Physics
દ્રવગતિશાસ્ત્ર
દ્રવગતિશાસ્ત્ર (hydrodynamics) : અદબનીય તરલની ગતિના નિયમો અને તેના પ્રવર્તનનું શાસ્ત્ર. સીમા આગળ થતી તરલની આંતરક્રિયા સાતત્યકયાંત્રિકી (continuum mechanics) સાથે સંબંધ ધરાવે છે. બંધ, જળાશય અને નહેર જેવી જળયોજનાઓ સાથે માણસ ઘનિષ્ઠ સંબંધ ધરાવે છે. આથી પાણી જીવનનો પર્યાય ગણાય છે. ઉપરાંત માણસની જિજ્ઞાસાવૃત્તિ અને તેના વૈજ્ઞાનિક સ્વભાવને કારણે આ…
વધુ વાંચો >દ્રવચલવિદ્યા
દ્રવચલવિદ્યા (hydraulics) : ગતિમય પાણી અથવા પ્રવાહીની વર્તણૂક. દ્રવચલવિદ્યા સીમાપૃષ્ઠ અથવા પદાર્થની સાપેક્ષ ગતિ કરતા પ્રવાહી કે સ્થિર પ્રવાહીની વર્તણૂક, અસરો અને ગુણધર્મો સાથે સંબંધ ધરાવે છે અને તે તરલ યાંત્રિકીનો એક ભાગ છે. ઘનતામાં થતા ફેરફાર નાના હોય ત્યારે એટલે કે દબનીય અસરો નગણ્ય હોય ત્યારે દ્રવચલવિદ્યાના નિયમો વાયુઓને…
વધુ વાંચો >દ્રવ-બુંદ પ્રતિમાન
દ્રવ-બુંદ પ્રતિમાન (liquid drop model) : ન્યૂક્લિયસના વિખંડન સામે તેની સ્થિરતા સમજાવવા માટે, પૃષ્ઠતાણ સહિત અદબનીય અને વિદ્યુતભારિત પ્રવાહી-બુંદને અનુરૂપ પ્રતિમાન. ન્યૂક્લિયસને પ્રવાહીના બુંદ જેવું ધારી લેવાથી, તેના ઉપર લાગતાં બળોને કારણે તેમાં ઉત્પન્ન થતી વિકૃતિ સમજાવવાનું સરળ બને છે. આવી ધારણા એટલા માટે ઉચિત ઠરે છે કે ન્યૂક્લિયસનાં બળોની…
વધુ વાંચો >દ્રવ્ય
દ્રવ્ય (matter) : જેમાંથી કોઈ પણ પ્રકારની ઇન્દ્રિયગ્રાહ્ય વસ્તુ બને તેવો પદાર્થ. દ્રવ્યના બનેલા જ પદાર્થોમાં પરસ્પર જુદા પાડી શકાય તેવું કોઈ ને કોઈ લક્ષણ હોય છે. વૈવિધ્ય હોવા સાથે તેમની વચ્ચે કંઈક સામ્ય પણ હોય છે; જેમ કે, દરેક પદાર્થ જગ્યા રોકે છે. આથી એવી વ્યાખ્યા કરવામાં આવે છે…
વધુ વાંચો >દ્રવ્યમાન
દ્રવ્યમાન (mass) : પદાર્થના જડત્વનું માપન દર્શાવતી મૂળભૂત ભૌતિક રાશિ. બધા જ ભૌતિક પદાર્થો પોતાની ગતિના ફેરફારોનો વિરોધ કરતા હોય છે. પદાર્થ સાથે સંકળાયેલી આ લાક્ષણિકતાને જડત્વ કહે છે અને પદાર્થનું તેનું માપન દર્શાવતી મૂળભૂત ભૌતિક રાશિને દ્રવ્યમાન તરીકે ઓળખવામાં આવે છે. પ્રકાશની ઝડપની સરખામણીમાં ઓછી ઝડપથી ગતિ કરતા પદાર્થનું…
વધુ વાંચો >દ્વિ-ગ્રેટિંગ સ્પેક્ટ્રોગ્રાફ
દ્વિ-ગ્રેટિંગ સ્પેક્ટ્રોગ્રાફ : ગ્રેટિંગ (અથવા પ્રિઝમ) જેવા વિભાજક (disperser) વડે પ્રકાશનું બે વાર વિભાજન કરીને, પ્રકાશની જુદી જુદી તરંગલંબાઈઓની તીવ્રતા માપવા માટેનું એક ઉપકરણ. સ્પેક્ટ્રોગ્રાફ કે સ્પેક્ટ્રોમીટર વડે જુદી જુદી તરંગલંબાઈના પ્રકાશની તીવ્રતાનું વિતરણ (distribution) માપી શકાય છે. દ્વિ-વિભાજન બે રીતે મેળવી શકાય છે : (i) એક પછી એક એમ…
વધુ વાંચો >દ્વિ-ધ્રુવ ચાકમાત્રા
દ્વિ-ધ્રુવ ચાકમાત્રા (dipole moment) : બે સમાન અને વિજાતીય વિદ્યુતભારોમાંથી કોઈ એકના વિદ્યુતભાર અને તેમની વચ્ચેના અંતરનો ગુણાકાર. બે સમાન વિદ્યુતભાર +q અને –q એકબીજાથી અંતરે સ્થાનાંતરિત થયેલા હોય ત્યારે આવા વિદ્યુત દ્વિ-ધ્રુવીની સાથે સંકળાયેલ કાયમી વિદ્યુત દ્વિ-ધ્રુવ ચાકમાત્રા મળે છે. વ્યાપક સ્વરૂપમાં, વિવિક્ત (discrete) વિદ્યુતભારો Xi, Yi, Zi બિંદુઓએ…
વધુ વાંચો >દ્વિવક્રીભવન
દ્વિવક્રીભવન (double refraction અથવા birefringence) : કેટલાક કુદરતી સ્ફટિકો દ્વારા પ્રદર્શિત થતી એક આપાતકિરણને બે વક્રીભૂત કિરણોમાં ફેરવવાની પ્રકાશીય ઘટના. કુદરતી ખનિજોના પ્રકાશીય ગુણધર્મો પ્રમાણે સાવર્તિક (એકવક્રીભવનાંકી) (singly refracting) અને અસાવર્તિક (દ્વિવક્રીભવનાંકી, doubly refracting) એ પ્રમાણે બે પ્રકાર પડે છે. દ્વિવક્રીભવનકારી માધ્યમને વિષમ દિગ્ધર્મી (anisotropic) માધ્યમ કહે છે. પ્રકાશ લંબગત…
વધુ વાંચો >ધજાળા ઉલ્કાશ્મો
ધજાળા ઉલ્કાશ્મો : જુઓ, ‘ઉલ્કા, ધજાળા’.
વધુ વાંચો >ધમણ
ધમણ (bellow) : હવા ફૂંકવા અથવા હવાની પ્રધાર (jet) ઉત્પન્ન કરવા માટેનું સાધન. તેની શોધ મધ્યયુગમાં થયેલી અને તેનો ઉપયોગ લુહારની કોઢમાં હવા ફૂંકીને દહનને ઝડપી બનાવવા અથવા કંપિકાવાદ્યો (reed instruments) વગાડવા માટે થતો હતો. ધમણને મિજાગરાં વડે જોડેલાં બે ત્રિકોણિયાં (અથવા લંબચોરસ કે વર્તુળાકાર) પાટિયાં અને નમ્ય, સળવાળા ચામડાની…
વધુ વાંચો >