Painting

રાય, નરેન્દ્ર

રાય, નરેન્દ્ર (જ. 1943, હૈદરાબાદ) : આધુનિક ભારતીય ચિત્રકાર. મુંબઈની સર જે. જે. સ્કૂલ ઑવ્ આર્ટમાંથી 1965માં ચિત્રકલાનો ડિપ્લોમા મેળવ્યો. 1965, 1966, 1968 અને 1980માં હૈદરાબાદમાં પોતાનાં ચિત્રોનાં વૈયક્તિક પ્રદર્શનો કર્યાં. હૈદરાબાદ, મુંબઈ, દિલ્હી અને ન્યૂયૉર્કમાં સમૂહપ્રદર્શનોમાં ભાગ લીધો. નરેન્દ્રનાં ચિત્રોમાં વિગતપૂર્ણ પ્રકૃતિની પશ્ર્ચાદ્ભૂમાં કૃષક-પરિવારનું સામંજસ્યપૂર્ણ આલેખન જોવા મળે છે.…

વધુ વાંચો >

રાયમન્દી, મેર્ચાન્તોનિયો

રાયમન્દી, મેર્ચાન્તોનિયો (જ. આશરે 1480, બોલોન્યા, ઇટાલી; અ. આશરે 1534, બોલોન્યા, ઇટાલી) : ઇટાલિયન રેનેસાં ચિત્રશૈલીનો સમગ્ર પશ્ચિમ યુરોપમાં ફેલાવો કરનાર તક્ષણમુદ્રિત ચિત્રકલા-(engraving)ના સર્જક. ખ્યાતનામ સોની અને ચિત્રકાર ફ્રાન્ચેસ્કો રાયબૉલોની પાસેથી તેમણે તાલીમ મેળવી. ઉપરાંત લુકાસ ફાન લીડનનાં છાપચિત્રોનો રાયમન્દીની કલા પર પ્રભાવ પડ્યો. પરિણામે કપડાંની અક્કડ કરચલીઓ, ગડીઓ અને…

વધુ વાંચો >

રાવ, કે. એસ.

રાવ, કે. એસ. (જ. 1936, મૅંગલોર, કર્ણાટક) : આધુનિક ભારતીય ચિત્રકાર. 1958માં તેમણે મુંબઈની સર જે. જે. સ્કૂલ ઑવ્ આર્ટમાંથી ચિત્રકલાનો ડિપ્લોમા મેળવ્યો. આ પછી દિલ્હી, મુંબઈ, ચેન્નાઈ અને બૅંગાલુરુમાં પોતાની કલાનાં વૈયક્તિક પ્રદર્શનો કર્યાં હતાં. તેમને બૉમ્બે આર્ટ સોસાયટી, કોલકાતાની એકૅડેમી ઑવ્ ફાઇન આર્ટ, હૈદરાબાદ આર્ટ સોસાયટી અને તમિલનાડુ…

વધુ વાંચો >

રાવ, રેખા

રાવ, રેખા (જ. 1947, મુંબઈ) : આધુનિક ભારતીય મહિલા ચિત્રકાર. પોતાના પિતા અને આધુનિક ભારતીય ચિત્રકલાના એક પ્રમુખ કલાકાર કે. કે. હેબ્બરના હાથ નીચે ચિત્રકલાનો અભ્યાસ કર્યો. ઑસ્ટ્રેલિયા, જર્મની, અમેરિકા, વડોદરા, બૅંગાલુરુ, મુંબઈ અને દિલ્હીમાં પોતાનાં ચિત્રોનાં ઘણાં વૈયક્તિક પ્રદર્શનો કર્યાં. તેમને 1975 અને ’76માં હૈદરાબાદ આર્ટ સોસાયટીના તથા 1977માં…

વધુ વાંચો >

રાવળ, રવિશંકર મહાશંકર

રાવળ, રવિશંકર મહાશંકર (જ. 1 ઑગસ્ટ 1892, ભાવનગર; અ. 9 ડિસેમ્બર 1977, અમદાવાદ) : અર્વાચીન ગુજરાતમાં કલાજાગૃતિનો પ્રસાર કરનાર પાયાના અગ્રયાયી (pioneer) કલાકાર, ચિત્રકાર, કલાપત્રકાર, ‘કુમાર’ માસિકના સ્થાપક અને લેખક. આધુનિક ગુજરાતના ‘કલાગુરુ’. પિતા મહાશંકરે સૌરાષ્ટ્રનાં અલગ અલગ ગામો અને નગરોમાં પોસ્ટમાસ્ટરના હોદ્દા સંભાળ્યા હોવાથી રવિશંકરને બાળપણમાં ભાવનગર, ધોરાજી, રાજકોટ,…

વધુ વાંચો >

રાવળ, રસિક દુર્ગાશંકર

રાવળ, રસિક દુર્ગાશંકર (જ. 21 ઑગસ્ટ 1928; સાર્દોઈ) : આધુનિક ભારતીય ચિત્રકાર. મુંબઈની સર જે. જે. સ્કૂલ ઑવ્ આર્ટમાંથી ચિત્રકલાના સ્નાતક થયા. સ્નાતક થયા પછી સર જે. જે. સ્કૂલ ઑવ્ આર્ટની ભીંતચિત્ર માટેની એક વર્ષની શિષ્યવૃત્તિ (સ્કૉલરશિપ) મળતાં એક વર્ષ વધુ અભ્યાસ કર્યો. રસિક રાવળની ચિત્રશૈલી પર બંગાળ શૈલીની કલા…

વધુ વાંચો >

રિખ્તર, ગૅર્હાર્ડ

રિખ્તર, ગૅર્હાર્ડ (જ. 1932, જર્મની) : અગ્રણી અનુઆધુનિક ચિત્રકાર. બીજાઓ દ્વારા પાડવામાં આવેલી તસવીરો ઉપરથી તેઓ ચિત્રો કરે છે. તસવીરની હૂબહૂ નકલ ઝીણવટભરી વિગત સાથે અને પીંછીના લસરકા ન દેખાય તે રીતે તેઓ કરે છે. અમિતાભ મડિયા

વધુ વાંચો >

રિઝા, આકા

રિઝા, આકા (જ. આશરે 1565, હેરાત, ઈરાન; અ. ?, આગ્રા) : જહાંગીર યુગના મુઘલ ચિત્રકાર. જહાંગીરના પ્રીતિપાત્ર. ઈરાનના હેરાત નગરમાં સફાવીદ શૈલીમાં તેમણે લઘુચિત્રકલાની તાલીમ લીધી હતી. તેમના તાલીમકાળની એક ચિત્રકૃતિ ‘ફીસ્ટ ઑવ્ ધ કિંગ ઑવ્ યેમેન’ હજી સુધી સચવાઈ રહી છે. જર્મન કલા-ઇતિહાસકાર શ્રોડર(Schroeder)ના મતાનુસાર રિઝા હેરાતના સફાવીદ ચિત્રકાર…

વધુ વાંચો >

રિપ્લે, રૉબર્ટ

રિપ્લે, રૉબર્ટ (જ. 1893, સાન્ટા રૉસા, કૅલિફૉર્નિયા; અ. 1949) : અમેરિકાના સુખ્યાત ચિત્રાંકનકાર, કાર્ટૂનિસ્ટ અને લેખક. કબરોના પથ્થરોને પૉલિશ કરવાની કામગીરીથી તેમણે જીવનની શરૂઆત કરી. 1909થી 1913 દરમિયાન તેમણે સાનફ્રાન્સિસ્કોમાં જુદાં જુદાં અખબારોમાં બહુવિધ કામગીરી બજાવી. 1913માં ‘ગ્લોબ’ અખબારની કામગીરી સંભાળવા તેઓ ન્યૂયૉર્ક શહેરમાં આવ્યા. પોતાનું મૂળ નામ ‘લૅરૉય રિપ્લે’…

વધુ વાંચો >

રિબેરા, જોઝ

રિબેરા, જોઝ (જ. 1591, વાલેન્ચિયા પાસે હેટિવા, સ્પેન; અ. 1652, નેપલ્સ, ઇટાલી) : સ્પેનના બરૉક ચિત્રકાર. વાલેન્ચિયામાં ફ્રાન્ચિસ્કો રિબૅલ્ટા પાસે તેમણે ચિત્રકલાની તાલીમ લીધી. 20 વરસની ઉંમરે ઇટાલી જઈ નેપલ્સમાં તેઓ સ્થિર થયા. અહીં તેમણે સ્થાનિક ચર્ચો, સ્પૅનિશ વાઇસરૉય અને માડ્રિડના રાજદરબાર માટે ચિત્રકામ કર્યું. કાપડના સળ, બાળકો અને સ્ત્રીઓની…

વધુ વાંચો >