Physics
ચુંબકીય પ્રત્યાસ્થ ઘટના (magnetoelastic phenomenon)
ચુંબકીય પ્રત્યાસ્થ ઘટના (magnetoelastic phenomenon) : ચુંબકીય પદાર્થને ચુંબકીય ક્ષેત્રમાં રાખતાં અથવા તે ચુંબકિત થાય ત્યારે, તેના સ્થિતિસ્થાપક ગુણધર્મો ઉપર થતી અસર. પદાર્થની સ્થિતિસ્થાપક વર્તણૂકનો અભ્યાસ તેના સ્થિતિસ્થાપક પ્રાચલો (elastic constants) વડે થતો હોય છે. લોહચુંબકીય (ferromagnetic) કે પ્રતિલોહચુંબકીય (anti- ferromagnetic) પદાર્થનું તાપમાન જેમ વધે તેમ તેનું ચુંબકત્વ ક્રમશ: અર્દશ્ય…
વધુ વાંચો >ચુંબકીય બળ (magnetic force)
ચુંબકીય બળ (magnetic force) : ગતિમય વિદ્યુતભાર વચ્ચે તેમની ગતિને કારણે ઉદભવતું બળ. ગજિયા ચુંબક(bar-magnet)માં પરમાણુ માપક્રમ ઉપર ચોક્કસ રીતે રચાતા સૂક્ષ્મ વિદ્યુતપ્રવાહને લઈને તે ચુંબકીય ગુણધર્મ મેળવે છે. વિદ્યુતપ્રવાહનું વહન કરતા તાર નજીક ચુંબકીય સોયને રાખતાં, સોયનું આવર્તન થઈ, તે તારને લંબદિશામાં ગોઠવાય છે. આ ઘટના ચુંબકીય બળના અસ્તિત્વને…
વધુ વાંચો >ચુંબકીય માત્રાઓનું માપન
ચુંબકીય માત્રાઓનું માપન : ચુંબકીય પરિપથનો ચુંબકીય અવરોધ. વિદ્યુત પરિપથના અવરોધને અનુરૂપ, ચુંબકીય પરિપથનો અવરોધ કે પરિપથની અપારગમ્યતા (reluctance). ચુંબકીય બળરેખાઓ(flux)ના બંધ પથને ચુંબકીય પરિપથ કહે છે. આકૃતિ 1માં દર્શાવ્યા પ્રમાણે લોખંડની વીંટી ઉપર સમાન રીતે વીંટાળેલ N આંટાનું ગૂંચળું છે. ગૂંચળાના પરિઘની લંબાઈ l મીટર, આડછેદનું ક્ષેત્રફળ A મીટર2…
વધુ વાંચો >ચુંબકીય વિરૂપણ (magnetostriction)
ચુંબકીય વિરૂપણ (magnetostriction) : લોહચુંબકીય (ferro-megnetic) પદાર્થને ચુંબકીય ક્ષેત્રમાં રાખતાં તેના પરિમાણમાં થતો ફેરફાર. જૂલ નામના વિજ્ઞાનીએ 1942માં ચુંબકીય વિરૂપણની ઘટના પ્રસ્થાપિત કરી હતી. તેને કારણે પદાર્થના આકાર અને કદમાં ફેરફાર થાય છે. ચુંબકીય વિરૂપણની અસરનું સરળ માપન રેખીય ચુંબકીય વિરૂપણ, વડે થાય છે, અહીં Δ1 પદાર્થનું પ્રતાન (extension) અને…
વધુ વાંચો >ચૅડવિક, સર જેમ્સ
ચૅડવિક, સર જેમ્સ (જ. 20 ઑક્ટોબર 1891, મૅન્ચેસ્ટર, ઇંગ્લૅન્ડ; અ. 24 જુલાઈ 1974, કેમ્બ્રિજ, ઇંગ્લૅન્ડ) : ન્યુટ્રૉનની શોધ માટે 1935ના વર્ષનું નોબેલ પારિતોષિક પ્રાપ્ત કરનાર વિજ્ઞાની. શરૂઆતનો અભ્યાસ મૅન્ચેસ્ટર ગ્રામર સ્કૂલમાં. 1911માં યુનિવર્સિટી ઑવ્ મૅન્ચેસ્ટરમાંથી સ્નાતક થયા પછી તે જ યુનિવર્સિટીમાં એમ.એસસી. માટે જોડાઈ 1911થી 1913 દરમિયાન સર અર્નેસ્ટ રૂધરફર્ડના…
વધુ વાંચો >ચૅપમન, સિડની
ચૅપમન, સિડની (જ. 29 જાન્યુઆરી 1888, એક્લ્ઝલ્સ, લૅંકેશાયર, ઇંગ્લૅન્ડ; અ. 16 જૂન 1970, બોલ્ડર, કૉલરડો, યુ.એસ.) : ભૂસ્તરપદાર્થવિજ્ઞાન(geophysics)માં સંશોધન માટે વિખ્યાત અંગ્રેજ ગણિતશાસ્ત્રી અને ભૌતિકશાસ્ત્રી. તેમનું સૌપ્રથમ પ્રદાન, મૅક્સવેલના વાયુના ગતિસિદ્ધાંત(kinetic theory of gases)માં સુધારો કરી ઉષ્મીય વિસરણ(thermal diffusion)ની ઘટના વિશે કરેલી આગાહી હતી; તેની પ્રાયોગિક સાબિતી તેમણે પાછળથી 1912થી…
વધુ વાંચો >ચેમ્બરલિન, ઓઇન
ચેમ્બરલિન, ઓઇન (જ. 10 જુલાઈ 1920, સાન ફ્રાન્સિસ્કો, યુ. એસ.; અ. 28 ફેબ્રુઆરી 2006, બર્કલે, કૅલિફૉર્નિયા) : એમિલિયો સર્જે સાથે પ્રતિ-પ્રોટૉન(antiproton)ની શોધ માટે 1959નો ભૌતિકશાસ્ત્રનો નોબેલ પુરસ્કાર પ્રાપ્ત કરનાર અમેરિકન ભૌતિકશાસ્ત્રી. પિતા એડવર્ડ ચેમ્બરલિન વિખ્યાત રેડિયોલૉજિસ્ટ હતા. 1941માં ડાર્ટમથ કૉલેજમાંથી સ્નાતક થયા. 1942–45 દરમિયાન પરમાણુ બૉમ્બના વિકાસ માટેના ‘મૅનહટન પ્રૉજેક્ટ’…
વધુ વાંચો >ચેરેન્કવ, પાવેલ એલેક્સિયેવિચ
ચેરેન્કવ, પાવેલ એલેક્સિયેવિચ (જ. 15 જુલાઈ 1904, વૉરૉનેઝ, રશિયા; અ. 6 જાન્યુઆરી 1990, રશિયા) : ‘ચેરેન્કવ અસર’ની શોધ માટે 1958માં ભૌતિકશાસ્ત્રનું નોબેલ પારિતોષિક પ્રાપ્ત કરનાર રશિયન ભૌતિકશાસ્ત્રી. તેમનો જન્મ ખેડૂત કુટુંબમાં થયો હતો. 1928માં વૉરૉનેઝ યુનિવર્સિટીમાંથી સ્નાતક થઈને સોવિયેટ યુનિયનના મૉસ્કોમાં ‘એકૅડેમી ઑવ્ સાયન્સ’ના ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ટૅક્નૉલૉજીમાં સંશોધનકાર્ય શરૂ કર્યું.…
વધુ વાંચો >ચેર્નોબિલ દુર્ઘટના
ચેર્નોબિલ દુર્ઘટના : જુઓ ન્યૂક્લિયર રિઍક્ટર
વધુ વાંચો >જડત્વની ચાકમાત્રા (moment of inertia)
જડત્વની ચાકમાત્રા (moment of inertia) : ચાકગતિ કરતા પદાર્થના દળ અથવા તેની સપાટીના ક્ષેત્રફળનો ભ્રમણાક્ષ(axis of rotation)ના સ્થાન સાથેનો સંબંધ. સ્થિતિકી(statics)માં અને ગતિકી(dynamics)માં કેટલાક કોયડાના ઉકેલ માટે અનુક્રમે ક્ષેત્રફળ અને દળની જડત્વની ચાકમાત્રાનો ઉપયોગ થાય છે. ભ્રમણાક્ષને અનુલક્ષીને પદાર્થના જડત્વની ચાકમાત્રા એટલે પ્રત્યેક કણના દળ અને ભ્રમણાક્ષથી લીધેલા લંબઅંતરના વર્ગના…
વધુ વાંચો >