Painting

આદિમતાવાદ

આદિમતાવાદ (primitivism) (ચિત્રકળા) : રેનેસાં પૂર્વેની કળાશૈલી જેવી લાક્ષણિકતાઓ ધરાવતો આધુનિક કળાનો એક મહત્ત્વનો અભિગમ. સમયની સાથે સાથે, સંસ્કૃતિના વિકાસ સાથે કળાનો પણ વિકાસ થતો જાય છે એ માન્યતાનું આ વાદ નિરસન કરે છે. બાળકળા, આદિવાસી કળા, લોકકળા અને પ્રાગૈતિહાસિક સમયની કળા જ સાચી કળા છે તેમ માની પ્રિમિટિવિઝમના અનુયાયી…

વધુ વાંચો >

આધુનિકતા-આધુનિકતાવાદ અને અનુઆધુનિકતાવાદ

આધુનિકતા, આધુનિકતાવાદ અને અનુઆધુનિકતાવાદ (તત્ત્વ, કલા, સાહિત્ય અને સમાજ) તત્ત્વજ્ઞાન : આધુનિક (modern) યુગ, આધુનિકતા (modernity) આધુનિકીકરણ (modernisation) નવ્ય સાહિત્યિક અને આધુનિકતાવાદ (modernism) એ બધી વિભાવનાઓને સમજવાનું હવે નવા સંદર્ભમાં એટલા માટે આવશ્યક છે કે તેની સમજણ વગર અનુઆધુનિકતા (post-modernity) કે અનુઆધુનિકતાવાદ(post-modernism)ની વિભાવનાઓને સમજવાનું મુશ્કેલ બને છે. આધુનિકતા અને અનુઆધુનિકતા…

વધુ વાંચો >

આરા, કૃષ્ણ હવલાજી

આરા, કૃષ્ણ હવલાજી (જ. 16 એપ્રિલ 1914, બોલારુમ, સિકંદરાબાદ; અ. 30 જૂન 1985, મુંબઈ) : આધુનિક ભારતીય ચિત્રકાર. જન્મ આંધ્ર રાજ્યના હૈદરાબાદ પાસે આવેલા બોલારમમાં. પિતા મોટર-ડ્રાઇવર હતા અને કૃષ્ણની દસ વર્ષની વયે મૃત્યુ પામ્યા હતા. માતા તો કૃષ્ણની ત્રણ વર્ષની ઉંમરે મૃત્યુ પામી હતી. સહાનુભૂતિ ધરાવતા એક શિક્ષકે કૃષ્ણ…

વધુ વાંચો >

આર્ટ નૂવો

આર્ટ નૂવો (Art Nouveau) : નૂતન કલાશૈલી એવો અર્થ આપતી ફ્રેન્ચ સંજ્ઞા. સ્થાપત્ય, સુશોભન, ચિત્ર અને શિલ્પ એ બધી કલાઓમાં એક નવી સંમિશ્રિત શૈલીનો પ્રસાર 1890 પછી થયો. ચિત્રકારો અને શિલ્પીઓએ કુદરતનું અનુકરણ તજી દીધું, જૂની પદ્ધતિઓ અવગણવામાં આવી. 1861માં વિલિયમ મૉરિસે ઇંગ્લૅન્ડના હસ્તકલા-ઉદ્યોગમાં કાપડની ડિઝાઇનો અને પુસ્તકના સુશોભનમાં નવી શૈલી…

વધુ વાંચો >

આર્પ, ઝાં હાન્સ

આર્પ, ઝાં હાન્સ (જ. 16 સપ્ટેમ્બર 1886 સ્ટ્રાસબર્ગ, જર્મની; અ. 7 જૂન 1966, બેઝલ, સ્વિટ્ઝર્લૅન્ડ) : ફ્રેન્ચ શિલ્પી, ચિત્રકાર અને કવિ. હાન્સ આર્પ યુરોપના કલાક્ષેત્રે વીસમી સદીના પૂર્વાર્ધમાં ‘આવાં ગાર્દ’ યાને નવોદિત યુવા કલાકારોના નેતા હતા. તેમણે વતન સ્ટ્રાસબૉર્ગમાં કલાની તાલીમ મેળવી હતી. પછી જર્મનીના વૈમરમાં અભ્યાસ કર્યો અને પૅરિસમાં…

વધુ વાંચો >

આલમેલકર, અબ્દુર્રહીમ આપાભાઈ

આલમેલકર, અબ્દુર્રહીમ આપાભાઈ (જ. 1920, અમદાવાદ; અ. 11 ડિસેમ્બર 1982 પૂણે) : જાણીતા ચિત્રકાર. પિતા અમદાવાદની એક મિલમાં મૅનેજર. બાળપણથી જ અબ્દુર્રહીમને ચિત્રોનો શોખ. પાંચમી અંગ્રેજીનું શિક્ષણ લીધા બાદ કલાગુરુ કે. ના. કેળકર પાસે ચિત્રશિક્ષણ શરૂ કર્યું. 1935માં મુંબઈ ગયા અને 1940માં મુંબઈની જે. જે. સ્કૂલ ઑવ્ આર્ટનો ડિપ્લોમા મેળવ્યો.…

વધુ વાંચો >

આંગ્ર, ઝાં ઑગસ્ત ડૉમિનિક

આંગ્ર, ઝાં ઑગસ્ત ડૉમિનિક (Ingres, Jean Auguste Dominique) (જ. 29 ઑગસ્ટ 1780 મોન્ટઉબાન, ફ્રાંસ; અ. 14 જાન્યુઆરી 1867 પેરિસ, ફ્રાંસ) : પ્રસિદ્ધ ફ્રેંચ ચિત્રકાર. તેની કલામાં રંગદર્શી અને નવપ્રશિષ્ટ – એમ બે પરસ્પરવિરોધી વલણોની સહોપસ્થિતિ જોવા મળે છે. પ્રસિદ્ધ ફ્રેંચ નવપ્રશિષ્ટ ચિત્રકાર જાક લુઈ દાવિદનો(Jacques Louis David) તે શિષ્ય, અને…

વધુ વાંચો >

ઇજિપ્તની કલા

ઇજિપ્તની કલા (ચિત્ર, શિલ્પ અને સ્થાપત્ય) : ઇજિપ્તની કલા ઈસુ પૂર્વે પાંચમી સહસ્રાબ્દીથી શરૂ થઈ હોવાનું મનાય છે અને તે ઈસુ પછી ત્રીજી શતાબ્દી સુધી, એમ કુલ 5,300 વરસના લાંબા ગાળાનો વિસ્તૃત ઇતિહાસ ધરાવે છે. અત્યંત મૌલિક હોવા ઉપરાંત ઇજિપ્તની કલાનો ગ્રીક કલા ઉપર પણ ઊંડો પ્રભાવ પડ્યો છે. ચિત્રકલા…

વધુ વાંચો >

ઇપ્કોવાલા સંતરામ કૉલેજ ઑવ્ ફાઇન આર્ટ્સ

ઇપ્કોવાલા સંતરામ કૉલેજ ઑવ્ ફાઇન આર્ટ્સ : ગુજરાતમાં વલ્લભવિદ્યાનગર ખાતે સરદાર પટેલ યુનિવર્સિટીની કલા-મહાશાળા. વલ્લભવિદ્યાનગરની આ યુનિવર્સિટીમાં કલાગુરુ રવિશંકર મહાશંકર રાવળ અને એચ. એમ. પટેલની પ્રેરણાથી 1960માં માત્ર એક હૉબીસેન્ટર તરીકે કલાકેન્દ્ર ઊભું થયું, જે 1964માં કલાશિક્ષકોની તાલીમ-કૉલેજ તરીકે કલાકેન્દ્ર આર્ટ ટીચર્સ ટ્રેનિંગ કૉલેજમાં ફેરવાયું. 1972માં તેમાં ચિત્રકલા, શિલ્પકલા અને…

વધુ વાંચો >

ઉચ્ચેલો, પાઓલો (Uccello Paolo)

ઉચ્ચેલો, પાઓલો (Uccello Paolo) (જ. 15 જૂન 1397, ફ્લૉરેન્સ નજીક પ્રેટોવેકિયો, ઇટાલી; અ. 10 ડિસેમ્બર 1475, ફ્લૉરેન્સ, ઇટાલી) : પ્રારંભિક રેનેસાંસનો ચિત્રકાર. મૂળ નામ પાઓલો દિ દોનો. (Paolo Di Dono). ઉચ્ચેલો 10 વરસનો થયો તે અગાઉ જ શિલ્પી લૉરેન્ઝો ઘીબર્તીના વર્કશૉપમાં તાલીમાર્થે જોડાઈ ગયો હતો. 1415માં તે ફ્લૉરેન્સના કલાકારોના ટ્રેડ…

વધુ વાંચો >