Physics

કૅર-પોકલ અસર

કૅર–પોકલ અસર : 1875માં જ્હૉન કૅર અને બીજા વિજ્ઞાની પોકલે શોધેલી વૈદ્યુત-પ્રકાશીય (electro-optic) અસર. કૅર અસરમાં કોઈ પારદર્શક પ્રવાહીમાંથી પસાર થઈ રહેલા પ્રકાશની દિશાને કાટખૂણે પ્રબળ વિદ્યુતક્ષેત્ર લગાડતાં, એક વક્રીભૂત કિરણને બદલે બે વક્રીભૂત કિરણો ઉત્પન્ન થઈ, પદાર્થ દ્વિ-વક્રીભવન(double refraction)ની ઘટના દર્શાવે છે. પારદર્શક માધ્યમમાં દાખલ થતું કિરણ કેટલું વંકાશે…

વધુ વાંચો >

કૅલરી સિદ્ધાંત

કૅલરી સિદ્ધાંત : આંત્વાં લેવાઝિયે (1743-1794) નામના ફ્રેન્ચ વૈજ્ઞાનિકે ઉષ્મા માટે સૂચવેલો સિદ્ધાંત. તેને કૅલરિકવાદ પણ કહે છે. અઢારમી સદીના અંત સુધી એવી માન્યતા પ્રવર્તતી હતી કે ઉષ્મા એક વજનરહિત, સ્થિતિસ્થાપક, અર્દશ્ય અને સ્વ-અપાકર્ષી (self- repellent) પ્રકારનું તરલ છે જેનું સર્જન કે નાશ શક્ય નથી. આ તરલ ‘કૅલરિક’ તરીકે ઓળખાતું.…

વધુ વાંચો >

કૅલિડોસ્કૉપ

કૅલિડોસ્કૉપ : એકબીજા સાથે જોડેલા કે ઢળતા રાખેલા અરીસા અનેક પ્રતિબિંબો રચે છે તે ગુણધર્મને પ્રદર્શિત કરતું મનોરંજન માટેનું રમકડું. તેની શોધ સર ડૅવિડ બ્રૂસ્ટરે 1816ની આસપાસ કરી હતી અને 1817માં તેનો પેટન્ટ મેળવ્યો હતો. બે અરીસાને 90°ને ખૂણે (કાટખૂણે) રાખી તેમની વચ્ચે કોઈ વસ્તુને રાખતાં, દરેક અરીસા વડે તેનું…

વધુ વાંચો >

કેલૉઝ, દિદિઅર (Queloz, Didier)

કેલૉઝ, દિદિઅર (Queloz, Didier) (ફ્રેન્ચ ઉચ્ચાર કેલો, ડિડિયે) (જ. 23 ફેબ્રુઆરી 1966, સ્વિટ્ઝર્લૅન્ડ) : સૂર્ય સમાન તારાની આસપાસ પરિભ્રમણ કરતા તથા સૂર્યમાળાની બહાર આવેલા એક નવીન ગ્રહની શોધ માટે 2019નો ભૌતિકશાસ્ત્રમાં નોબેલ પુરસ્કાર મેળવનાર વિજ્ઞાની. પુરસ્કારનો એક ચતુર્થાંશ ભાગ તેમને પ્રાપ્ત થયો હતો તથા અન્ય ભાગ જેમ્સ પીબલ્સ અને મિશેલ…

વધુ વાંચો >

કેલ્વિન ઑવ્ લાર્ગ્ઝ – વિલિયમ થૉમસન

કેલ્વિન ઑવ્ લાર્ગ્ઝ – વિલિયમ થૉમસન (જ. 26 જૂન 1824, બેલફાસ્ટ, આયર્લૅન્ડ; અ. 17 ડિસેમ્બર 1907, લાર્ગ્ઝ, સ્કૉટલૅન્ડ, આયરશાયર) : ઉષ્માગતિશાસ્ત્ર(thermodynamics)ના અભ્યાસ માટે જાણીતા અને જેમના નામ ઉપરથી નિરપેક્ષ તાપમાનના માપક્રમનું નામાભિધાન થયેલું છે, તે બ્રિટિશ ભૌતિકશાસ્ત્રી. જન્મનું નામ વિલિયમ થૉમસન હતું. પ્રાથમિક શિક્ષણ તેમના પિતા જેમ્સ થૉમસન જે ગણિતના…

વધુ વાંચો >

કૅલ્વિન-હેલ્મહોલ્ટ્ઝ સંકોચન

કૅલ્વિન-હેલ્મહોલ્ટ્ઝ સંકોચન : ગુરુત્વીય નિપાત (gravitational collapse) સાથે સંકળાયેલી ખગોલીય ઘટના. પ્રત્યક્ષ ઉદાહરણ વાદળ કે વિસરિત નિહારિકા (diffused nebula) છે, જેમાં વાયુ તથા રજકણો ગુરુત્વીય નિપાત અનુભવતા હોય છે. તારક વિકાસક્રમ(development sequence)નો આ એક મહત્વનો તબક્કો ગણાય છે. તારકના વિવિધ ઘટકો ગુરુત્વાકર્ષણ વડે બંધાયેલા હોવાથી તે ગુરુત્વીય સ્થિતિજ (potential) ઊર્જા…

વધુ વાંચો >

કૅવિટેશન

કૅવિટેશન : વેગ અને દબાણના ફેરફારને કારણે વહેતા પ્રવાહીમાં ઉત્પન્ન થતા પરપોટા કે ખાલી જગ્યા. આ ઘટનામાં સ્થાનિક બાષ્પીભવન થવાથી વાયુમુક્તિને કારણે, વહેણમાં ઉદભવતી ખાલી જગ્યાઓ (voids) બાષ્પ કે વાયુ વડે ભરાઈ જતી હોય છે. કેટલીક વાર ‘કૅવિટેશન’ શબ્દ, કૅવિટેશનને કારણે કૅવિટેશન પ્રવાહની આસપાસ રહેલી ઘન દીવાલમાં થતું ખવાણ (erosion)…

વધુ વાંચો >

કૅવેન્ડિશનો પ્રયોગ

કૅવેન્ડિશનો પ્રયોગ : આશરે 70 વર્ષની વૃદ્ધ વયે જર્મન વિજ્ઞાની હેન્રી કૅવેન્ડિશે, ગુરુત્વાકર્ષણના અચળાંક Gનું મૂલ્ય મેળવી તેની ઉપરથી પૃથ્વીનું ઘટત્વ કે ઘનતા ρ (ગ્રીક મૂળાક્ષર રો) નક્કી કરવા કરેલો એક અતિ શ્રમયુક્ત અને ચોકસાઈભર્યો પ્રયોગ. ન્યૂટનના ગુરુત્વાકર્ષણના નિયમ અનુસાર M અને m દળ કે દ્રવ્યમાન ધરાવતા, એકબીજાથી d અંતરે…

વધુ વાંચો >

કૅવેન્ડિશ – હેન્રી સર

કૅવેન્ડિશ, હેન્રી સર (જ. 10 ઑક્ટોબર 1731, નીસ, ફ્રાન્સ; અ. 24 ફેબ્રુઆરી 1810, લંડન) : અંગ્રેજ ભૌતિકશાસ્ત્રી તેમજ રસાયણશાસ્ત્રી લૉર્ડ ચાર્લ્સ કૅવેન્ડિશના પુત્ર. 1742થી 1749 સુધી હૅકનીની શાળામાં અભ્યાસ કરી, 1749માં કેમ્બ્રિજના પીટરહાઉસમાં દાખલ થયા; પરંતુ સ્નાતકની પદવી મેળવ્યા વગર જ તે છોડી દીધું. હાઇડ્રોજન વાયુ કે જ્વલનશીલ (inflammable) હવાની…

વધુ વાંચો >

કેશાકર્ષણ

કેશાકર્ષણ (capillarity) : ખૂબ નાના વ્યાસ (diameter) કે વેહ(bore)વાળી, બંને છેડે ખુલ્લી કેશનળી(capillary tube)ને, પ્રવાહીમાં ઊર્ધ્વ રાખતાં નળીમાંના પ્રવાહીની સપાટી, બહારના પ્રવાહીની સપાટી કરતાં ઊંચી કે નીચી હોવાની એક ભૌતિક ઘટના. આ ગુણધર્મ દર્શાવતી નળીને, લૅટિન ભાષાના શબ્દ capilla (= વાળ જેવી) ઉપરથી, કેશનળી કહે છે. કેશાકર્ષણની ઘટના પ્રવાહીના પૃષ્ઠ-તણાવ(surface…

વધુ વાંચો >