Pharmacy
અકાર્બનિક ઔષધરસાયણ
અકાર્બનિક ઔષધરસાયણ (Inorganic Pharmaceutical Chemistry) ઔષધ તરીકે ઉપયોગમાં લેવાતાં અકાર્બનિક તત્ત્વો તથા તેમનાં સંયોજનોને બે વિભાગમાં વહેંચી શકાય : 1. અકાર્બનિક (inorganic) અને 2. કાર્બનિક અથવા સેંદ્રિય (organic). અહીં આવર્તસારણી (periodic table) અનુસાર જે તે તત્ત્વો-સંયોજનોનો ફક્ત ઔષધીય ઉપયોગ જ આપવામાં આવેલો છે. વાયુરૂપ તત્ત્વો, જેવાં કે ઑક્સિજન, હીલિયમ અને…
વધુ વાંચો >અજમો
અજમો : દ્વિદળી વર્ગના ઍપિયસી કુળની વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Trachyspermum ammi (Linn.) Sprague. syn. T. copticum Link., syn. Carum copticum Hiren. (સં. अजमोद; હિં. अजवायन, आजोवान; ગુ. અજમો; અં. બિશપ્સ વીડ.) છે. તેના સહસભ્યો બ્રાહ્મી, વરિયાળી, પીમ્પીનેલા, હિંગ, સુવા, ધાણા, જીરું અને ગાજર છે. વર્ગીકરણની પદ્ધતિમાં આ કુળને ઍપિયેલ્સ…
વધુ વાંચો >આઇબુપ્રોફેન
આઇબુપ્રોફેન (ibuprofen) : દુખાવો અને શોથ (inflammation) ઘટાડતું અને તાવ ઉતારતું ઔષધ, C13H18O2 = 206.2. ઈજા, ચેપ કે અન્ય કારણોસર શરીરની પેશીઓમાં પીડાકારક સોજો આવે અને તેમાં લોહીનું પરિભ્રમણ વધવાથી તે ગરમ થાય તેને શોથનો વિકાર કહે છે. મુખમાર્ગે અપાતી આ દવાની અસરો એસ્પિરિન જેવી અને જેટલી છે. તે પ્રૉસ્ટાગ્લૅન્ડિન…
વધુ વાંચો >આલ્કેલૉઇડયુક્ત ઔષધો
આલ્કેલૉઇડયુક્ત ઔષધો : જેની શરીર-ક્રિયાત્મક (physio-logical) અસરો તેમાં રહેલ આલ્કેલૉઇડને લીધે છે તેવાં વનસ્પતિજ ઔષધો. આલ્કેલૉઇડ એક કે વધુ નાઇટ્રોજન-પરમાણુયુક્ત બેઝિક ગુણોવાળાં અને તીવ્ર શરીરક્રિયાત્મક અસરો ધરાવતાં કાર્બનિક સંયોજનો છે. તે ક્વચિત જ પ્રાણીસૃષ્ટિમાં મળી આવે છે. ‘આલ્કલી જેવાં’ ઉપરથી આલ્કેલૉઇડ શબ્દપ્રયોગ સૌપ્રથમ માઇસ્નરે 1821માં કર્યો હતો. સામાન્ય રીતે આલ્કેલૉઇડના…
વધુ વાંચો >ઉદર્દ
ઉદર્દ : ત્વચાના ક્ષુદ્ર રોગ શીળસ કે શીતપિત્તને મળતો એક રોગ. શીળસમાં ઠંડા પવનથી કફ અને પિત્તદોષ વિકૃત થઈ, ત્વચા ઉપર આછા ગુલાબી રંગનાં, ઊપસેલાં અને ખૂજલી તથા દાહનાં લક્ષણોવાળાં અનેક ઢીમચાં કે ગાંઠો થાય છે; પરંતુ ઉદર્દમાં ઠંડા પવનથી માત્ર કફદોષ વિકૃત થાય છે, જેમાં હાથ-પગ તથા છાતી-પીઠની ત્વચા…
વધુ વાંચો >એલચી
એલચી : જુઓ ઇલાયચી.
વધુ વાંચો >એલિયન, ગરટરુડ બેલે
એલિયન, ગરટરુડ બેલે (જ. 23 જાન્યુઆરી 1918, ન્યૂયૉર્ક સિટી; અ. 21 ફેબ્રુઆરી 1999, ચેપલ હિલ, નૉર્થ કેરોલિના, યુ.એસ.) : 1988ના વર્ષના ઔષધ અને શરીરક્રિયાવિજ્ઞાનનાં નોબેલ પારિતોષિકનાં વિજેતા (જ્યૉર્જ હિંચિંગ્સ અને સર જેમ્સ બ્લૅકની ભાગીદારીમાં). અમેરિકન વૈજ્ઞાનિક અને પ્રાધ્યાપિકા. રૉબર્ટ અને બર્થાનાં પુત્રી. 1937માં બી. એ. (હંટર કૉલેજ) અને 1914માં એમ.…
વધુ વાંચો >