Music
પૂછવાલે, રાજાભૈયા
પૂછવાલે, રાજાભૈયા (જ. 12 ઑગસ્ટ 1882, લશ્કર–ગ્વાલિયર; અ. 1 એપ્રિલ 1956, લશ્કર–ગ્વાલિયર) : ઉત્તર હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીતના ગ્વાલિયર ઘરાનાના વિખ્યાત ગાયક. મૂળ નામ બાળકૃષ્ણ આનંદરાવ અષ્ટેકર. રાજાભૈયાના પિતા આનંદરાવ સારા સિતારવાદક હતા તથા તેમના કાકા નિપુણ ગાયક હતા, જેને લીધે રાજાભૈયાને ગળથૂથીથી જ સંગીતનું શિક્ષણ મળ્યું હતું. તે જમાનાના વિખ્યાત…
વધુ વાંચો >પૂર્વી
પૂર્વી : ઉત્તર હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીત-પદ્ધતિનો એક થાટ. પંડિત વિષ્ણુ નારાયણ ભાતખંડેએ જે દસ થાટની રચના કરી છે તેમાં તેનો સમાવેશ થાય છે. પૂર્વી થાટમાં ત્રણ સ્વર વિકૃત (રે – ધ અને મધ્યમ) આવે છે. રિષભ અને ધૈવત કોમલ (રે – ધ કોમળ) અને શુદ્ધ અને તીવ્ર – બંને મધ્યમનો…
વધુ વાંચો >પૉપ ઍન્ડ રૉક મ્યુઝિક
પૉપ ઍન્ડ રૉક મ્યુઝિક : 1950 પછી આધુનિક ઔદ્યોગિક પશ્ચિમી સમાજનું લોકપ્રિય અને લોકભોગ્ય સંગીત. તેનું એક મુખ્ય વલણ ઍન્ટિ-ક્લાસિસિઝમ (Anti-classicism) છે. તેના ફેલાવામાં રેડિયો, ટેલિવિઝન, ફિલ્મો અને મુદ્રિત ધ્વનિ ટૅક્નૉલૉજીનો મોટો ફાળો છે. 1950 પછી લોકભોગ્ય સંગીતના સ્વરૂપે અભૂતપૂર્વ ચાહના પ્રાપ્ત કરનાર પૉપ મ્યુઝિકની બહોળી લોકપ્રિયતા પાછળ ઇલેક્ટ્રૉનિક વાદ્યો,…
વધુ વાંચો >પ્યારેસાહેબ
પ્યારેસાહેબ : અવધના બાદશાહ વાજિદઅલી શાહના એક વંશજ. એમની ગણના આ સદીની શરૂઆતના મહાન ગાયકો – મૌજુદીનખાં, ગૌહરજાન, જાનકીબાઈ વગેરે ઉપશાસ્ત્રીય સંગીતનાં ખ્યાતનામ ગાયકોમાં થતી હતી. બંગાળ પ્રાંતની એક રિયાસતના રાજા યતીન્દ્રમોહન ટાગોરનો આશ્રય તેમણે સ્વીકાર્યો હતો, જેને પરિણામે ભારતના અગ્રણી સંગીતકારો પાસેથી સંગીતની તાલીમ પ્રાપ્ત કરવાની તક તેમને મળી…
વધુ વાંચો >પ્રકાશ, ખેમચંદ
પ્રકાશ, ખેમચંદ (જ. 1907, ગામ સુજાનગઢ, રાજસ્થાન રાજ્ય; અ. 10 ઑગસ્ટ 1950, મુંબઈ) : હિંદી ચલચિત્રોના સંગીતકાર, જેમણે ટૂંકી કારકિર્દીમાં ઘણાં ગીતો માટે કર્ણપ્રિય સંગીત આપ્યું. રાજસ્થાનના એક બ્રાહ્મણ પરિવારમાં જન્મેલા ખેમચંદને બાળપણથી ગીત-સંગીત પ્રત્યે લગાવ હતો. પિતા ગોવર્ધનપ્રસાદ પાસેથી ધ્રુપદ-ગાયકી શીખ્યા. કથકના પણ તેઓ સારા નર્તક હતા. નેપાળના રાજદરબારમાં…
વધુ વાંચો >પ્રતિહાર
પ્રતિહાર : જુઓ સામગાન અને તેના પ્રકારો
વધુ વાંચો >પ્રબન્ધ (સંગીત)
પ્રબન્ધ (સંગીત) : નિશ્ચિત વિષય પરત્વે વિચારોની અભિવ્યક્તિ માટે ગોઠવેલી શબ્દરચના, જે ઘણુંખરું પદ્યમાં અને રાગ કે છંદમાં બાંધેલી હોય છે. શાસ્ત્રકાર આચાર્ય શાઙર્ગદેવના સમયમાં (તેરમી સદી) ખયાલ તથા ધ્રુપદની શૈલી પ્રચારમાં નહોતી. તે સમયમાં પ્રબન્ધ, વસ્તુ, રૂપક વગેરે ગાવાનો રિવાજ હતો. પ્રબન્ધના ભિન્ન ભિન્ન ભાગો હતા, જેને માટે ‘ધાતુ’…
વધુ વાંચો >પ્રસિદ્ધ, મનોહર
પ્રસિદ્ધ મનોહર (જ. અને અ. ઓગણીસમી સદી) : ઉત્તર હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીતના વિખ્યાત ગાયક. તેમના પિતા ઠાકુર દયાલ પોતે સંગીતકાર અને ખયાલ-ગાયકીના પ્રવર્તક સદારંગ-અદારંગના શિષ્ય હતા. તેમના ત્રણેય પુત્રો — મનોહર મિશ્ર, હરિપ્રસાદ મિશ્ર તથા વિશ્વેશ્વર મિશ્રે પણ શાસ્ત્રીય કંઠ્ય સંગીતના ક્ષેત્રે તેમના જમાનામાં નામના મેળવી હતી. આ ત્રણેય ભાઈઓમાં…
વધુ વાંચો >પ્રસ્તાવ
પ્રસ્તાવ : જુઓ સામગાન અને તેના પ્રકારો
વધુ વાંચો >પ્રેમ, રમેશ
પ્રેમ રમેશ (જ. 1927) : વિચિત્રવીણાના અગ્રણી વાદક તથા કિરાના ઘરાનાના ગાયક. જન્મ સીમાંત પંજાબ રાજ્યમાં એક નાના ગામમાં થયો હતો. પિતા દૌલતરામ સર્વોચ્ચ અદાલતમાં વકીલાત કરતા હતા. તેમણે શાસ્ત્રીય કંઠ્ય સંગીતનું પ્રાથમિક શિક્ષણ ત્રણ વર્ષ સુધી શ્રુતિરતન નામના સંગીતકાર પાસેથી મેળવ્યું હતું અને ત્યારપછી વિચિત્રવીણા-વાદન પ્રત્યે રુચિ પેદા થતાં…
વધુ વાંચો >