Music

અમાનઅલીખાં

અમાનઅલીખાં (જ. 1888; અ. 11 ફેબ્રુઆરી 1953) : ઉત્તર હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીતના પ્રસિદ્ધ ગાયક. બિજનૌર(જિલ્લો મુરાદાબાદ)ના નિવાસી. પિતાનું નામ છજ્જૂખાં ઉર્ફે અમરશા સાહેબ હતું. તેઓ બાળપણમાં રમતિયાળ હતા. પિતાની એક શિષ્યાના હળવા ઠપકાને લીધે કંઠ્ય સંગીતનું શિક્ષણ લેવા તરફ વળ્યા. કાકા નજીરખાં અને ખાદિમહુસેનખાં પાસેથી તાલીમ મેળવીને ટૂંકસમયમાં જ તેઓ…

વધુ વાંચો >

અમીરખાં

અમીરખાં (જ. ?, રામપુર; અ. 1870, રામપુર, ઉત્તરપ્રદેશ) : તાનસેન વંશની પરંપરાના ભારતીય સંગીતકાર. આ વંશની વિશિષ્ટ પરંપરા મુજબ સંગીતકારને કંઠ્ય સંગીત અને વાદ્યસંગીત બંનેની એક સાથે તાલીમ આપવામાં આવતી. ઓગણીસમી સદીના આવા અગ્રણી સંગીતકારોમાં અમીરખાં (રામપુર) નામથી જાણીતા બનેલા સંગીતકારનો પણ સમાવેશ કરવામાં આવે છે. તેમનો કંઠ મીઠો હોવાથી…

વધુ વાંચો >

અમીરખાં (2)

અમીરખાં (2) (જ. 15 ઑગસ્ટ 1912, ઇન્દોર, મધ્યપ્રદેશ; અ. 13 ફેબ્રુઆરી 1974, કોલકાતા, પશ્ચિમ બંગાળ) : ઇન્દોર ઘરાનાના અગ્રણી ગાયક. પિતા શાહમીરખાં ઉત્તમ સારંગીવાદક અને વીણાવાદક હતા. તેમની ઇચ્છા પુત્ર અમીરખાંને સારંગીવાદક બનાવવાની હતી, પરંતુ અમીરખાંએ સંજોગોવશાત્ કંઠ્ય સંગીત શીખવાનું પસંદ કર્યું. શાસ્ત્રીય સંગીતજગતમાં પિતાની ખ્યાતિને લીધે ઇન્દોરના તેમના નિવાસ…

વધુ વાંચો >

અમીરહુસેનખાં

અમીરહુસેનખાં (1899–1969) : ભારતીય શાસ્ત્રીય સંગીતમાં તબલાને એકલ વાદ્યવાદનનો દરજ્જો અપાવનાર તથા સેંકડો તબલાગતોનો આવિષ્કાર કરનાર ભારતના અગ્રણી તબલાનવાજ. પિતા અહમદ બખ્શ નામવંત સારંગીવાદક હતા. તબલામાં ફસ્નખાબાદ શૈલીનું નામ રોશન કરનાર ઉસ્તાદ મુનીરખાંસાહેબ અમીરહુસેનખાંના મામા હતા. નાની ઉંમરમાં સારંગીવાદક પિતા સાથે સંગત કરનાર અમીરહુસેનખાંનું તબલાવાદન સાંભળીને મુનીરખાંસાહેબ એટલા બધા ખુશ…

વધુ વાંચો >

અમૃતસેન

અમૃતસેન (જ. 1814; અ. 1894) : જયપુર ઘરાનાના જાણીતા સિતારવાદક. તેઓ તાનસેનના વંશજ હતા. પિતા રહીમસેને તેમને ફક્ત સિતારવાદન ઉપર ધ્યાન કેન્દ્રિત કરવા સમજાવ્યા અને તે વિશે પૂરેપૂરું જ્ઞાન આપ્યું. તેમણે જયપુરનરેશ રામસિંહ આગળ આઠ દિવસ કેવળ કલ્યાણ રાગ જ સંભળાવ્યો. અમૃતસેન વિલાસી જીવનથી દૂર, કલાસાધનામાં મગ્ન અને પરોપકારી હતા.…

વધુ વાંચો >

અમેરિકા

અમેરિકા પશ્ચિમ ગોળાર્ધનો વિશાળ ભૂમિસમૂહ. તે ઉત્તર અમેરિકા, મધ્ય અમેરિકા અને દક્ષિણ અમેરિકાથી બનેલો છે. ભૌગોલિક સ્થાન : 750 ઉ. અ.થી 550 દ. અ. તે ઉત્તરે આર્કિટક સમુદ્રથી દક્ષિણે ઍન્ટાર્કિટકા ખંડ સુધી વિસ્તરેલો છે. (કુલ વિસ્તાર : 4,20,00,000 ચોકિમી.) અમેરિકી ભૂમિસમૂહ પૃથ્વીના પટ પર ઉત્તરદક્ષિણ લાંબામાં લાંબો ભૂમિભાગ રચે છે.…

વધુ વાંચો >

અય્યર પી. એ. સુન્દરમ્

અય્યર, પી. એ. સુન્દરમ્ (જ. 1891, વિમ્બિલ, કોચીન; અ. 1974) : પ્રસિદ્ધ ભારતીય વાયોલિનવાદક ને સંગીતજ્ઞ. પિતાનું નામ અનંતરામ શાસ્ત્રી. 1901માં ત્રાવણકોરમાં શ્રી રામાસ્વામી ભાગવતાર પાસે વાયોલિનવાદનના શિક્ષણની શરૂઆત કરી અને આઠ વર્ષ સુધી અત્યંત પરિશ્રમ કરી તે કલામાં તેઓ પ્રવીણ થયા હતા. 18 વર્ષની ઉંમરે તેઓ કાલિકટ ગયા. ત્યાં…

વધુ વાંચો >

અલીઅકબરખાં

અલીઅકબરખાં (જ. 14 એપ્રિલ 1922, શિવપુર, બંગાળ; અ. 18 જૂન 2009, કેલિફૉર્નિયા, અમેરિકા) : ભારતના પ્રસિદ્ધ સરોદવાદક. નાનપણથી જ ઘરમાં સંગીતમય વાતાવરણ હોવાથી સંગીત પ્રત્યે અભિરુચિ કેળવાયેલી. પિતા અલાઉદ્દીનખાં પાસેથી સંગીતશિક્ષણ મેળવ્યું. તેમણે નટ, મંજરી અને ગૌરી – આ ત્રણ રાગોના મિશ્રણથી ‘ગૌરીમંજરી’ નામની એક વિશેષ રચના તૈયાર કરી છે.…

વધુ વાંચો >

અલ્લાઉદ્દીનખાં ઉસ્તાદ

અલ્લાઉદ્દીનખાં, ઉસ્તાદ (જ. 8 ઑક્ટોબર 1882, શિરપુર, ત્રિપુરા; અ. 6 સપ્ટેમ્બર 1972, મૈહર) : પ્રસિદ્ધ ભારતીય સંગીતકાર. તેમનો જન્મ એક ખેડૂત પરિવારમાં થયો હતો. શિવભક્ત અને સંગીતપ્રેમી પિતા સાધુખાં ત્રિપુરા દરબારના સંગીતકાર હતા. તેઓ રબાબ-વાદક કાજિમઅલીખાં પાસે સિતારવાદન શીખ્યા હતા. પિતાએ અલ્લાઉદ્દીન માટે સંગીતશિક્ષણની ગોઠવણ કરી. અલ્લાઉદ્દીનને સંગીતમાં એટલો રસ…

વધુ વાંચો >

અલ્લાદિયાખાં

અલ્લાદિયાખાં (જ. 10 ઑગસ્ટ 1855, ઉણિયારા, જયપુર રિયાસત; અ. 16 માર્ચ 1946, મુંબઈ) : ઉત્તર હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીતના અગ્રણી ગાયક તથા અત્રોલી-જયપુર ઘરાનાના સ્થાપક સંગીતકાર. સંગીત-પરિવારમાં જન્મ. મૂળ નામ ગુલામ અહમદ. પિતા ખ્વાજે અહમદ તથા મોટા ભાઈ હૈદરખાં બંને સારા ગાયક હતા. શરૂઆતનું સંગીતનું શિક્ષણ પિતા પાસેથી લીધું, પરંતુ નાનપણમાં…

વધુ વાંચો >