Marathi literature
બેડેકર, વિશ્રામ
બેડેકર, વિશ્રામ (જ. 13 ઑગસ્ટ 1906, અમરાવતી; અ. 30 ઑક્ટોબર 1998, પૂણે) : મરાઠી નવલકથાકાર, નાટ્યકાર તથા ફિલ્મનિર્માતા. એમણે નાગપુર યુનિવર્સિટીમાંથી એમ.એ. અને એલએલ.બી.ની ઉપાધિ મેળવી હતી. એમનું મરાઠી સાહિત્યને પ્રથમ પ્રદાન તે ‘બ્રહ્મકુમારી’ (1933) નાટક હતું. આ નાટક તેમણે માસ્ટર દીનાનાથની ‘બલવંત સંગીત નાટક મંડળી’ માટે લખ્યું હતું. એમાં…
વધુ વાંચો >બોરકર, બાળકૃષ્ણ ભગવંત
બોરકર, બાળકૃષ્ણ ભગવંત (જ. 30 નવેમ્બર 1910, કુડચડે, ગોવા; અ. 1984) : મરાઠી કવિ અને નવલકથાકાર. એમનું પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ ધારવાડ ખાતે. 1928માં મેટ્રિક થયા બાદ પૉર્ટુગીઝ ટીચર્સ ટ્રેનિંગ કૉલેજની પ્રમાણપત્ર પરીક્ષા 1929માં પાસ કરી. 1929–46 દરમિયાન જુદી જુદી શાળાઓમાં શિક્ષક તરીકે કામગીરી કરી. થોડાક સમય માટે તેમણે મુંબઈમાં…
વધુ વાંચો >ભટ, રવીન્દ્ર
ભટ, રવીન્દ્ર (જ. 1930, પુણે; અ. 22 નવેમ્બર 2008, પુણે) : જાણીતા મરાઠી સાહિત્યકાર. સમગ્ર શિક્ષણ પુણે ખાતે. સર પરશુરામ ભાઉ કૉલેજમાંથી બી.એ.ની પદવી પ્રાપ્ત કરી હતી. સાહિત્યની જેમ અધ્યાત્મમાં પણ તેમની સક્રિય રુચિ હતી. તેમણે ચૌદ જેટલી નવલકથાઓ લખી છે; જેમાં ‘ઇન્દ્રાયણી કાઠી’, ‘સાગરા પ્રાણ તળમળલા’, ‘ભગીરથ’, ‘આભાળાચે ગાણે’,…
વધુ વાંચો >ભટ, સુરેશ
ભટ, સુરેશ (જ. 15 એપ્રિલ 1932, અમરાવતી, મહારાષ્ટ્ર; અ. 14 માર્ચ 2003, નાગપુર) : જાણીતા મરાઠી કવિ –ગીતકાર અને ગઝલકાર. સમગ્ર શિક્ષણ અમરાવતી ખાતે. નાગપુર વિદ્યાપીઠમાંથી ભાષા અને સાહિત્ય વિષયમાં અનુસ્નાતક પદવી પ્રાપ્ત કરી. શાળા અને મહાવિદ્યાલયના શિક્ષણ દરમિયાન તેમનામાં રહેલી સર્જનશક્તિ પૂર્ણ કળાએ ખીલવા લાગી હતી. મહાવિદ્યાલયનાં સામયિકોમાં તેમની…
વધુ વાંચો >ભાગવત, દુર્ગા
ભાગવત, દુર્ગા (જ. 10 ફેબ્રુઆરી 1910, ઇંદોર) : મરાઠીનાં નામાંકિત લેખિકા તથા લોકસાહિત્યનાં વિદુષી. પ્રાથમિક શિક્ષણ મુંબઈમાં, માધ્યમિક શાળાનું શિક્ષણ નાસિક, અહમદનગર તથા પુણેમાં અને ઉચ્ચ શિક્ષણ મુંબઈમાં. 1932માં સંસ્કૃત અને અંગ્રેજી વિષયો સાથે બી.એ.ની પરીક્ષા પ્રથમ વર્ગમાં પસાર કરી. ‘અર્લી બુદ્ધિસ્ટ જ્યુરિસ્પ્રૂડન્સ’ નામના શોધનિબંધ માટે તેમને 1935માં પીએચ.ડી.ની ડિગ્રી…
વધુ વાંચો >ભારતીય સાહિત્યશાસ્ત્ર
ભારતીય સાહિત્યશાસ્ત્ર (1956) : મરાઠી કૃતિ. નાગપુર વિશ્વવિદ્યાલયના સંસ્કૃતના પ્રાધ્યાપક અને પંડિત ગણેશ ત્ર્યંબક દેશપાંડેના ‘ભારતીય સાહિત્યશાસ્ત્ર’ પુસ્તકને 1956ના મરાઠી સાહિત્યના શ્રેષ્ઠ પુસ્તકનો કેન્દ્રીય સાહિત્ય અકાદમીનો ઍવૉર્ડ મળ્યો હતો. એમાં સંસ્કૃત કાવ્યશાસ્ત્રનો સળંગ ઇતિહાસ આપેલો છે; એટલું જ નહિ, પણ એમાં કવિતા તેમજ નાટક વિશેના ભરતથી જગન્નાથ પંડિત સુધીના સર્વે…
વધુ વાંચો >ભાવે, પુરુષોત્તમ ભાસ્કર
ભાવે, પુરુષોત્તમ ભાસ્કર (જ. 1910, અમરાવતી; અ. 1980) : મરાઠી લેખક. નવલિકા, નાટક, નવલકથાઓ, લલિત-નિબંધો, પત્રકારત્વ – એમ વિવિધ ક્ષેત્રોમાં તેમનું અઢળક પ્રદાન છે. તેમના પિતા દાક્તર હતા. પિતા કડક શિસ્તપાલનના આગ્રહી એટલે પુત્ર જોડે બહુ કડકાઈથી વર્તતા. તેઓ 8 વર્ષના હતા, ત્યારે માતાનું મૃત્યુ થયું. પિતા બહુ સખત હોવાને…
વધુ વાંચો >મરાઠી ભાષા અને સાહિત્ય
મરાઠી ભાષા અને સાહિત્ય મહારાષ્ટ્ર પ્રદેશના લોકોની ભાષા તથા તેમનું સાહિત્ય. મરાઠી ઇન્ડો-યુરોપિયન ભાષાકુળની ભારતીય આર્ય શાખાની એક ભાષા છે. કેટલાક વિદ્વાનોના મત મુજબ તે મહારાષ્ટ્રી પ્રાકૃતમાંથી ઉદભવી છે. ઈ. સ. 778માં ઉદ્યોતનસૂરિ નામના જૈન સાધુના ‘કુવલયમાલા’ ગ્રંથમાં મરાઠીનો ઉલ્લેખ છે. તેવી જ રીતે ઈ. સ. 1129માં સોમેશ્વર નામના વિદ્વાને…
વધુ વાંચો >મર્ઢેકર, બાળ સીતારામ
મર્ઢેકર, બાળ સીતારામ (જ. 1909, ફૈઝપુર, જિ. જલગાંવ, મહારાષ્ટ્ર; અ. 1956, દિલ્હી) : ‘નવતર’ મરાઠી કવિતા અને વિવેચનના પ્રણેતા. તેમની કૃતિ ‘સૌંદર્ય આણિ સાહિત્ય’ (1955) માટે તેમને 1956ના વર્ષનો સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો હતો. તે પુણે યુનિવર્સિટીમાંથી બી.એ. થયા અને આઇ.સી.એસ.ની પરીક્ષા માટે લંડન ગયા. તેમાં તેમને નિષ્ફળતા મળી,…
વધુ વાંચો >મહાનોર, નામદેવ ધોંડો
મહાનોર, નામદેવ ધોંડો [જ. 16 સપ્ટેમ્બર 1942, પળસખેડે, (અજંતાની ગુફાઓ પાસે), જિ. ઔરંગાબાદ] : મરાઠીમાં દલિત સાહિત્યના જાણીતા કવિ. તેમને તેમના કાવ્યસંગ્રહ ‘તીચી કહાણી’ માટે 2000ના વર્ષનો ભારતીય સાહિત્ય અકાદમી ઍવૉર્ડ આપવામાં આવ્યો છે. માત્ર 200 ઘરની વસ્તીવાળા નાનકડા ગામના ખેડૂત પરિવારમાં જન્મ. અનેક મુશ્કેલીઓ વેઠીને પળસખેડે, પિંપળગાંવ, શેંદુર્ણીમાં પ્રાથમિક…
વધુ વાંચો >