકશાસ્ત્ર) : રેડિયો-આવૃત્તિવાળા વિકિરણનું, દ્રવ્ય વડે શોષણ થવાથી જોવા મળતી અસર. પરમાણુની ન્યૂક્લિયસ, પોતાના દ્રવ્યમાન કેન્દ્રમાંથી પસાર થતા અક્ષની આસપાસ ચક્રીય ગતિ કરતી હોય છે. પરિણામે તે પ્રચક્રણ (spin) ધરાવે છે. પ્રચક્રણ કરતી ન્યૂક્લિયસ ચુંબકીય ચાકમાત્રા પણ ધરાવે છે, જે કાયમી ચુંબકત્વ…

વધુ વાંચો >

ન્યૂક્લિયસ

ન્યૂક્લિયસ ધન વિદ્યુતભાર ધરાવતો, પરમાણુનો અતિ સૂક્ષ્મ અને બહુ ભારે અંતર્ભાગ (core). પરમાણુના કેન્દ્ર ઉપર ન્યૂક્લિયસ અને તેની આસપાસ ઇલેક્ટ્રૉન કક્ષીય ભ્રમણ કરતા હોય છે. પરમાણુનું લગભગ 99.975 % દળ ન્યૂક્લિયસમાં કેન્દ્રિત થયેલું હોય છે. હાઇડ્રોજન એક જ એવું તત્ત્વ છે, જેની ન્યૂક્લિયસ માત્ર પ્રોટૉન જ ધરાવે છે. તે સિવાયનાં…

વધુ વાંચો >

ન્યૂ જનરલ કૅટલૉગ

ન્યૂ જનરલ કૅટલૉગ : ડૅનિશ ખગોળવિદ લુડવિગ એમિલ ડ્રેયરે સંપાદિત કરેલ દૂર આકાશી પદાર્થોની યાદી (સૂચિ). NGC તરીકે તે વધુ પ્રચલિત છે. 1888માં પ્રસિદ્ધ કરેલ NGCમાં 8,000 પદાર્થોને આવરી લઈ તેમની માહિતી આપવામાં આવી છે. આ સાથે 1895 અને 1908માં NGC સાથે બીજા 5,000 પદાર્થોની બે પુરવણી તૈયાર કરવામાં આવી…

વધુ વાંચો >

ન્યૂટન, સર આઇઝેક

ન્યૂટન, સર આઇઝેક (જ. 25 ડિસેમ્બર 1642; અ. 20 માર્ચ 1727, વુલ્સથૉર્પ, લૅંકેશાયર, ઇંગ્લૅન્ડ) : અંગ્રેજ ભૌતિકશાસ્ત્રી અને ગણિતશાસ્ત્રી. તેમનો જન્મ ખેડૂત કુટુંબમાં થયો હતો. તેમના પિતાનું મૃત્યુ થયા બાદ દાદીમાએ ઉછેરેલ. ગામમાં શાળા ન હોવાથી ગામથી દશ કિલોમીટર દૂર ગ્રૅથમની ગ્રામરસ્કૂલમાં ભણવા મોકલવામાં આવ્યા. 19 વર્ષની વયે કેમ્બ્રિજની ટ્રિનિટી…

વધુ વાંચો >

ન્યૂટનનાં વલયો (Newton’s Rings)

ન્યૂટનનાં વલયો (Newton’s Rings) : પ્રકાશના વ્યતિકરણ(interference)ના સિદ્ધાંતને આધારે ઉદ્ભવતાં એકકેન્દ્રીય (concentric) વલયો. ચોમાસામાં ડામરની ભીની સડક ઉપર મોટરનું તેલ પથરાયેલું હોય ત્યારે ત્યાં સૂર્યપ્રકાશને કારણે ઉદ્ભવતાં એક-કેન્દ્રીય રંગીન વલયો જોવા મળે છે. કોઈ બિંદુ આગળ પ્રકાશના બે (કે તેથી વધુ) તરંગોનો એકબીજા પર સંપાત થતાં, નીપજતી સંગઠિત અસરને વ્યતિકરણ…

વધુ વાંચો >

ન્યૂટનનો ગુરુત્વાકર્ષણ નિયમ

ન્યૂટનનો ગુરુત્વાકર્ષણ નિયમ : જુઓ ગુરુત્વાકર્ષણ

વધુ વાંચો >

ન્યૂટ્રિનો

ન્યૂટ્રિનો : મંદ પ્રક્રિયામાં ભાગ લેતો 1 પ્રચક્રણ (spin) ધરાવતો સ્થાયી, મૂળભૂત કણ. તે શૂન્ય વિદ્યુતભાર અને નહિવત્ દળ ધરાવે છે. તેનું દળ 0થી 0.3me વચ્ચે હોય છે, જ્યાં me, ઇલેક્ટ્રૉનનું દળ છે. ન્યૂટ્રિનો શૂન્યવત્ દળ ધરાવતો હોઈ, સાપેક્ષવાદ મુજબ, તે પ્રકાશની ઝડપે ગતિ કરે છે. રેડિયોઍક્ટિવ ન્યૂક્લિયસનું વિભંજન થતાં,…

વધુ વાંચો >