Painting
ઉતામારો, કિતાગાવા (Utamaro, Kitagawa)
ઉતામારો, કિતાગાવા (Utamaro, Kitagawa) (જ. 1753, જાપાન; અ. 31 ઑક્ટોબર 1806, ટોકિયો, જાપાન) : જાપાન અને પશ્ચિમ યુરોપમાં લોકપ્રિય બનેલી અને ‘ઉકીઓ-ઇ’ (Ukio-E) નામે પ્રસિદ્ધિ પામેલી કાષ્ઠ-છાપ-ચિત્રકલાના પ્રમુખ ચિત્રકારોમાંના એક. 1775માં નાની વયે એડો (Edo) નામે ઓળખાતા ટોકિયો નગરમાં આવી વસ્યા અને કાનો ગ્યોકુયનના શિષ્ય ટોરીયામા સિકીનના શિષ્ય બની ચિત્રકલાની…
વધુ વાંચો >ઉત્રિલ્યો, મૉરિસ
ઉત્રિલ્યો, મૉરિસ (જ. 26 ડિસેમ્બર 1883 પેરિસ, ફ્રાંસ; અ. 5 નવેમ્બર 1955, ફ્રાંસ) : નગરચિત્રો(city scapes)ના સર્જન માટે જાણીતો આધુનિક ફ્રૅંચ ચિત્રકાર. ચિત્રકારો રેન્વા (Renoir), દેગા (Degas) અને તુલુસ-લૂત્ર(Toulouse-Lautre)ની નગ્ન મૉડેલ સુઝાને વેલેદોં(Suzanne Valadon)નો તે અનૌરસ પુત્ર. પાછળથી સુઝાને પણ ચિત્રકળા તરફ ઢળેલી. બાળપણથી જ ખૂબ ઢીંચવાની આદત પડી જતાં…
વધુ વાંચો >એકિન્સ ટૉમસ કાઉપર્થવેઇટ
એકિન્સ ટૉમસ કાઉપર્થવેઇટ (જ. 25 જુલાઈ 1844, ફિલાડેલ્ફિયા, પેન્સિલવેનિયા, યુ. એસ. એ.; અ. 25 જૂન 1916 ફિલાડેલ્ફિયા, પેન્સિલવેનિયા, યુ. એસ. એ.) : અમેરિકન ચિત્રકાર, ચિત્રશિક્ષક અને ફોટોગ્રાફર. આધુનિક વાસ્તવવાદી પરંપરાના અગ્રયાયી અને ઓગણીસમી સદીના યુરોપના અગ્રગણ્ય ચિત્રકાર. પેન્સિલવેનિયા એકૅડેમી ઑવ્ ફાઇન આર્ટ્સમાં કલાનો અને જૅફર્સન મેડિકલ કૉલેજમાં માનવશરીરશાસ્ત્ર વિશે અભ્યાસ…
વધુ વાંચો >એક્ઝેકિયાસ
એક્ઝેકિયાસ (Exekias) (જ. ઈ. પૂ. આશરે 550, ગ્રીસ; અ. ઈ. પૂ. આશરે 525, ગ્રીસ) : ગ્રીક કુંભકાર અને ચિત્રકાર. માત્ર ઈ. પૂ.ની 6ઠ્ઠી સદીની ગ્રીક કલાનો તે શ્રેષ્ઠ કુંભકાર હોવા સાથે સમગ્ર વિશ્વના શ્રેષ્ઠ કુંભકારોમાંનો એક ગણાય છે. કુલ 11 કુંભો પર તેની સહી જોવા મળે છે : ‘એક્ઝેકિયાસે મને…
વધુ વાંચો >ઍટર્સી, ક્રિશ્ચિયન લુડવિગ
ઍટર્સી, ક્રિશ્ચિયન લુડવિગ (Attersee, Christian Ludwig) (જ. 28 ઑગસ્ટ 1940, બ્રેટસ્લાયા, ઑસ્ટ્રિયા) : આધુનિક ઑસ્ટ્રિયન ચિત્રકાર. 1951માં ઍટર્સીએ ગીતો તથા લઘુનવલો લખવાનું, કાર્ટૂન-પટ્ટીઓ સર્જવાનું તથા રંગમંચ-સજ્જા તૈયાર કરવાનું કામ શરૂ કર્યું. 1957માં વિયેના એકૅડેમી ઑવ્ આર્ટમાં પ્રો. એડુઅર્ડ બૉમર નીચે કલાનો અભ્યાસ શરૂ કર્યો. ત્યાંથી 1963માં તેમણે ચિત્રકલાનો ડિપ્લોમા મેળવ્યો.…
વધુ વાંચો >ઍન્જેલિકો, ફ્રા (બ્રધર)
ઍન્જેલિકો, ફ્રા (બ્રધર) (જ. આશરે 1400, ફ્લૉરેન્સ નજીક, વિચિયો, ઇટાલી; અ. 18 ફેબ્રુઆરી 1455, રોમ, ઇટાલી) : રેનેસાંસના પ્રારંભકાળના ચિત્રકાર. મૂળ નામ ગઇડો દી પિયેત્રો. વળી તેઓ જિયોવાની દા ફિઝોલે તરીકે પણ ઓળખાયા. રેનેસાંની પ્રારંભકાળની ફ્લૉરેન્સની ચિત્રશૈલી વિકસાવવામાં ઍન્જેલિકોનો પ્રમુખ ફાળો છે. 1417 સુધીમાં તેઓ ચિત્રકાર તરીકે જાણીતા થઈ ગયેલા.…
વધુ વાંચો >ઍન્ઝિન્જર, સિગ્ફ્રાઇડ
ઍન્ઝિન્જર, સિગ્ફ્રાઇડ (જ. 25 ફેબ્રુઆરી 1953, વેયેર, ઑસ્ટ્રિયા) : આધુનિક ઑસ્ટ્રિયન ચિત્રકાર. 1971માં વિયેના એકૅડેમી ઑવ્ આર્ટમાં પ્રો. મેક્સિમિલિયન મેલ્કર નીચે કલાનો અભ્યાસ શરૂ કર્યો. 1982માં તેઓ જર્મનીના કોલોન નગરમાં જઈ સ્થાયી થયા. 1984માં ઇટાલીના ત્રણ માસનો પ્રવાસ કર્યો. ઍન્ઝિન્જર અર્ધ-અમૂર્ત (semi-abstract) શૈલીમાં કૅન્વાસ પર તૈલરંગો ઉપરાંત કાગળ પર જળરંગો…
વધુ વાંચો >એન્સોર, જેમ્સ (સિડની) (બૅરન)
એન્સોર, જેમ્સ (સિડની) (બૅરન) (જ. 13 એપ્રિલ 1860, ઓસ્ટેન, બેલ્જિયમ; અ. 19 નવેમ્બર 1949 ઓસ્ટેન, બેલ્જિયમ) : આધુનિક ચિત્રકલાનો અગ્રયાયી બેલ્જિયન ચિત્રકાર. વીસ વર્ષની ઉંમરે તે કુશળ ચિત્રકાર ગણાતો હતો. તેણે ભયાનક, બિહામણા, હાસ્યજનક અને જુગુપ્સાપ્રેરક મુખવટા તેમજ કટાક્ષચિત્રો દોર્યાં હતાં. 1883માં બ્રસેલ્સની રૉયલ આર્ટ કમિટીએ તેનાં ચિત્રોને નાપાસ કર્યાં.…
વધુ વાંચો >એપેલિઝ
એપેલિઝ (ઈ. પૂ. ચોથી સદી) : મહાન ગ્રીક ચિત્રકાર. કૉલોફૉન (આયોનિયા) ખાતે જન્મ. કૉરિંથ નજીકના સિસિયોન ખાતે શિક્ષણ લીધું. ગ્રીક ચિત્રકાર પૅમ્ફિલસની દેખરેખ હેઠળ ચિત્રકાર તરીકે કામ કર્યું. માત્ર ચાર રંગદ્રવ્યો(સફેદ, પીળો, લાલ તથા કાળો)નો ઉપયોગ કરીને સૌંદર્યસભર ચિત્રકામ કરનાર કલાકાર તરીકે તેમની ખ્યાતિ હતી. મેસિડોનિયાના રાજા ફિલિપ બીજાના રાજદરબારમાં…
વધુ વાંચો >ઍફ્રિકાનો, નિકોલસ
ઍફ્રિકાનો, નિકોલસ (જ. 12 નવેમ્બર 1948, કંકાકી, ઇલિનોઇસ, યુ.એસ.) : આધુનિક અમેરિકન ચિત્રકાર. આધુનિક કથનાત્મક (narrative) ચિત્રોના સર્જન માટે ઍફ્રિકાનો જાણીતો છે. તે વિશાળ કૅન્વાસની 90 % સપાટી ગ્રે રંગમાં એકસરખી રાખી વયમાં 10 % સપાટી પર નાની અમથી એકલદોકલ આકૃતિઓ ચીતરે છે. આવાં વિશાળ ચિત્રોની તે શ્રેણી સર્જે છે,…
વધુ વાંચો >