Philosophy

ન્યાયદર્શન

ન્યાયદર્શન : ભારતીય વૈદિક ષડ્દર્શનોમાંનું એક. તેની વિશેષતા એ છે કે તેમાં આ દૃશ્ય જગતને કેવળ ભ્રમ કે બુદ્ધિનો કલ્પનાવિલાસ માનવાને બદલે તેની યથાર્થતા સ્વીકારી તેના સ્વરૂપનું પૃથક્કરણ કરવામાં આવ્યું છે. એ રીતે તેના મૂળ કારણની મીમાંસા (ontology) તથા તેની યથાર્થતાની જ્ઞાનમીમાંસા (epistemology) અહીં એક વિશિષ્ટ પદ્ધતિથી થઈ છે. ન્યાયદર્શન…

વધુ વાંચો >

પટવર્ધન, અચ્યુત સીતારામ

પટવર્ધન, અચ્યુત સીતારામ (જ. 5 ફેબ્રુઆરી 1905, અહમદનગર; અ. 5 ઑગસ્ટ 1992, વારાણસી) : સ્વતંત્રતાસેનાની, સમાજવાદી નેતા અને અગ્રણી ચિંતક. પિતા હરિ કેશવ પટવર્ધન અહમદનગર ખાતે વકીલ હતા. તેમના છ પુત્રોમાં અચ્યુત બીજા ક્રમે હતા. અચ્યુત જ્યારે ચાર વર્ષના હતા ત્યારે નિવૃત્ત નાયબ શિક્ષણાધિકારી સીતારામ પટવર્ધને તેમને દત્તક લીધા. અચ્યુતનું…

વધુ વાંચો >

પંડિત સુખલાલજી

પંડિત સુખલાલજી (જ. 8 ડિસેમ્બર 1880, લીમલી; અ. 2 માર્ચ 1978, અમદાવાદ) : ભારતના પ્રથમ પંક્તિના દાર્શનિક વિદ્વાન. પંડિત સુખલાલજી સંઘવી જૈન ધર્મ પાળતા સ્થાનકવાસી જૈન કુટુંબમાં જન્મેલા. તેમનું વતન સૌરાષ્ટ્રના ઝાલાવાડમાં આવેલું લીમલી નામનું ગામ હતું. લીમલીમાં સાત ધોરણ સુધીનો અભ્યાસ કર્યો. એ પછી આગળ અભ્યાસ કરવા જતાં સોળ…

વધુ વાંચો >

પાયથાગોરાસ

પાયથાગોરાસ [જ. આશરે ઈ. પૂ. 58૦, સેમોસ, આયોનિયા (હાલનું એશિયા માઇનોર); અ. : આશરે ઈ. પૂ. 5૦૦, મેટાપોન્ટમ લ્યુકેનિયા, દક્ષિણ ઇટાલી] : ગ્રીક ફિલસૂફ અને ગણિતશાસ્ત્રી. તેઓ પ્રખ્યાત ગણિતશાસ્ત્રી થેઇલ્સના શિષ્ય હતા. થેઇલ્સના સૂચનથી તેમણે ઇજિપ્ત અને બીજા દેશોની મુલાકાત લઈ ઘણું જ્ઞાન સંપાદન કર્યું હતું. તેમને ઘણા શિષ્યો હતા.…

વધુ વાંચો >

પાસ્કલ બ્લેઝ

પાસ્કલ, બ્લેઝ (જ. 19 જૂન 1623, ક્લેરમૉન્ટ ફરાન્ડ, ફ્રાંસ; અ. 19 ઑગસ્ટ 1662, પૅરિસ, ફ્રાન્સ) : ફ્રેંચ ગણિતશાસ્ત્રી, ભૌતિકશાસ્ત્રી, ફિલસૂફ અને ફ્રેંચ ગદ્યના પ્રખર પંડિત. શાળાએ ગયા વગર જ પિતા પાસેથી પ્રાચીન ગ્રીક અને લૅટિન કલા અને સાહિત્ય શીખ્યા હતા. 12 વર્ષના થયા ત્યાં સુધીમાં તેમણે ભૂમિતિનો અભ્યાસ કરી લીધો…

વધુ વાંચો >

પુરુષ

પુરુષ : સાંખ્ય મતે જગતમાં રહેલું એકમાત્ર ચેતન તત્વ (આત્મા). સાંખ્ય દર્શન સૃષ્ટિની ઉત્પત્તિ અને તેના સ્વરૂપના સંદર્ભે પરસ્પરથી ભિન્ન એવાં બે સ્વતંત્ર તત્ત્વોનો સ્વીકાર કરે છે. દૃશ્યમાન જગતનું મૂળ કારણ એવી પ્રકૃતિ અને એનો સાક્ષી તેવો પુરુષ. પ્રકૃતિ સત્વ, રજસ અને તમસ  એ ત્રણ ગુણોની સામ્યાવસ્થા છે. તે અચેતન…

વધુ વાંચો >

પ્રકૃતિ

પ્રકૃતિ : જુઓ પ્રકૃતિવાદ (2)

વધુ વાંચો >

પ્રકૃતિ (દર્શન)

પ્રકૃતિ (દર્શન) : માયા અને એના અંચળાથી ઢંકાઈને ઉત્પન્ન થતી ત્રિગુણાત્મક શક્તિ. આ ગુણમય જગત બે સ્પષ્ટ તત્વ ધરાવે છે – પુરુષ અને પ્રકૃતિ. પ્રકૃતિને માયા પણ કહે છે. તે પુરુષથી બિલકુલ વિપરીત પરિવર્તનશીલ, નાશવાન અને જડ છે. કેટલાક આચાર્યો પ્રકૃતિ અને પુરુષમાં યોગ્યતા સંબંધ હોવાનું માને છે. કેટલાકનું કહેવું…

વધુ વાંચો >

પ્રકૃતિવાદ (2)

પ્રકૃતિવાદ (2) : ભારતના સાંખ્યદર્શનનો સૃષ્ટિની ઉત્પત્તિ વિશેનો મત. સાંખ્ય દ્વૈતવાદી છે. તે મૂળભૂત બે તત્વોને માને છે – પ્રકૃતિ અને પુરુષ. પુરુષ ચેતન, નિર્ગુણ, અપરિણામી અને અનેક છે. અહીં ગુણનો અર્થ છે સત્વ, રજસ્ અને તમસ્ – એ ત્રણ ગુણો. પ્રકૃતિ જડ, ત્રિગુણાત્મક પ્રતિક્ષણ પરિણામી અને એક છે. તે…

વધુ વાંચો >

પ્રતીત્યસમુત્પાદ

પ્રતીત્યસમુત્પાદ : જગતના કારણરૂપ અનાદિ ભવચક્રનો સિદ્ધાંત. બૌદ્ધદર્શનનો આ પાયાનો સિદ્ધાંત એ દર્શનના બધા સંપ્રદાયોના પાયામાં રહેલો છે. જગત-કારણની બાબતમાં અન્ય ભારતીય દર્શનો સત્કાર્યવાદ, અસત્કાર્યવાદ, યદૃચ્છાવાદ (ચાર્વાક્) તેમજ વિવર્તવાદ કે માયાવાદને માને છે. બુદ્ધ કોઈ પ્રકૃત્તિ, પુરુષ, માયા કે ઈશ્વરને જગતના કારણરૂપ નહિ માનતા આ ભવચક્રને અનાદિ બતાવ્યું છે. આ…

વધુ વાંચો >