Painting

ખોસા કે.

ખોસા કે. (જ. 1 ફેબ્રુઆરી 1940, ભારત) : હિમાલયનાં નિસર્ગર્દશ્યો આલેખવા માટે જાણીતા આધુનિક ભારતીય ચિત્રકાર. તેમનાં ચિત્રોમાં હિમાલયની કાળમીંઢ શિલાઓ અને ખળખળ વહેતાં ઝરણાં વારંવાર નજરે પડે છે. 1972થી 1982 સુધી તેમને ભારતની કેન્દ્ર સરકારના ડિપાર્ટમેન્ટ ઑવ્ કલ્ચરની સિનિયર ફૅલોશિપ પ્રાપ્ત થઈ હતી. તેમનાં ચિત્રોનાં વૈયક્તિક પ્રદર્શનો મુંબઈ, દિલ્હી,…

વધુ વાંચો >

ગજ્જર, અર્જુનકુમાર પ્રાગજીભાઈ

ગજ્જર, અર્જુનકુમાર પ્રાગજીભાઈ (જ. 17 નવેમ્બર 1940, સરસ, તા. ઓલપાડ, જિ. સૂરત) : ગુજરાતના ચિત્રકાર. વડોદરાની મ. સ. વિશ્વવિદ્યાલયની ફૅકલ્ટી ઑવ્ ફાઇન આટર્સમાંથી કલાના સ્નાતક થયેલા. અમદાવાદની નૅશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ડિઝાઇનમાંથી ગ્રાફિકમાં ઉત્તીર્ણ થયેલા, જ્યાંથી તેમને સંશોધન શિષ્યવૃત્તિ માટે પસંદ કરાયેલા. વ્યવસાયલક્ષી કાર્ય માટે તેમણે ફૅકલ્ટી ઑવ્ મ્યુઝિક ઍન્ડ ફાઇન…

વધુ વાંચો >

ગાઇતોંડે, વી. એસ.

ગાઇતોંડે, વી. એસ. (જ. 2 નવેમ્બર 1924, નાગપુર; અ. 10 ઑગસ્ટ 2001 ન્યૂદિલ્હી) : ભારતના જાણીતા ચિત્રકાર. તેમનું કલાશિક્ષણ મુંબઈની જાણીતી કલાશાળા સર જે. જે. સ્કૂલ ઑવ્ આર્ટમાં થયું. તે મુંબઈના ‘પ્રોગ્રેસિવ આર્ટિસ્ટ’ ગ્રૂપ સાથે જોડાયેલા હતા. 1959થી મુંબઈ અને દિલ્હીમાં તેમણે પોતાના ‘વનમૅન શો’ કરવા શરૂ કરી દીધેલા. બીજા…

વધુ વાંચો >

ગાડે, હરિ એ.

ગાડે, હરિ એ. (જ. 15 ઑગસ્ટ 1917, દશાસર, મહારાષ્ટ્ર; અ. 16 ડિસેમ્બર 2001) : જાણીતા મરાઠી ચિત્રકાર. વિજ્ઞાનના સ્નાતક થયા પછી મુંબઈની જે. જે. સ્કૂલ ઑવ્ આર્ટમાં પેઇન્ટિંગ લઈ ડિપ્લોમા અને આર્ટમાસ્ટરનો સર્ટિફિકેટ કોર્સ કર્યો. તેમનાં ચિત્રોમાં નિસર્ગનો વિપર્યાસ (distortion) કરી ઊર્મિઓને મુક્ત રીતે રજૂ કરવાની અમૂર્ત પદ્ધતિ છે. ર્દઢ…

વધુ વાંચો >

ગાયકવાડ મહારાજ રણજિતસિંહ પ્રતાપસિંહ

ગાયકવાડ મહારાજ રણજિતસિંહ પ્રતાપસિંહ (જ. મે 1938 ઉટાકામંડ (ઊંટી), મદ્રાસ; અ. 10 મે 2012, વડોદરા) : સંગીતજ્ઞ, ચિત્રકાર અને શિલ્પી. મહારાજા રણજિતસિંહજી રાજા થવા નહિ કલાકાર થવા સર્જાયેલા. ગાયકવાડી શાહી પરિવારના ફરજંદ મહારાજા રણજિતસિંહે વડોદરાના લક્ષ્મીવિલાસ પેલેસ પરિસરમાં આવેલી શાળામાં અભ્યાસ કર્યો હતો. બાળપણમાં દેશના વરિષ્ઠ કલાકાર રાજા રવિ વર્માનાં…

વધુ વાંચો >

ગાંગુલી, ગુણેન

ગાંગુલી, ગુણેન (જ. 1 મે, 1924, હિઝૂલી) : દિલ્હીના ચિત્રકાર. સરકારી સંસ્થામાંથી કળામાં ડિપ્લોમા લીધા પછી ઇટાલીની સંશોધન માટેની શિષ્યવૃત્તિ પ્રાપ્ત કરી વધુ અભ્યાસ માટે ફ્લૉરેન્સ જઈ આવેલા. તેમનાં એકલ પ્રદર્શનો 1954–62માં યોજાયેલાં. તેમની કલામાં ભૌમિતિક આકારોનું પ્રાધાન્ય રહ્યું છે. આકારો સુરેખ હોવા સાથે રંગોની સમતુલા જાળવી કલાનાં તત્વોને વફાદાર…

વધુ વાંચો >

ગિલ, ગુલઝાર સિંઘ

ગિલ, ગુલઝાર સિંઘ (જ. 1929, થાન્ડિયન) : ચંડીગઢના ચિત્રકાર અને શિલ્પકાર. તેમણે ગવર્નમેન્ટ સ્કૂલ ઑવ્ આર્ટ(ચંડીગઢ)માંથી ડિપ્લોમા પ્રાપ્ત કર્યો છે. કલાશિક્ષક તરીકે પણ તાલીમ લીધી છે. તેમનાં એકલ પ્રદર્શનો 1976 સુધીમાં છની સંખ્યા સુધી પહોંચ્યાં છે. તેમની કલામાં વાસ્તવિક દર્શનની છાંટ રહી છે. રંગોની પ્રવાહિતા અને પારદર્શિતા આવકારલાયક ગણી શકાય.…

વધુ વાંચો >

ગિલ, ચરણસિંઘ

ગિલ, ચરણસિંઘ (જ. 1934, હૈદરાબાદ) : આંધ્રપ્રદેશના ચિત્રકાર. આંધ્રપ્રદેશની સેકન્ડરી એજ્યુકેશન બોર્ડના સ્ટાફ આર્ટિસ્ટ તરીકે હૈદરાબાદમાં રહી ચૂકેલા છે. 1969માં લલિત કલા અકાદમી તરફથી શિષ્યવૃત્તિ પ્રાપ્ત થયેલી. હૈદરાબાદમાં 1966 સુધીમાં ત્રણેક પ્રદર્શનો યોજાયાં હતાં. ઉપરાંત અ. ભા. પ્રદર્શનોમાં ભાગ લીધો હતો. તે અતિવાસ્તવવાદી (surrealistic) કલાના પુરસ્કર્તા રહ્યા છે. તેમની કલાકૃતિ…

વધુ વાંચો >

ગુજરાલ સતીશ

ગુજરાલ, સતીશ (જ. 25 ડિસેમ્બર 1926, ઝેલમ; અ. 26 માર્ચ 2020, ન્યૂદિલ્હી) : ચિત્રકાર, શિલ્પકાર, ભીંત-ચિત્રકાર. 1939થી 44 સુધી લાહોરની મેયો સ્કૂલમાં અને 1944થી 47 સુધી મુંબઈની જે. જે. સ્કૂલ ઑવ્ આર્ટમાં અભ્યાસ. 1952થી 54 સુધી મૅક્સિકોમાં વિશેષ અભ્યાસ, 1956–57માં તેમને લલિત કલા અકાદમીનું રાષ્ટ્રીય પારિતોષિક અપાયું. 1947થી 50નાં ચિત્રોમાં…

વધુ વાંચો >

ગેઇન્સબરો, થૉમસ

ગેઇન્સબરો, થૉમસ (જ. 14 મે 1727, સડબરી [સફોક], ઇંગ્લૅન્ડ; અ. 2 ઑગસ્ટ 1788, લંડન) : નિસર્ગચિત્રો અને વ્યક્તિચિત્રોના અંગ્રેજ ચિત્રકાર. અભ્યાસ લંડનમાં. પૂર્વઅભ્યાસ વોટુની મનુષ્યાકૃતિઓનો અને ફ્રેન્ચ રોકોકો કલાકારોની કૃતિઓનો. ગ્રેવલૉટ માટે ડચ કલાકારોનાં નિસર્ગચિત્રોના એન્ગ્રેવિંગનો અભ્યાસ થયો, જેની અસર ભાવિ ચિત્રોમાં દેખાય છે. ગેઇન્સબરો આદર્શરૂપ નિસર્ગચિત્રો કરતા; પણ રૅનોલ્ડ…

વધુ વાંચો >