Painting
રૉલ્ફ્સ, ક્રિશ્ચિયન
રૉલ્ફ્સ, ક્રિશ્ચિયન (જ. 1849, નિન્ડૉર્ફ, જર્મની; અ. 1938, હાગેન, જર્મની) : અભિવ્યક્તિવાદી જર્મન ચિત્રકાર. 1870માં જર્મનીની વાઇમર અકાદમીમાં કલાનો અભ્યાસ શરૂ કર્યો. આ દરમિયાન વાસ્તવ-આભાસી નિસર્ગદૃશ્યોનું આલેખન કર્યું. અભ્યાસ પૂરો કર્યા પછી 1884 સુધી તેઓ વાઇમરમાં જ રહ્યા. 1900માં તેમને કલાના સંગ્રાહક ઑસ્થેયસનો ભેટો થયો અને તેમની સાથે મિત્રતા થઈ.…
વધુ વાંચો >રોસેતી, દાંતે ગૅબ્રિયલ (Rosetti, Dante Gabrial)
રોસેતી, દાંતે ગૅબ્રિયલ (Rosetti, Dante Gabrial) (જ. 12 મે 1828, લંડન, બ્રિટન; અ. 9 એપ્રિલ 1882, કેન્ટ, બ્રિટન) : ‘પ્રિરફાયેલાઇટ બ્રધરહૂડ’ નામના ચિત્રકાર-સંગઠનના સ્થાપક અંગ્રેજ ચિત્રકાર અને કવિ. કિંગ્સ કૉલેજમાં 1836થી 1841 સુધી જળરંગી ચિત્રકાર જૉન સેલ કોટમેન પાસે ચિત્રકલાની તાલીમ લીધી. એ પછી છેક 1845 સુધી સેન્ટ્રલ લંડનમાં બ્લૂમ્સ્બરી…
વધુ વાંચો >રૉસો, જિયૉવાની બૅત્તિસ્તા દ જૉકૉપો
રૉસો, જિયૉવાની બૅત્તિસ્તા દ જૉકૉપો (જ. 8 માર્ચ 1495, ફ્લૉરેન્સ; અ. 14 નવેમ્બર 1540, પૅરિસ) : રીતિવાદી શૈલીના ઇટાલિયન ચિત્રકાર. તેમનાં અન્ય નામો છે રૉસો ફિયૉરેન્તિનો અને ઇલ રૉસો. આન્દ્રે દેલ સાર્તોના સ્ટુડિયોમાં રૉસોએ ચિત્રકલાની પ્રારંભિક તાલીમ મેળવી. આ દરમિયાન તેમના સમકાલીન ચિત્રકાર પૉન્ટૉર્મો પણ તેમના સહાધ્યાયી હતા. આ તાલીમ…
વધુ વાંચો >લક્ષ્મણ, આર. કે.
લક્ષ્મણ, આર. કે. (જ. 1927, મૈસૂર) : ભારતના આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત વ્યંગચિત્રકાર. આખું નામ રાસીપુરમ કૃષ્ણસ્વામી લક્ષ્મણ. આર. કે. લક્ષ્મણે પ્રાથમિક અને ઉચ્ચ શિક્ષણ મૈસૂરમાં જ લીધું હતું. મૈસૂર યુનિવર્સિટીમાં અભ્યાસ દરમિયાન તેમના મોટા ભાઈ અને સુપ્રસિદ્ધ લેખક આર. કે. નારાયણની વાર્તાઓ માટે આર. કે. લક્ષ્મણ વ્યક્તિચિત્રો દોરતા હતા. પરંતુ પિતા…
વધુ વાંચો >લ બ્રૂં, ચાર્લ્સ (Le Brun, Charles)
લ બ્રૂં, ચાર્લ્સ (Le Brun, Charles) (જ. 24 ફેબ્રુઆરી 1619, પૅરિસ, ફ્રાન્સ; અ. 12 ફેબ્રુઆરી 169૦, પૅરિસ, ફ્રાન્સ) : ફ્રેન્ચ રાજા લુઈ ચૌદમાના પ્રિય દરબારી ચિત્રકાર અને ડિઝાઇનર. રાજા લુઈ ચૌદમાના ત્રણ દસકાના રાજ દરમિયાન ચિત્રો કરવા ઉપરાંત એ રાજા માટે તૈયાર કરાવવામાં આવતાં શિલ્પો તથા અન્ય શણગારાત્મક વસ્તુઓની દોરવણી…
વધુ વાંચો >લાઑકૂન (અલ ગ્રેકો)
લાઑકૂન (અલ ગ્રેકો) [Laocoon (1604 થી 1614)] : વિખ્યાત સ્પૅનિશ ચિત્રકાર અલ ગ્રેકો દ્વારા 1604થી 1614 સુધીમાં ચિત્રિત જગમશહૂર ચિત્ર. 1506માં મળી આવેલા પ્રાચીન ગ્રીક શિલ્પ ‘લાઑકૂન’ પરથી અલ ગ્રેકોને આ ચિત્ર માટે પ્રેરણા મળેલી. પ્રાચીન ગ્રીક નગર ટ્રૉય ખાતેના એપૉલોના મંદિરના પાદરી/પૂજારી લાઑકૂને મંદિરને ભ્રષ્ટ કર્યું તથા વધારામાં લાઑકૂન…
વધુ વાંચો >લાજમી લલિતા
લાજમી, લલિતા (જ. 1932, કોલકાતા) : એકરંગી (monochrome) નિસર્ગચિત્રો સર્જવા માટે જાણીતાં આધુનિક ભારતીય મહિલા ચિત્રકાર અને છાપ-ચિત્રકાર. મુંબઈ, અમદાવાદ, 1961 પછી વડોદરા, કોલકાતા તથા વિદેશમાં સિયેટલ (યુ.એસ.), જર્મની, ઇટાલીમાં તેમણે પોતાની કલાનાં વૈયક્તિક પ્રદર્શનો કર્યાં છે. તેમની છાપ-ચિત્રકલા જર્મની, અમેરિકા અને જાપાનમાં સમૂહ-પ્રદર્શનોમાં રજૂ થઈ છે. અમિતાભ મડિયા
વધુ વાંચો >લા તૂર, જ્યૉર્જ દ (La Toor, George de)
લા તૂર, જ્યૉર્જ દ (La Toor, George de) (જ. 19 માર્ચ 1593, લૉરેઇન, ફ્રાન્સ; અ. 30 જાન્યુઆરી 1652, લૉરેઇન, ફ્રાંસ) : કાળી ડિબાંગ રાતમાં મીણબત્તીનો પ્રકાશ ચીતરવા માટે જાણીતો ફ્રેન્ચ બરોક-ચિત્રકાર. એવું માનવામાં આવે છે કે તરુણાવસ્થામાં લા તૂરે ક્લોદ દોગોઝ નામના ચિત્રકાર પાસે તાલીમ લીધેલી. ફ્રાંસનો રાજા લૂઈ તેરમો…
વધુ વાંચો >લા તૂર, મૉરિસ ક્વેન્તીન દ
લા તૂર, મૉરિસ ક્વેન્તીન દ (જ. 5 સપ્ટેમ્બર 1704, સેંત ક્વેન્તીન, ફ્રાન્સ; અ. 17 ફેબ્રુઆરી 1788, સેંત ક્વેન્તીન, ફ્રાન્સ) : મૂળભૂત વ્યક્તિગત લાક્ષણિકતાઓ સાથે જીવંત જણાતાં (વ્યક્તિ)ચિત્રો સર્જવા માટે ખ્યાતનામ બનેલો ફ્રેન્ચ ચિત્રકાર. જાક સ્પૉદ નામના ફ્લેમિશ ચિત્રકાર પાસે પૅરિસમાં તાલીમ લીધી. 1737માં ફ્રેન્ચ સેલોંમાં તેણે 150 વ્યક્તિચિત્રોનું વૈયક્તિક પ્રદર્શન…
વધુ વાંચો >લા ફાર્જ, જૉન
લા ફાર્જ, જૉન (જ. 31 માર્ચ 1835, ન્યૂયૉર્ક શહેર, અમેરિકા; અ. 14 નવેમ્બર 1910, પ્રૉવિડન્સ, અમેરિકા) : અમેરિકન ભીંતચિત્રકાર અને કાચચિત્રકાર. લઘુચિત્રકાર નાના પાસેથી બાળપણમાં લઘુચિત્રકલાની તાલીમ લીધેલી. શાલાભ્યાસ પૂરો કર્યા પછી થોડો સમય તેમણે કાયદાનો અભ્યાસ કર્યો, પણ પછી 1856માં અભ્યાસ પડતો મૂકીને ચિત્રકલાનો અભ્યાસ કરવા માટે યુરોપની વાટ…
વધુ વાંચો >