Mechanical engineering
રોપવે (aerial ropeway)
રોપવે (aerial ropeway) : દુર્ગમ પર્વતો કે ઊંચી-નીચી ખડકાળ જમીન પર દૂર માલસામાન ને મુસાફરો માટે દોરડા(કેબલ)નો ઉપયોગ કરતી યાતાયાતની એક રીત. કારખાના માટે ખાણમાંથી કાચો માલ લાવવા કે મોટો બંધ બાંધવા માટે માટી, કાંકરી, રેતી જેવા પદાર્થો પહોંચાડવા રોપવેનો ઉપયોગ સારા પ્રમાણમાં થાય છે. હવે યાત્રાધામો અને પર્યટનસ્થળોમાં પણ…
વધુ વાંચો >રોલર બેરિંગ
રોલર બેરિંગ : જુઓ બેરિંગ.
વધુ વાંચો >રોલામાઇટ (rolamite)
રોલામાઇટ (rolamite) : યાંત્રિક સાધનો (પ્રયુક્તિઓ) માટે વપરાતી સાદી, નમ્ય (flexible) અને સહેલાઈથી ગોઠવી શકાય તેવી પ્રાથમિક યંત્રરચના (mechanism). સાદી, નાની યાંત્રિક સ્વિચની શોધ કરતાં ડૉનાલ્ડ વિલ્ક્સે 1966માં રોલામાઇટની શોધ કરી. પહેલાં આ પ્રકારના કામ માટે જે સ્વિચો વપરાતી તેનાં કદ અને ભાગોની સંખ્યામાં રોલામાઇટ ક્રિયાવિધિના ઉપયોગથી ઘટાડો થયો. રોલામાઇટની…
વધુ વાંચો >લાઉડ-સ્પીકર (loudspeaker) / સ્પીકર
લાઉડ-સ્પીકર (loudspeaker) / સ્પીકર : ધ્વનિના પુનરુત્પાદનમાં, એક પ્રયુક્તિ કે સાધન; જેના વડે વિદ્યુત-ઊર્જાનું ધ્વનિ-ઊર્જામાં રૂપાન્તર થઈ શકે. તેમાંથી નીકળતો અવાજ ખુલ્લામાં હવાના માધ્યમથી પ્રસરે છે. તેમાં પ્રવેશતી વિદ્યુત-ઊર્જા વિદ્યુત-સંકેત(signal)ના સ્વરૂપમાં હોય છે. આ સંકેતની આવૃત્તિ સામાન્ય શ્રાવ્ય અવધિ એટલે કે 20 હર્ટ્ઝથી માંડીને 20,000 હર્ટ્ઝ સુધીની હોય તો સ્પીકરનો…
વધુ વાંચો >લિફ્ટ
લિફ્ટ : જુઓ માલની હેરફેર.
વધુ વાંચો >લેથ (lathe)
લેથ (lathe) : ધાતુમાં ધારદાર ઓજાર વડે કર્તન કરી-છોલીને નળાકાર ઘાટના દાગીના તૈયાર કરવા કે નળાકાર દાગીનામાં આંટા પાડવા માટે વપરાતું મશીન. લેથ મશીન ધાતુના (કે લાકડાના) પદાર્થોને છોલીને દાગીના તૈયાર કરવા વપરાતાં અનેકવિધ મશીનો(મશીનટૂલ્સ)માં સૌથી જૂનું અને આજે પણ સૌથી વિશેષ પ્રમાણમાં વપરાતું મશીન છે. સદીઓ પહેલાંના હાથથી ચલાવાતા…
વધુ વાંચો >લોલક
લોલક : દૃઢ (rigid) આધાર પરથી નગણ્ય (negligible) વજનની અવિતાન્ય (inextensible) દોરીના બીજા છેડે લટકાવેલો અને ઊર્ધ્વ સમતલમાં દોલનો કરી શકે તેવો ભારે પદાર્થ. આ રીતે લટકાવેલા ભારે પદાર્થને એક બાજુ પર લઈ જઈને છોડી દેતાં તે આગળ-પાછળ દોલનો કરે છે. આધાર આગળ બિલકુલ ઘર્ષણ ન હોય અને માધ્યમનો અવરોધ…
વધુ વાંચો >વાતીય ઓજારો (pneumatic tools)
વાતીય ઓજારો (pneumatic tools) : વાયુના ગતિશીલ ગુણધર્મો ઉપર કાર્ય કરતાં ઓજારો. વાતીય ઓજારો ત્રણ મુખ્ય ઉપકરણો ઉપર નિર્મિત કર્યાં હોય છે : (1) હવાની ટાંકી (ઍરસિલિન્ડર), (2) વેઇન-મોટર (vane motor) અને (3) છંટકાવ કરનાર સંરચના (sprayer). હવાની ટાંકીમાં પિસ્ટન (હરતો-ફરતો દટ્ટો) હોય છે, જે ટાંકીના છેડા સુધી સંકોચિત (compressed)…
વધુ વાંચો >વાયુચાલિત સાધનો (pneumatic devices)
વાયુચાલિત સાધનો (pneumatic devices) : દાબિત હવા ઉત્પન્ન કરનારાં અથવા વાપરનારાં સાધનો. ખડક-શારડી (Rock drill), ફરસબંધી ભાંગવાનું સાધન, રિવેટર, ઘડતર-પ્રેસ (forging press), પેઇન્ટ-સ્પ્રેયર, બ્લાસ્ટ-ક્લીનર અને એટોમાઇઝરમાં વાયુચાલિત સાધનો વપરાય છે. દાબિત હવાની શક્તિ નમ્ય (flexible), ઓછી ખર્ચાળ અને સહીસલામત હોય છે. આ જાતનાં સાધનોમાં, તણખા થકી અન્ય સાધનોમાં લાગતો સંભવિત…
વધુ વાંચો >વિભેદી ગિયર (differential gear)
વિભેદી ગિયર (differential gear) : મોટરગાડીમાં વપરાતી ગિયરની વ્યવસ્થા. આની મદદથી, એન્જિનની શક્તિ(power)નું ચાલક વ્હિલ સુધી સંચારણ થઈ શકે છે. તદુપરાંત જુદાં જુદાં વ્હિલમાં બળની સરખી વહેંચણી પણ શક્ય બને છે. આથી, વળાંક અથવા અસમતલ (uneven) સપાટી ઉપર જરૂરી જુદી જુદી લંબાઈનો પથ મેળવી શકાય છે. સીધા રસ્તાઓ ઉપર વ્હિલ…
વધુ વાંચો >